________________
તો દિશાઓને પોતાની પ્રચંડ હાકથી ધ્રુજાવતો રાક્ષસ આવી પહોંચ્યો. એણે કોઈ નવાં પગલાં પોતાની ગુફામાં ગયેલાં જોયાં ને ક્રોધથી ધમધમી રહ્યો. રે, કોણ, હાથે કરીને મરવા આવ્યો હશે ! રાક્ષસ ધસમસતો ગુફામાં આવ્યો તો એણે સામે જ સુંદર માનવીને ઊભેલો જોયો. “વાહ, વાહ, સુંદર ભક્ષ મળ્યો !” એમ બોલીને એણે છલાંગ મારી. એણે વિચાર્યું કે માનવીને ગળું પીસીને એનું ફળફળતું રક્ત પીઉં, પણ વત્સરાજ સાવધ હતા. એમણે રાયસની છલાંગ ચુકાવી એને બાથ ભરી. રાક્ષસની કમર પરથી ખંજર ખેંચી લીધું અને બીજી પળે એનું ખંજર એની છાતીમાં પરોવી દીધું. પહાડ જેવો રાક્ષસ ભૂમિ પર ઢળી પડ્યો ને પંચત્વ પામ્યો !
વર્ષોથી ધરાને પોતાનાં પાપકર્મથી સંતપ્ત કરનારનો અંત એક પળમાં આવી ગયો. પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે કાંકરીથી પણ ફૂટી જાય તે આનું નામ !
રાક્ષસપુત્રી અંગારવતી હાથમાં ફૂલનો હાર લઈને દોડી. એણે રાજાના ગળામાં હાર પહેરાવીને કહ્યું : જિવાડો કે મારો તમે જ મારા પ્રાણ છો, પતિ છો, દેવ છો. આ નરકમાંથી મને લઈ જાઓ, મારો ઉદ્ધાર કરો !''
આ તરફ કૌશાંબીમાં તો રાજાની ભારે ખોજ થઈ રહી હતી. મંત્રીરાજ યૌગંધરાયણ રાજવીનું પગલે પગલું દબાવતા દડમજલ કરતા આવી રહ્યા હતા. સહુનાં મનમાં રાજાજીના આ દુઃસાહસ માટે ભારે ચિંતા હતી. આખી રાત શોધખોળ ચાલી. પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર દિશા તો સહુ શોધી વળ્યાં, પણ રાતે દક્ષિણ દિશામાં કોણ જાય ? સવારે સહુ એ દિશા તરફ ચાલ્યાં તો સામેથી એક રૂપરૂપની રંભા જેવી
સ્ત્રીને ઘોડા પર બેસાડીને રાજા ઉદયનને ચાલ્યા આવતા જોયા. આ જોઈ બધાએ દિદિગન્તવ્યાપી જયનાદ કર્યો.
રાજાજીએ બધી વાત કરી. સમસ્ત પ્રજા રાક્ષસ જેવા નરાધમના નાશથી ને રાજાજીના શૌર્યથી ફૂલી ઊઠી ! કવિઓએ કાવ્ય રચ્યાં, ચિત્રકારોએ ચિત્ર દોર્યો. નટોએ નાટક કર્યો. પંડિતોએ પ્રશસ્તિ રચી. વેદજ્ઞોએ આશીર્વાદ આપ્યા.
હું પણ ક્યાં પ્રભુનો સેવક નથી ? સેવક થયા તેથી શું થયું ? સંન્યાસી તો નથી થયો ને ! ત્યાં સુધી ધર્મ જુદા, કર્મ જુદાં ! સહુ સહુને ઠેકાણે શોભે !*
દૂતને વચ્ચે કહેવાનું ઘણું મન થયું, પણ બિચારો નાને મોઢે મોટી વાત કેમ કરે ? એણે તો પોતાની વાત આગળ વધારતાં કહ્યું : “મહારાજ, આ પછી સ્વપરાક્રમથી તેઓ બીજી એક તલકરાજની પુત્રીને પણ પરણી લાવ્યા છે.”
“એને તો જંગલની ભીલડી કે શબરી જ જડેને ! એવા વીણા વગાડનારને કંઈ રાજકુમારી થોડી વરમાળા આરોપવાની હતી ! એ તો ‘રાજાને ગમી એ રાણી, ને છાણાં વીણતી આણી' જેવું ક્યું ! એનાથી બીજું થશે પણ શું ? ભલે એ રૂપાળો હોય, બહાદુર હોય, પણ પ્રખ્યાત રાજ કુળની એક કુંવરી એને સામે પગલે વરવા આવી ?”
રાજા પ્રદ્યોતે પળવાર થોભી કહ્યું : “શાબાશ દૂત ! તું સમાચાર તો બરાબર વિગતથી લાવ્યો છે. જા, એવી જ રીતે સમાચાર પહોંચાડવો કરજે , હું તારો પર પ્રસન્ન છું.”
દૂત વિદાય થયો. રાજા પ્રદ્યોતે દૂર દૂર ગવાક્ષમાંથી ક્ષિપ્રા નદીના તટ પર નજર નાખી. રાજ હસ્તીઓ ત્યાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક એને વત્સની લડાઈમાં પોતાની અજેય લેખાતી હાથીસેનાની થયેલી ફજેતી યાદ આવી. એ સાથે હૃદયમાં શત શત જ્વાલાઓ સાથે અપકીર્તિની કાળી બળતરા ઝગી ઊઠી. એ મનોમન વિચારી રહ્યો :
અરે, દુનિયામાં મારા જેવો તે ડાહ્યો-મૂર્ખ બીજો કોઈ હશે ખરો ? બીજાનું એક લેવા જતાં પોતાની ભેય ખોયાં : રાણી મૃગાવતી તો ન મળી તે મળી, પણ સાથે પોતાની પત્ની શિવાદેવી અને બીજી આઠ રાણીઓ પણ ખોઈ ! મૃગાવતી એક મળી હોત તો... અને આ આઠ ગઈ હોત તોય મને સંતોષ થાત ! પણ ન જાણે કેમ, ભગવાનની હાજરીમાં હું ‘હું ” નથી રહી શકતો, મારું વાઘનું મન બકરી જેવું ગરીબ બની જાય છે. અનાડી મન એ વખતે પાપનો પશ્ચાત્તાપ કરવા લાગે છે. યોગીમાં જરૂર જાદુની શક્તિ હશે, નહિ તો મારા જેવા બેશરમ જીવને પણ શરમ આવી જાય ખરી ? અને શરમ તે કેવી ? સગે હાથે શત્રુના બાળને ગાદી પર બેસાડવાની ! સર્પબાળને દૂધ પાઈને ઉછેરવાની !”
રાજા પ્રદ્યોત વિચારમાં ઊતરી ગયો. એણે મન સાથે નક્કી કર્યું કે રાજાને વળી સાધુની મૈત્રી કેવી ? એમને ક્યાં આગળ ઉલાળ કે પાછળ ધરાળ છે ? દુનિયામાં બહુ ભલા થવામાં સાર નથી. મૃગાવતીને છોડી દીધ્ય, ઉદયનને ગાદી પર બેસાર્યું હું શું સારો થઈ ગયો ? મારું શું ભલું થયું ?" અને રૂપમાધુર્યભરી મૃગાવતીની સુંદર મૂર્તિ એની આંખ સામે તરી આવી.
સારમાણસાઈનું દુ:ખ 1 127
દૂત પોતાની વાત પૂરી કરી રહ્યો કે રાજા પ્રદ્યોત સિંહાસન પરથી ગર્જી ઊઠ્યો : “જૂઠા એ ચિત્રકારો ને જૂઠા એના એઠા ટુકડા ખાનારા એ કવિઓ ! જૂઠા એ ખુશામદિયા નટો ને જૂઠા એ પારિતોષિક ભૂખ્યા પંડિતો ! અરે, રસ્તે જતી કોઈ રૂપાળી સ્ત્રીને ઉપાડી લાવ્યો હશે ને પછી હાંકી હશે બડાશ ! એ તો જેવા બાપ એવા બેટા !”
પ્રભુ, રાજા ઉદયન તો ભગવાન મહાવીરનો સાચો સેવક છે.” અવન્તીના મંત્રીએ કહ્યું.
126 B પ્રેમનું મંદિર