________________
ભગવાન મહાવીરની પરિષદામાં સાદા વેશમાં પણ એ કેવી શોભી રહી હતી ! રાજ કવિ કહે છે કે સ્ત્રીના દેહમાં મધુ વસે છે, એ વાત મૃગાવતીના દેહને જોતાં અવશ્ય સાચી લાગે છે. ભક્તિભારથી નમેલાં એનાં અંગોમાંથી કેવી માધુરી ઝરતી હતી ! વય તો થઈ હતી, તોય વપુસૌંદર્ય કંઈ ઝાંખું નહોતું પડ્યું. મારે લાયક એ હતી ! પરિસ્થિતિએ મને લાચાર બનાવ્યો, નહિ તો મૃગાવતીના શા ભાર હતા ? - રાજા પ્રદ્યતની માનવસૃષ્ટિમાં ખળભળાટ મચી ગયો. કામરુ દેશની દાસી પણ એને સાંત્વન ન આપી શકી. એણે મહામંત્રીને હાકલ કરી.
વૃદ્ધ મહામંત્રી થોડી વારમાં હાજર થયા.
એમને જોતાં જ રાજાએ કહ્યું : “મંત્રીરાજ , વત્સદેશના મેદાનમાં આપણે હાર્યા કે જીત્યા ?”
હાર કે જીતનો વિચાર ત્યાં મિથ્યા હતો. મહારાજ, આપની ઉદારતાની, આપની સરળતાની, આપની ધાર્મિકતાની જનતા પ્રશંસા કરી રહી છે. ધર્મ સમજ્યા એમ સહુ કહે છે. ભગવાનના બધા રાજવી-શિષ્યોમાં સાચા શિષ્ય ઓપ ! આપના ત્યાગનાં તો કવિઓ કવિત રચી રહ્યા છે. તેઓ કહે છે કે અવંતીની સંસ્કારિતાને આપે પુનઃ સંસ્કારિત કરીને એને માથે મુગટ પહેરાવ્યો છે.”
“થોભો. મંત્રીરાજ , થોભો !” રાજાએ મંત્રીને વાત આગળ ચલાવતાં અટકાવ્યા, “શું તમને બધાને માનસિક રોગ વળગ્યો છે ? તમારી જાત પ્રત્યેની શું તમારી પંચના છે ! અથવા આનું નામ જ દુનિયા ! આપણે સાવ કોરા ધાકોર જેવા હોઈએ ને જગત સમજે કે ભરી ભરી વાદળી જેવા છીએ. ભક્તિએ તો ભુંડી કરી ! દુનિયામાં જરા સારો દેખાઉં એ માટે પરિષદામાં બેસતો થયો. એમાં વાત વીફરી ગઈ. મારા હાથમાં કંઈ આવ્યું નહિ ને લોકોએ પાણીના પરપોટા જેવી હજાર પ્રશસ્તિઓ રચી કાઢી. પણ તેથી શું ? મને તો એ જ સમજાતું નથી કે સ્વર્ગની લાલસામાં કષ્ટ વેઠી રહેલા આ સાધુસંતો કરતાં આ પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા ઇચ્છનાર આપણે શા ખોટા ? મંત્રીરાજ , એ આર્ષ દૃષ્ટિનો મને તાપ લાગે છે. ચુંબક પાસે લોટું આપોઆપ ખેંચાઈ જાય છે. એ પ્રશમરસભરી દૃષ્ટિનો દોરો દોરવાઈ ગયો, પણ મારા મનમાં તો મૃગાવતીની છબી હજીયે દોરાયેલી જ પડી છે. સ્વર્ગની અપ્સરા પૃથ્વી પર મળી જાય તો વળી મરવાની ને સત્કર્મ કરવાની ને સ્વર્ગમાં જવાની ઉપાધિ શા માટે ? સાધ્ય તો એક જ છે ને !”
શાન્તમ્ પાપમ્, મહારાજ ! રાણી મૃગાવતી તો સાધ્વી બન્યાં. એમને બૂરી દાનતથી સ્પર્શ કરવાની શક્તિ ધરાવનાર સ્વર્ગ, પાતાળ કે પૃથ્વી પર હવે કોઈ નથી. આપ જેવા શાણા રાજવીએ એ વિચાર પણ છોડી દેવો ઘટે. દરિયાના પાણી વહી ગયાં. ને સ્વર્ગને પણ ભગવાન પૃથ્વી કરતાં કંઈ ભારે મોટું કહેતા નથી. એ
128 ! પ્રેમનું મંદિર
તો કમાયેલું ખર્ચ કરવાની ભૂમિ છે. મનુષ્યજન્મ જ સર્વશ્રેષ્ઠ છે, જ્યાંથી માણસ સત્, ચિત ને આનંદસ્વરૂપ મોક્ષ મેળવી શકે.”
પણ મંત્રીશ્વર, આ વત્સરાજ ઉદયનની કીર્તિ મારું હૈયું કરી નાખે છે. અરે, હું એક નવી રાણીના મોહમાં અનેક રાણીઓ ખોઈ બેઠો, અને એ રોજ નવી નવી લાવી મોજ ઉડાવે છે ! એને કેદ કરીને લાવ્યા વિના મને જંપ વળશે નહિ, પણ મંત્રીરાજ , મારે કંઈ એને બળથી પકડી આણવો નથી, બુદ્ધિબળથી એને જ કડી લેવો છે. ને એમ કરતાં જો વચ્ચેથી વત્સદેશ ટળે તો મગધ પરની મારી દાઝ સરળતાથી કાઢી શકું .” રાજા પ્રદ્યોતે રસકારણમાં રાજ કારણ દાખવ્યું.
મહારાજ , મગધ આપણાથી ડરે છે, આપણે મગધથી ડરીએ છીએ. વસ વળી આપણા બેયથી ડરે છે. પરસ્પરના ડરથી એકબીજા સૈન્ય ને શસ્ત્ર સજ્યા જ કરે છે. મને લાગે છે, કે સાપ અને માણસના જેવો આ ઘાટ છે. સર્પ માણસથી ડરે, માણસ સર્પથી ડરે, ઝેરી સાપ માણસને શોખથી કરડતો નથી. એના અંતરમાં રહેલો માનવ પ્રત્યેનો અંદેશો જ એને દંશ દેવા પ્રેરે છે.”
- “મારે બીજું કંઈ સાંભળવું નથી. મંત્રીરાજ ! હમણાં હમણાં સાધુ સંન્યાસીઓએ રાજકારણમાં અને અતઃપુરમાં માથું મારવા માંડ્યું છે. હમણાં હમણાં બધે રાજા અને મંત્રીઓને ધરમની હવા લાગી છે. વત્સનો મંત્રી યુગંધર બાવો થયો, મગધનો મંત્રી અભય બાવો થવાની ઘડીઓ ગણાય છે, ને તમે પણ તૈયારી કરી રહ્યા લાગો છો !”
- “મહારાજ, મને માફ કરજો. લક્ષ્મી અને રાજ કૃપાના અસ્થાયીપણાની તેઓને ખબર છે. રાજસેવા કરવી ને નગ્ન તલવાર પર નાચવું સરખું છે. એ દિવસ ક્યાંથી કે આપ રાજી થઈને મને રજા આપો અને હું રાજરાજે શ્વર ભગવાન મહાવીરનાં ચરણ ચૂમીને સંસારની અલાબલા છાંડી દઉં !” મંત્રીશ્વરે હૃદયકપાટ ખોલ્યાં..
| ‘અને છતાંય મંત્રીરાજ , જુઓ, અભયકુમાર ગમે તેવો ધર્મિષ્ઠ હોય, પણ એના પિતા તરફ કેવી કર્તવ્યનિષ્ઠા રાખે છે, તે તમે મારી વાત સાંભળો ત્યારે ખબર પડે; મારા સ્ત્રી-પ્રેમ વિશે તમે બધા જે અપ્રેમ ધરાવો છો, તે તરત જ નીકળી જાય. શ્રેણિકરાજા તો મારાથી મોટો છે. મારાથી પણ બૂઢા એ રાજાની નજર આઠ વર્ષની એક સુંદર ગોવાળ કન્યા દુર્ગધા પર પડી. વૃદ્ધ રાજા એ અવિકસિત કળીને ભોગવવા ઘેલો બન્યો. એના વિના એ પાગલ બની ગયો. ભીખની જેમ પિતૃસેવક અભયકુમારે આખરે એ છોકરીને લાવીને રાજાના અંતઃપુરમાં મોકલી આપી, મંત્રીરાજ , મારા કામગુણની સહુ નિંદા કરે છે, તો પછી આને શું ? શું એ ભગવાનની પરિષદામાં નથી બેસતો !” “પણ ભગવાનને ક્યાં એની પણ શરમ રાખી છે ? એમણે એને ચોખ્ખું
સારમાણસાઈનું દુઃખ 129