________________
નીચે રાત્રિ ગાળવા થોભ્યો, અહીં કેટલાય વટેમાર્ગુઓ રાતવાસો રહેવા રોકાયા હતા, કારણ કે રાજા ચંડ પ્રઘાતની અજાણ્યાને નગરમાં પ્રવેશવાની મનાઈ હતી. હમણાં પરદેશીઓથી ભારે ચિંતિત રહેતો.
વટેમાર્ગુઓમાં જાતજાતના માણસો હતા. કોઈ સાર્થવાહ, કોઈ વણઝારા, કોઈ વેપારી, કોઈ અન્ય દેશોના પ્રવાસી કે કોઈ નૃત્ય-સંગીત જાણનારા હતા. વળી એમાં કોઈ કોઈ કવિઓ ને વિદ્વાનો પણ હતા.
મહાસન પ્રદ્યોતમાં જો કામગુણની તીવ્રતા ન હોત તો એ પરાક્રમી રાજા તરીકે, કદરદાન રાજવી તરીકે વિખ્યાત થઈ જાત. પણ એ એક દુર્ગુણે એને દુર્મુખ બનાવ્યો હતો અને એના બીજા સારા નવ્વાણું ગુણ ઢંકાઈ ગયા હતા.
યક્ષમંદિરનો ચિતારો આરામ કરવા જ્યાં આડે પડખે થયો હતો, ત્યાંથી થોડે જ દૂર બે સાધુ-મુનિ જેવા પ્રવાસીઓ પણ ઊતર્યા હતા. તેઓ ગુરુ-
શિષ્ય હોય તેમ વાતચીત પરથી લાગતું હતું. સમી સાંજની નિત્ય ધર્મક્રિયા કર્યા પછી તેઓ ધર્મકથા કરતા હતા.
ચિતારાનું દિલ વ્યાકુળ હતું. વેર વેરના પોકારો અંતરમાં પડતા હતા. ઊંઘ ઊડી ગઈ હતી. સ્વસ્થતા હરાઈ ગઈ હતી. ચોરનો ડર નહોતો. મૂડીમાં તો માત્ર વત્સદેશના રાજમહાલયમાંથી ચોરીને આણેલી રાણી મૃગાવતીની સર્વાગ સુંદર છબી જ હતી.
ગુરુ-શિષ્ય ધર્મવાર્તા કરતા સંભળાયા, ચિતારાનું લક્ષ એમાં પરોવાયું. શિષ્ય કહ્યું : “ગુરુદેવ, કોઈ સુંદર કથા સંભળાવો.”
“વત્સ !” ગુરુદેવે કહ્યું, “હું એ જ ઇચ્છામાં હતો. જોકે સાધુ માટે સામાન્ય રીતે રાજ કથાનો નિષેધ છે, પણ જે નગરીમાં આપણે જઈ રહ્યા છીએ, એને વિશે, એની પ્રજા ને એના રાજા વિશે પૂરતો ખ્યાલ આવે તે માટે એક કથા કહું છું. આ કથા ભગવાન મહાવીરને પણ સ્પર્શતી છે, એટલે એ ધર્મકથા પણ કહી શકાય. હે શિષ્ય ! આ કથા સાચી છે ને એ બનેલી છે. અને એ વિશે સંદેહ ધરવાની લેશ પણ આવશ્યકતા નથી."
શિષ્ય કથા સાંભળવામાં દત્તચિત્ત થયો. ચિતારાએ પણ એ તરફ કાન માંડ્યા. ક્ષિપ્રાના તટ ઉપર પૂરી શાન્તિ હતી. આકાશમાં ચંદ્ર સુધા ઢોળી રહ્યો હતો. મીઠી મીઠી હવા વહેતી હતી.
નદીતીરે આવેલી અભિસારિકાઓના હાથના ઝબૂક દીવડા ને પગનાં ઝાંઝરનો મૃદુ ૨૩ આછો આછો સંભળાઈને લુપ્ત થઈ જતો હતો.
“વત્સ !” ગુરુદેવે વાત આરંભી : “પતિતપાવન ભગવાન મહાવીરદેવને સર્વ
પ્રથમ નમસ્કાર હો ! હે શિષ્ય, એ મહાપ્રભુની પરિષદમાં જાતજાતના ને ભાતભાતના ભક્તો છે. પાપ તરફ પૂર્ણ અરુચિ રાખનાર એ મહાપ્રભુ કદી પાપીઓનો તિરસ્કાર કરતા નથી, બલ્ક એમનો પ્રેમભર્યો સત્કાર કરે છે. દીન, હીન, દેભી કે દૂષિત કોઈ આત્માનું મન, કદી કડવી વાણીથી કે કઠોર વ્યવહારથી દૂભવતા નથી. અને આ કારણે તેમની ભક્તિપરિષદમાં જેમ જગવિખ્યાત ગુણી, શીલવાન ને અપ્રમત્ત ભક્તજનો છે, તેમ જગજાહેર કામી, ક્રોધી, લોભી ને મોહી ભક્તો પણ છે. એમની પરિષદામાં વીતભયનગરનો સર્વગુણસંપન્ન રાજર્ષિ ઉદયન પણ છે, ને વૃદ્ધ વયે નાની નવોઢાને અંતઃપુરમાં આણનાર શ્રદ્ધાવાન મગધરાજ શ્રેણિક પણ છે; ને જેની આપણે વાત કરીએ છીએ તે યુદ્ધ ને શૃંગારનો અધિરાજ -ક્રોધાંધ ને કામાંધઅવંતીનાથ પ્રદ્યોત પણ છે.'
વત્સ, પ્રભુની આ અતિ ઉદાર વૃત્તિની સુશીલ સ્વભાવના ભક્તો ઘણી વાર ટીકા કરે છે. પોતાના ભક્તોની ઊણપોથી જગદૃષ્ટિએ પોતે ઉપાલંભને પાત્ર ઠરે. છે, એમ પણ સૂચવે છે, છતાંય ભગવાન મહાવીર તો હસીને એ ચર્ચાને ટાળી દે છે. પણ કોઈ વાર ચારે તરફથી એક સામટા પ્રશ્નોત્તરો થાય છે, ત્યારે મંદ મંદ સ્મિત કરતા તેઓ કહે છે : ‘લોકરુચિ કે લોકની શરમમાં દેખાદેખી ચાલવાથી ધર્મ ન ચાલે. પાપનો તિરસ્કાર યોગ્ય છે, પાપીનો તિરસ્કાર અયોગ્ય છે. આત્મભાવે સહુ કોઈ બંધુ છે. પાણીની પરબ તૃષાતુર માટે હોય છે, નહિ કે તૃપ્ત માટે !'
હે વત્સ ! જગની નિંદા અને પ્રશંસાના પલ્લામાં જ તોળી તોળીને જીવન જીવનારા, એમાં શાસનપ્રભાવના લેખનારા ભક્તો ભગવાનની આ વાણીથી સંતુષ્ટ નથી થતા, છતાં મૌન રહે છે. તેઓ માને છે કે મહાત્માઓ ઘણી વાર મનસ્વી હોય છે; વાર્યા રહેતા નથી, હાર્યા રહે છે. છતાં વળી કોઈ વાર લોકનિંદાથી અકળાઈને ભગવાને બીજી કોઈ રીતે પોતાના ભક્તોનાં વ્રતોની, એમની સુશીલતાની, એમની નીતિની કડક કસોટી પર પરીક્ષા લેવાનું સૂચવે છે ને એ રીતે સંઘની પુનર્રચના માટે આગ્રહ કરે છે.
“છતાં જ્ઞાતાશૈલી-કથાશૈલી દ્વારા ઉપદેશ દેનાર ભગવાન નવી નવી રીતે બોધ આપે છે. કોઈ વાર કહે છે : ‘યોગી જ આદર્શ રાજા બની શકે; કદાચ આ વાત આદર્શ રાજવી માટે હોય. છતાંય સામાન્ય રાજવી પણ સારાં સુશીલ માત-પિતાથી જન્મેલો, પોતે મર્યાદાવાળો ને લોક માટે મર્યાદા બાંધનાર, પોતાનું ને પારકાનું ક્ષેમકલ્યાણ કરનાર, જનપદનો પિતા, પુરોહિત, સેતુ ને કેતુ, ધન મેળવવામાં ને તેનો ઉપયોગ કરવામાં કુશળ, બળવાન, દુર્બળોનો રક્ષક, નિરાધારનો આધાર ને દુરોને દંડ દેનાર હોવો જોઈએ.’ આ વેળા ફૂલની આસપાસ મધુમલિકાઓ ગુંજારવ કરી રહી હોય એમ અનેક
અવંતીપતિ પ્રઘોત 0 73
72 1 પ્રેમનું મંદિર