________________
હજી જમ્યો નથી. આ તો જનમ જનમની સાધના ! એ વિના આવી સ્વરમોહિની લાધે ખરી ?"
પણ પુત્રી ! કારાગારના એક કેદી પાસેથી અવંતીની રાજ કુવરીને વીણા શીખતાં શરમ નહિ લાગે ? એવા હલકા લોક પાસે જવામાં આપણી શોભા પણ શી ? આપણું પદ પણ વિચારવું ઘટે ને !” રાજા પ્રદ્યોતે કહ્યું.
- “પિતાજી ! વિધા તો નીચ કુળમાંથી પણ લેવામાં શરમ કેવી ! વિદ્યા ને વનિતા તો ગમે ત્યાંથી લાવી શકાય, એમ તો તમારા દરબારના પંડિતો જ કહે છે. એક વાર મારે તમારા એ કેદીને સગી નજરે નિહાળવો છે.” વાસવદત્તાએ પિતાના ખંભા પર પોતાનું મસ્તક નાખ્યું ને લાડ કરી રહી.
એટલામાં મંત્રીરાજ કાર્ય પતાવીને ત્યાં આવી પહોંચ્યા હતા. અવંતીપતિને પુત્રીને શી રીતે સમજાવવી તે સૂઝતું નહોતું. મંત્રીરાજને જોતાં જ એમના મનમાં કંઈક ઊગી આવ્યું. એમણે મંત્રીરાજને ઉદ્દેશીને કહ્યું :
વાસુને કારાગારનો પેલો વીણા વગાડનાર જોવો છે. પેલો કોઢિયો જ વીણા વગાડે છે ને ?”
ચતુર મંત્રી સ્વામીનો પ્રશ્ન સમજી ગયા. એમણે તરત વાતનો મર્મ ગ્રહી લીધો ને કહ્યું : “હા મહારાજ , ખોખે શરીરે બિચારાને રોગ ફાટી નીકળ્યો છે. ભારે ચેપી રોગ ! એની બાજુ થી આવતી હવા પણ ભયંકર ! રૂંવે રૂંવે ને અંગે અંગે પાસ-પરુના રેગડા !”
“ચેપી રોગ ? પુત્રી, સાંભળે છે ને ?"
ગમે તે હોય પિતાજી, આવી વિદ્યા શીખતાં અગર કોઢ થઈ જતો હોય, એ જોખમ વેઠીને શીખવા જેવી વિદ્યા છે. અસલ કૃષ્ણ કનૈયાની બંસી ! અદ્ભુત વિદ્યા !” વાસવદત્તા મક્કમ મને બોલી..
પુત્રીની હઠ પાસે અવંતીપતિ મૂંઝાઈ ગયા. કોઈ વાતે ચતુર કુંવરી ન ઠગાઈ, આખરે સમય વર્તવામાં સાવધાન વિચક્ષણ મંત્રીરાજે માર્ગ શોધી કાઢવો.
એમણે કહ્યું : “આપણે તો દૂધથી કામ છે ને, પાડા-પાડીની શી પંચાત ? કુંવરીબાને તો વિદ્યા શીખવી છે ને ? વ્યવસ્થા કરી દઈએ ! કોઢિયાને બેસાડીએ દશ ગજ દૂર ને વચ્ચે નાખીએ પડદો. બે કુશળ દાસીઓને વચ્ચે બેસાડીએ. એટલે આ તરફની માખીને પણ પેલી તરફ જવા ન દે. બસ, આ રીતે ભલે કુંવરીબા વિદ્યા શીખે.*
“બરાબર છે, બરાબર છે !” મહારાજ પ્રઘાત મંત્રીરાજની બુદ્ધિ પર વારી ગયા. વાસવદત્તા, બેટી, વત્સા, કલાકારને જોવા કરતાં કલાની પરખ કરવી સારી.
કમળનું મૂળ જોવા કરતાં કમળ જોવું સારું. મંત્રીરાજ ! આની વ્યવસ્થા જલદી કરીએ. ભલે વાસવદત્તા વીણા શીખે. તમે અને હું બરાબર એક માસે એની પરીક્ષા લઈશું. જોઈએ, વાસુ કેટલી ઝડપ કરે છે ?”
ભલે, પણ પછી મહિનો થતાં થતાં ક્યાંક લડવા ઊપડશો તો નહિ જવા દઉં ! રાજાઓને તો આખી પૃથ્વી મળે તોય ક્યાં પગ વાળીને બેસવું છે ? કરોડો માણસ સમાય તેવી મોકળી પૃથ્વી તમારા જેવા વીર નરને સાંકડી પડે છે. વાસવદત્તાએ ભંગ કર્યો એમાં પિતાની ખુશામત પણ હતી.
પુત્રીના પ્રશ્નનો જવાબ વાળ્યા વિના, એને ખભે હાથ મૂકી અવંતીપતિ ઊભા થયા.
શિવાદેવી ગઈ અને હું ઘરડો થઈ ગયો, વાસુ !” પણ તમારી તલવાર ક્યાં ઘરડી થઈ છે ?” વાસવદત્તાએ કહ્યું.
“તલવાર વૃદ્ધ થાય તો તો ક્ષત્રિય જીવતો મરી જાય, કેમ મંત્રીરાજ ?” અવંતીપતિએ હાસ્યમાં જવાબ આપ્યો,
અવશ્ય મહારાજ ! અને હજી તો જમાઈરાજ પણ શોધવાના છે ને ! દશમા ગ્રહની શોધ તો કરવી જ પડશે ને, ઘરડા થયે કેમ ચાલશે ?” મંત્રીરાજે સૂરમાં સૂર પુરાવ્યો.
મંત્રીરાજ , મારે વંકાયેલા દશમાં ગ્રહ જેવો જમાઈ નથી લાવવો. એ વાતમાંથી મેં તો મારો હાથ જ ખેંચી લીધો છે. મારી વાસવદત્તા સ્વયંવરથી વરને વરશે. મારે કુલડીમાં ગોળ ભાંગવો નથી.”
- વાસવદત્તા શરમાઈને ઊભી રહી. આસમાની સાળુમાં છુપાયેલું એનું પૂર્ણચંદ્ર જેવું મુખ અપૂર્વ શોભા ધરી રહ્યું. - “ખુલ્લી તલવાર મ્યાન કરાવે એવી દીકરી છે હોં !” અવંતીપતિએ કહ્યું.
ન જાણે વિધાતાએ કોના ભાગ્યમાં અમારી અવંતીનું આ બેનમૂન મોતી લખ્યું હશે !” મંત્રીરાજે ટેકો આપ્યો.
વાસવદત્તાના મોં પર લજ્જાનાં ડોલર ખીલી રહ્યાં. રાજા અને મંત્રી ખંડની બહાર નીકળ્યા. તેઓ સીધા કારાગાર તરફ ચાલ્યા.
થોડે દૂર જઈને રાજાએ કહ્યું : “મંત્રીરાજ , ઘીને અગ્નિ પાસે મૂકવામાં સોએ સો ટકાનું જોખમ છે. જુવાની તો દીવાની લેખાય છે.”
મહારાજ, એમાં પણ વીણાનો વગાડનાર વત્સદેશનો રાજા ઉદયન ભારે જોખમી છે. સ્ત્રીઓ માટે તો એ વશીકરણ મંત્ર સમાન છે. પણ એક રમત કરીએ. એને કહીએ કે અમારી એક કાણી કુંવરીને વીણા શીખવી છે. તમારી સામે બેસતાં
કુંવરી કાણી ને રાજા કોઢિયો m IST
156 પ્રેમનું મંદિર