Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 89
________________ એ રીતે ચાલ્યો જઈશ-ડંકાની ચોટ પર.” “અવંતીના કારાગારમાં તો યમનો પ્રવેશ પણ દુર્લભ છે.” મહારાજ અવંતીપતિએ કૃત્રિમ રીતે હસતાં હસતાં કહ્યું. કૃત્રિમ હાસ્ય એ મુસદીઓની ખાસિયત હોય છે. માયા બૂરી ચીજ છે. એની મા પર જેવી મારી માયા હતી, એવી જ આ છોકરા પર છે. નહિ તો આ તલવાર કોની સગી થઈ છે ? અવંતીપતિના કોપાનલમાં કોણ ભસ્મ નથી થયું ? પણ છોકરાની સાથે છોકરવેડા કરવા મારા જેવા ભારતવિખ્યાત રાજવીને ન શોભે. એ તો છોરું કછોરું થાય.” અવંતીપતિએ મનની મોટપ દાખવતાં કહ્યું. એ મોટપ પણ એક મુસદ્દીવટ મનાઈ. જય હો મહાસેન અવંતીપતિ પ્રદ્યોતરાજનો !” સભાએ જયજયકાર કર્યો. સારે કે માઠે દરેક પ્રસંગે મોટે અવાજે આવા એ કસરખા, ઊમિહીન જયજયકાર કરવા પ્રજાની જીભ ટેવાયેલી હતી. 21. વાસવદત્તા અવંતીની રાજકુમારી વાસવદત્તા અસરાનું રૂપ ને સતીનું શીલ લઈને રાજ કુળમાં જન્મી હતી. કાદવમાંથી કમળ પેદા થાય તેમ, રાજા પ્રદ્યોતના વાસનાવૈભવવાળા જીવનસરોવરમાં શોભા અને સુશ્રીભર્યું આ કમળ ખીલ્યું હતું. જીવનના પરાગ સમી આ પુત્રી પિતાના અસંતુષ્ટ જીવનને જોઈ સ્વયં આત્મસંતુષ્ટ બની હતી. પટરાણી શિવાદેવી એનાં માતા નહોતાં; પણ એ ધર્મશીલા રાણીએ આ નમાયી દીકરીને માનો યાર આપ્યો હતો. એણે સતી શિવા રાણીનું દીપકના જેવું-સુખ ને દુઃખમાં સરખી રીતે બળતું--જીવન જોયું હતું. પિતાના સંતપ્ત વાસનાઅગ્નિમાં રોજ ભંજાવાનું જેના નસીબે જ ડાયું હતું, એવી માતા માટે મૃત્યુ એ જ છુટકારો હતો. એણે વાસનાના વમળ વચ્ચે શીલ પાળવાનું હતું, ને જેના કાજે એ શીલ પાળતી એ પતિના શીલવિહીન જીવનને જાળવવાનું પણ હતું; કારણ કે એ સ્ત્રી હતી. આ સંસારમાં જે સ્ત્રી તરીકે પેદા થઈ, એના નસીબમાં સદા ગુલામી લખાઈ હતી, પછી ભલે એ દાસબજારમાં વેચાયેલી દાસી હોય કે રાજમહાલયોમાં ઊછરેલી રાજકુમારી હોય ! સ્ત્રીના અવતારમાં બાલ્યાવસ્થામાં બાપ દીકરીને દાબમાં રાખતો હતો; યુવાવસ્થામાં પતિનો કોરડો તૈયાર રહેતો; વૃદ્ધાવસ્થામાં પુત્ર માતાના શીલ માટે ચિંતિત રહેતો. સ્ત્રીના શીલનો પુરુષોને કદી ભરોસો નહોતો, કારણ કે પુરુષોએ પોતે જ શીલને સર્વથા ખોયું હતું ! સ્ત્રી પણ શીલ જાળવવા સ્વતંત્રતાના દ્વારને સદા ભીડેલું રાખતી, એમાં પણ સ્ત્રી જેમ ઉચ્ચ વર્ણની, ઉચ્ચ ઘરની, ઉચ્ચ રાજવંશની એમ એની આ મૂંઝવણમાં વધારો થતો. સૂર્યનું દર્શન પણ એને નસીબ નહોતું. અસૂર્યપશ્યા એનું 146 | પ્રેમનું મંદિર

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118