Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 99
________________ એટલો કાયર ધાર્યો કે સ્ત્રીના વેશે કારાગારમાંથી નાસી છૂટું ? તો તો મારી પ્રજા મારું મોં પણ ન જુએ અને મને મારા જીવતરમાં રસ ન રહે. સુંદરી, મારી પ્રતિજ્ઞા છે, જઈશ ત્યારે ડંકાની ચોટ પર, અવંતીની બજારો વીંધીને જઈશ, એટલું વચન આપો કે એ વેળા હાથ લંબાવું તો તરછોડશો નહિ !' સ્ત્રી જેને પોતાનું જીવન સમર્પણ કરે છે એને માટે એ કંઈ કહેતાં કંઈ કરતાં પાછાં ડગ ભરતી નથી, ભલે પછી સમસ્ત સંસાર એનો દ્વેષી બની રહે.” વાસવદત્તાના કાન પર આ વખતે બહારથી કંઈક અવાજો આવવા લાગ્યા. વત્સરાજના કાન પણ ચમક્યા. ભારે ચિત્કાર, હોહા ને બૂમાબૂમ સંભળાતી હતી. ભડોભડ દરવાજા બંધ થવાના ને ભાલા ફેંકાવાના અવાજો આવતા હતા. વાસવદત્તા બહાર નીકળી. પહેરેગીરો વત્સરાજને જલદી કારાગાર તરફ દોરી ગયા. હોહા વધતી જ જતી હતી. થોડી વારમાં સ્પષ્ટ અવાજો આવવા લાગ્યા : “રાજ હાથી અનલગિરિ ગાંડો થઈ ગયો છે. ઘરોને તોડી પાડતો, બગીચાઓને ઉજજડ કરતો, વનને વેડતો, જે હાથમાં આવે એનું સત્યાનાશ વાળતો એ વાવંટોળની ઝડપે ઘૂમી રહ્યો છે. એને કાબૂમાં લેવા માટેની સર્વ કરામતો વ્યર્થ થઈ છે. ગજપાલકો ને વનપાલકો હિંમત કરવા ગયા તો જીવના ગયા છે !' રે, વાતવાતમાં ભર્યું અવન્તી ઉજ્જડ થઈ ગયું, ઘર, હવેલી ને પ્રાસાદના દરવાજા દેવાઈ ગયા. યમરાજની અદાથી અનલગિરિ બધી શેરીઓ અને ગલીઓમાં ઘૂમતો હતો. એ વેળા રાજ પ્રસાદ પાસે અચાનક બૂમ પડી : “અરે, મહારાજ પ્રદ્યોતને ખબર આપો. એમના કારાગારમાં રહેલો વત્સદેશનો રાજા ગમે તેવા કુંજરને કબજે લેવાની કરામત જાણે છે !” બોલનાર કોઈ સંન્યાસી હતો. જાણે ડૂબતાના હાથમાં તરણું આવ્યું. સ્થળે સ્થળેથી એ જ હોકાર પડ્યો. મહારાજ પ્રદ્યોત મૂંઝાઈને ખેડા હતા. એમના મોંમાંથી આજ્ઞા નીકળવાની તૈયારી હતી કે, “જાઓ, અનલગિરિને ઠેકાણે પાડો ! જીવતો હાથી લાખનો, હવે મૂએ સવા લાખનો !” પણ પ્રજાના પોકારે એમના દિલમાં નવી આશા પ્રગટાવી : અરે, એ રીતે પણ આ પોતાનો પ્રિય હાથી બચી જાય તો કેવું સારું ? બહુ બહુ તો એના બદલામાં એ છોકરાને સારું પારિતોષિક આપીશું. એમણે આજ્ઞા કરી : “જાઓ, વત્સરાજને કારાગારમાંથી આમંત્રો અને કહો કે અવંતીના રાજદરબારની સામે એની ગજવિઘાની પરીક્ષા આપે.” પણ પિતાજી ! ગજવિઘાની પરીક્ષા તો ડાહ્યા હાથી સામે હોય; આ તો ગાંડો હાથી વત્સરાજને ચગદી નાખશે.” વાસવદત્તાના મનમાં વત્સરાજના અનિષ્ટની ચિંતા ઘેરાતી હતી. 166 | પ્રેમનું મંદિર “તો ટાઢે પાણીએ ખસ જશે, કુંવરી !” પિતાજી...” ને વાસવદત્તા વધુ બોલે તે પહેલાં બેભાન બની નીચે પડી ગઈ, રાજા પ્રદ્યોત અત્યારે વ્યગ્ર હતા. પોતાની પુત્રીની સંભાળ લેવાનું દાસીને ભળાવી પોતે ઝરૂખામાં જઈ પહોંચ્યા. સામે દેખાતું દૃશ્ય ભારે રોમહર્ષણ હતું. વત્સનો તરુણ રાજવી પોતાના હાથમાં વીણા લઈને રાજ પ્રાસાદમાંથી બહાર નીકળતો હતો. સામે જ થોડે દૂર અનલગિરિ હાથી એક વડલાને પોતાની સુંઢોના પ્રહારથી હચમચાવતો ઊભો હતો. એની પીળી આંખોમાંથી માણસના મોતિયા મરી જાય એવું ખૂની તેજ ઝરતું હતું. શ્વાસોશ્વાસ થંભી જાય એવી પળ હતી. સાત્તાત્ યમદેવની મુલાકાતે જતા હોય તેમ વત્સરાજ આગળ વધ્યા; એમની આંગળીઓ વીણાને છેડી રહી, ધીરે ધીરે સ્વરો છૂટવા લાગ્યા. એ જ નીલસમંદરનું ગીત ! પ્રિયાને સંદેશો મોકલવા ઝૂરતું એ જ હૃદય ! ગાઢ આશ્લેષની એ જ તીવ્ર ઝંખના ! પ્રાણીમાત્રના હૃદયમાં સૂતેલા સ્નેહના સૂરોને આમંત્રણ આપતો એ જ દર્દભર્યો સાદ ! જાણે સર્જનની પીડ ! સ્વરો વધતા જતા હતા. ઉલ્કાપાત જેવો અનલગિરિ કંઈક શાંત થતો દેખાયો. સ્વરો સાંભળીને મૂછમાંથી જાગેલી વાસવદત્તા પણ ઝરૂખે આવીને ઊભી હતી. પોતાના પ્રેમીના પુરુષાર્થને નિહાળી એની કંચુ કીની કસો તૂટું તૂટું થતી હતી. ગઈ કાલે જે પારકો હતો ને જેનાં સુખદુ:ખની પોતાને કશી તમા નહોતી, એ આજે પોતાનો થતાં શ્વાસે શ્વાસે રાજ કુમારી ખમ્મા ખમ્મા શબ્દ બોલતાં હતાં. જીવનમાં ક્યારે જ જોવા મળે એવી થોડી એક અજબ પળો કોઈને કોઈક વાર લાધી જાય છે. એવી પળો આજે આવી હતી. અનલગિરિ હવે માત્ર પગથી પૃથ્વીને ખણતો સુંઢ મોંમાં દબાવીને ખડો હતો. છતાં એની પીળચટ્ટી આંખોમાંથી ઝેર તો વરસતું જ હતું. વીણા વગાડતા વત્સરાજ નજીક ને નજીક સરી રહ્યા હતા. આખી અવન્તી જાણે એ સ્વરો સાથે શ્વાસ લેતી હતી ને મૂકતી હતી. હવે વત્સરાજ એ વનરાજની સમીપ પહોંચી ગયા હતા. એમણે એક હાથે એની સુંઢને સ્પર્શ કર્યો, પણ શાન્ત માણસમાં એકાએક ભૂતનો સંચાર થાય એમ એ જીવતો પહાડ ધૂણી ઊઠયો, બે ડગ પાછો હઠડ્યો ને એકદમ આગળ વધી એણે વત્સરાજને પોતાની સુંઢમાં ઝડપી લીધા; જેવા ઝડપ્યા તેવા જ ઊંચે ઉછાળ્યા. ઓ મા રે !” ફરીથી રાજ કુંવરી બેભાન બની ગયાં. દાસીએ એમની આંખો દાબી દીધી. અવંતીની પ્રજા હાહાકાર કરી રહી : રે, એક મરજીવા નરબંકાનો આજે ભોગ લેવાશે !” કેટલાકનાં નયનોમાં આંસુ ઊભરાયાં, પણ ત્યાં તો હર્ષની કિકિયારીથી ગગન થી અને અગ્નિ 167

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118