Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 97
________________ પટ્ટી બાંધવાની ફરજ ઘા કરનારને માથે અનિવાર્ય રીતે આવીને ઊભી રહે છે, એ ન ભૂલશો.” વત્સરાજની વાણી જાણે મુક્ત બની ગઈ હતી. ચિંતા નહિ. જ્યાં બન્ને સમાન દરદી બન્યાં હોય ત્યાં પરસ્પર અમૃતઔષધની વ્યવસ્થા તો બન્નેએ કરવી પડશે ને !” વાસવદત્તા પણ ભારે બોલકી બની ગઈ હતી. અવંતીપતિનો આવવાનો સમય થતો જતો હતો. ગુરુ શિયાએ પરસ્પરની વિદાય લીધી. પણ એ વિદાય વિદાય નહોતી; પુનર્મિલનની પળોને ઉત્કટ કરનાર માત્ર સમયનો ગાળો જ હતો. કોની આંખ ચાલી ગયાનું કહો છો ?” “તારી ! બાલે, તારી, તારી પોતાની અક્કલની વાત કહું છું. સત્યને છેહ નહિ દઈ શકાય. અલબત્ત, કાણાને કાણો કહીને બોલાવવામાં અવિવેક જરૂર છે.” - “અવિવેકીને જ કાયાએ કોઢ નીકળે ! જુઓ, કોઢિયા રાજા, આંખોએ અંધાપો ન આવ્યો હોય તો જુઓ, જેને કવિઓ શુક્રતારક સમી કહે છે એવી મારી આંખોને !” અને વાસવદત્તા રોષમાં ઊભી થઈ ગઈ. બાલહઠ, સ્ત્રીહઠ ને રાજહઠ – એમ ત્રિવિધ હઠનો કેફ એના અંતરમાં વ્યાપી ગયો. એણે પડદો દૂર ફગાવી આગળ ધસી જતાં કહ્યું : “જોઈ લ્યો મારી આંખો, કોઢિયા મહાશય !'' આકાશમાં વીજળીનો સળવળાટ થાય ને આંખો અંજાઈ જાય તેમ વિસ્ફારિત નેત્રે બંને પરસ્પરને નીરખી રહ્યાં. ઘડીભર તો જાણે બંને આશ્ચર્યના અર્ણવમાં ડૂબી ગયાં. નયનપલ્લવી જ એ કબીજાંનો પરિચય કરી રહી. પુષ્પધન્વાને બેળે બેળે જાગવું પડે એવી એ ઘડી હતી, રતિ ને કામદેવ જાણે સામસામાં આવીને ઊભાં હતાં ! “વાસુબેન, આ તો વત્સરાજ ઉદયન ! – જેમનું રાજ નાનું છે ને કીર્તિ મોટી છે,બંનેને લાધેલી પ્રેમસમાધિ તોડવા દાસીએ શાન્તિનો ભંગ કરતાં કહ્યું. તમે જ અવન્તીનાં રાજ કુમારી વાસવદત્તા ? ગુરુ તરીકે હું પહેલો અવિવેકી છું. ક્ષમા યાચું છું, સુલોચને !'” વત્સરાજે ખેદ દર્શાવતાં કહ્યું. “પણ આપની ક્ષમા માગું છું, હે નરોત્તમ !!” વાસવદત્તાએ નખથી જમીન ખોતરતાં કહ્યું. શરમની લાલી એના સુંદર ચહેરા પર કંકુ છાંટી રહી હતી. | “આપણને વડીલોએ છેતર્યા, રાજ કુંવરી ! તમારી ખ્યાતિ શ્રવણપટ પર અનેક વાર આવી હતી; આજે સદેહે સરસ્વતીનાં દર્શન લાધ્યાં.” “ને હસ્તિકાન્ત વીણાના ગાયક, પરદુઃખભંજન, સ્વયં શૌર્યના અવતાર રાજન્ ! આપની યશઃ કીર્તિ પણ કસ્તૂરીની સુવાસની જેમ સર્વત્ર પ્રસરેલી છે.” સમય પૂરો થાય છે.” દાસીએ બંનેને એકબીજાની પ્રશંસાની લાંબી પુષ્પમાળા ગૂંથતાં વાય. શું અવંતીના અપરાધી પુરુષને આવતી કાલે ફરી અવંતીકાનાં દર્શન લાધશે ખરાં ?' અવશ્ય. અવંતીનાં રાજ કુમારી કાલે સંગીતના અભ્યાસ માટે નિશ્ચિત સમયે ઉપસ્થિત થશે જ. ગુરુજી સમયભાન ન ભૂલે - કોઈની વેણી બાંધવાનાં સ્વપ્નોમાં.” વાસવદત્તાએ નયનો નચાવતાં અને હાવભાવ કરતાં, જેનાથી પુરુષના દિલ પર પ્રહાર થાય, તેવાં વેણ કહ્યાં. “મર્મ પર ઘા કરવામાં ભારે કુશળ છો, શશિવદની ! પણ કોઈ વાર ઘાયલને 162 1 પ્રેમનું મંદિર કુંવરી કાણી ને રાજા કોઢિયો n 163

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118