Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 95
________________ શરમાય છે, વચ્ચે અંતરપટ રાખી વીણા ન શીખવો ? એના નિરાશ જીવનને તમારી અભુત વિઘાથી ઉલ્લાસિત ન બનાવો ?” - “સુંદર યોજના છે. મંત્રીરાજ , તમે એકલા જ જાઓ. ને બધું નક્કી કરી આવો. મને જોશે તો જરા માથે ચઢશે. ફૂલણશી છે; જરા ફુલાવજો એટલે કામ પાર પડી જશે.” મંત્રીરાજ નમન કરીને વિદાય થયા. કારાગારનાં તોતિંગ દ્વાર ઊઘડી ગયાં. કેટલાક યોગ મળતાં વિલંબ થતો નથી - જાણે વિધાતા એની રાહ જોઈને જ બેઠી હોય છે. એ કહેતી હોય છે, કે ક્યારે કોઈ હાથ લંબાવે ને હું સંયોગ સાધી દઉં ! એ રીતે આ ગુરુ અને શિષ્યોનો યોગ મેળવતાં મંત્રીરાજને બહુ પરિશ્રમ ન પડ્યો. બીજે જ દિવસે ગાંધર્વ શાળાના એક ખંડમાં કુશળતાથી બધી યોજના કરવામાં આવી. નિયત સમયે મધ્યમાં ઊભેલી દાસીઓએ પરસ્પરને નિવેદન કર્યું, કે ગુરુ-શિષ્યા ઉપસ્થિત થયાં છે. “ઉપાધ્યાયજી, નમસ્તે !” વાસવદત્તાએ કહ્યું. “સ્વસ્તિ, બાલે અવન્તિકે !” વત્સરાજે ધીરેથી કહ્યું. એને કાણી કુંવરીના સ્વરોમાં અપૂર્વ મીઠાશ લાગી. “શું શીખશો, કુંવરી ? અવંતીની અલબેલીઓ તો સંગીત, સાહિત્ય ને વીણામાં નિપુણ હોય છે.” જી ગુરુજી ! અને છતાં અનન્તર વઘુ તd' – વિદ્યાનો તે કંઈ છેડો છે ?" વાસવદત્તાએ પોતાના માની લીધેલા ગુરુનો વિનય કર્યો. સાથે રહેલી દાસીઓ તો વિચારમાં પડી ગઈ. એમણે કુંવરીબાને ચેતવતાં કહ્યું કે “આટલી બધી નમ્રતા શોભતી નથી. આખરે તો એ આપણો કેદી છે ને !” ભારે વાણીચતુર લાગે છે અવંતીની સરસ્વતી ! વારુ, શું ભણશો ? ગીત કે વાઘ ! સ્વર, શ્રુતિ, ગ્રામ, મૂર્છાના, યતિ ને આરોહ-અવરોહનો અભ્યાસ તો ખરો “કુંવરી, કોયલને કાળી ન કરી હોત તો, પ્રજા એને રૂપાળી દેખી પાંજરે પૂરત ! પોપટની જેમ એ પણ પાંજરે પુરાયેલી પાર કે ભણાવ્યું ભણત અને અંતરના રસટહુ કા વીસરી જાત.” “ઉપાધ્યાયજી, ઉત્તમ છે આપનો ઉત્તર, હવે હું આપની પાસેથી વીણા શીખવા માગું છું. થોડું થોડું ગીત પણ સાંભળ્યું છે કે વત્સરાજ ઉદયન વીણાવાદક તરીકે પ્રખ્યાત છે. કહેવાય છે, કે જ્યારે એ હસ્તિકાન્ત વીણા વગાડે છે ત્યારે હાથી ચારો ચરતા થંભી જાય છે.” શા માટે નહિ ? માં હાલરડાં ગાય ત્યારે બાળક જંપી જતું નથી ? કુંવરી, સ્વર આપનારે અંતરમાં સ્નેહ પણ જગાવવો રહે, અંતરની સ્નિગ્ધતા વગર સ્વરમાં માધુરી ન જામે. વીણા, વીણાનો વાદક ને એનો શ્રોતા – ત્રણે એકાકાર બનવા જોઈએ. સંસારના સંતાપ, દેહનાં દુ:ખ, આશાના ઝંઝાવાત બધાં ત્યાં જંપી જાય તો જ દિવ્ય ગાન નીકળે ! ગીત, શબ્દ, તાલ, લય, સંગીત, ભાવ બધું શ્વાસોશ્વાસમાં વણાઈ જવું ઘટે. બાલે, રજ કણમાત્ર એમાં રણ કાર કરતું હોય, પૃથ્વી, જળ, ગગન, સર્વ કાળ અને સર્વ દિશા વીસરાઈ જાય; સોહેનો નાદ માત્ર ત્યાં ગુંજ્યા કરે.” યથાર્થ વચન છે આપનાં ઉપાધ્યાયજી !" વાસવદત્તા આ કોઢી ગાયકની રસછટા પર મુગ્ધ બનતી ચાલી હતી. “આપની વીણા હવે થવા દો. કોઈ ગીતનું પણ અનુસંધાન કરજો .” “હે અવંતિકે, મારી વીણાના સ્વરોમાં ગીત અનુસ્મૃત હોય છે, થોડો જ્ઞાતા પણ ચતુર શ્રોતા એને શીઘ પકડી શકે છે. ગીત અને વાઘ સમજવા માટે પણ મન પારદર્શક જોઈએ. સંસારના ક્લેશથી કલાન્ત થયેલાઓથી આ સૂરો સમજી શકાતા નથી. એને માટે આંટીઘૂંટી વગરનું અંતર જોઈએ છે. મૃગ જ્યારે વીણાનાદ તરફ ધસે છે, ત્યારે એ વિચારતું નથી કે એનો વાદક સાધુ છે કે શિકારી ?” સાચું છે. સરસ્વતી હંમેશાં સ્વાર્પણથી જ સાધ્ય છે.” વાસવદત્તાએ કહ્યું. શાબાશ ! અવંતી જેવા લક્ષમીપરાયણ દેશમાં પણ રાજ કુંવરીઓને સ્વાર્પણના પાઠ પઢાવનાર વિદ્યાગુરુઓ છે ખરા !” ગુરુએ પ્રસન્નતા દર્શાવી.” “ઉપાધ્યાયજી, લાગો છો તો વિવેકી, છતાં કાં ભૂલો છો ? એક જ માનવઆત્મામાં સત્-અસત્ના દેવી અને આસુરી બંને અંશ શું નથી હોતા ?* | “ચતુરા છો, અવન્તિકે !'' અને આટલા શબ્દો બોલતાં ઉપાધ્યાયજીએ ભારે નિઃશ્વાસ નાખ્યો. એ નિઃશ્વાસનો રણકો કુંવરીને કાને પડે એટલો ભારે હતો. પણ એ નિઃશ્વાસનું કારણ રાજ કુંવરી પૂછે તે પહેલાં તો વીણાના મોહક સ્વર રેલાવા લાગ્યા. એના સ્વરો ગાંધર્વશાળાને મધુર ગુંજન કરતી બનાવી રહ્યા. ધીરે ધીરે સ્વરો વેગ ધરતા ગયા. થોડીક ક્ષણોમાં તો બધું એ કતાર બની ગયું. કુંવરી કાણી ને રાજા કોઢિયો n 159 અવંતીનાં શુક-સારિકા પણ એ જાણે છે. ને વળી હું તો અવંતીના દિગૂગજ વિદ્વાન હરશેખરની શિપ્યા છું.” - “ધન્ય ! ધન્ય ! રસાવતાર ભગવાન હરશેખરને કોણ ન ઓળખે ? તમારા ગુરુદેવને અમારાં વંદન પાઠવજો કુંવરી !' “કેવી રસભરી ને અલંકારયુક્ત વાણી !” વાસવદત્તા ધીરેથી બોલી, ને બુદ્ધિનું માપ કાઢવા એ અન્યોક્તિ વદી, “કુદરત પણ કેવી કઠોર છે, કે કોયલને કરી કાળી !” 158 E પ્રેમનું મંદિર

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118