Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 100
________________ ગાજી રહ્યું. સહુની આંખોમાં આંસુ અડધે આવીને થંભી ગયાં, તે શોકનાં અશ્રુ હર્ષનાં આંસુમાં પરિવર્તન પામી રહ્યાં. વત્સરાજ અનલગિરિના કુંભસ્થળ પર બેઠા હતા. એમણે હેતાળ હાથની એક થપકીથી અનલગિરિને ડાહ્યો કરી નાખ્યો હતો. એમના પાછળ પેલો સંન્યાસી જેવો જણાતો માણસ હતો, જેણે પ્રજાસમક્ષ વત્સરાજનું નામ મૂક્યું હતું. અવંતીવાસીઓએ ગગન જગવે તેવો જયજયકાર કર્યો. પળભર પહેલાં યમમૂર્તિ લાગતો અનલગિરિ શાણો ને સમજુ બનીને ખડો હતો. આજુબાજુનાં ગૃહોમાંથી કેટલાક હિંમતવાન માણસો બહાર નીકળ્યા હતા, ને કંઈક ખાવાની વસ્તુઓ લઈ હાથી પાસે આવતા હતા. ઝરૂખાઓમાંથી વત્સરાજ ઉપર કંકુ, અબીલ ને ગુલાલ વરસતો હતો. આ કંકુવર્ણા ઝીલતાં ઝીલતાં તેમણે હાથીને રાજ ગવાક્ષ તરફ હાંક્યો. મહારાજ પ્રદ્યોત જ્યાં ઊભા હતા, એ ગવાક્ષ પાસે જઈને હાથીએ સુંઢ ઊંચી કરી નમન કર્યું. અવંતીપતિએ એની સુંઢના અગ્રભાગ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવીને કહ્યું : “શાણો થજે અનલગિરિ !'' ને પછી વત્સરાજ તરફ જોઈને લાગણીભર્યા સ્વરે કહ્યું : “શાબાશ ઉદયન, તેં ભરતકુલને ઉજાળ્યું. અવંતીનો દરબાર તારી કદર કરશે.” સન્માન સ્વીકારતો હોય તેમ અનલગિરિએ બીજી વાર સુંઢ ઊંચી કરી, ને પછી આગળ વધ્યો. રાજ કુમારી વાસવદત્તા પોતાની સખીઓ સાથે ગવાક્ષમાં કંકુ ને ગુલાલ લઈને ખડાં હતાં. હાથી સમીપ આવતાં કંકુ ને ગુલાલનો વંટોળ ચઢો, એક રક્તરંગી વાદળ જામી ગયું ને બધાંની આંખો એથી ભરાઈ ગઈ. અચાનક એક હાથ લંબાયો, ને રાજકુમારી વાસવદત્તા ગવાક્ષમાંથી ઊંચકાયાં. હાથી વૃક્ષ પરથી ફળ લઈ લે, એમ રાજ કુમાર ગવાક્ષમાંથી હાથીના હોદ્દા પર આવી ગયાં; ને એ કંકુ-ગુલાલનાં ઘેરા વાદળ ભેદતો હાથી અવંતીની બજારો તરફ વળ્યો. ઘડીભર તો શી ઘટના બની રહી છે, એની કોઈને ખબર જ ન પડી, પણ એ કંકુની વાદળી વીખરાઈ જતાં, મુખ્ય દાસીએ આંખ ચોળતાં ચોળતાં રાજ કુંવરીને શોધવા માંડ્યાં. રાજમહેલમાં ચાલ્યાં ગયાં હશે, એમ સમજી સહુ અંદર જઈને એમને ગોતવા લાગ્યાં. અવંતીની બજારો વીંધતો હાથી ચાલ્યો જતો હતો. ધીરે ધીરે એનો વેગ વધતો હતો. લજ્જાવંતીના છોડ જેવી વાસવદત્તા સંન્યાસી જેવા ત્રીજા માણસની હાજરીથી શંકાશીલ બની હતી : રખેને પિતાજીનો કોઈ પક્ષકાર હોય ! ચતુર વત્સરાજે કુંવરીની શંકાને તરત જ પારખી લીધી અને દૂર કરવા કહ્યું : “હે મૃગલોચન ! આ પુરુષથી લજા કરવાની આવશ્યકતા નથી. એ તો આપણો 168 E પ્રેમનું મંદિર મુક્તિદૂત છે. જેના સામર્થ્ય પર જીવતા નરકાગાર સમા અવંતીના કારાગારમાંથી છૂટવા માગતો હતો, એ મારો મિત્ર અને વત્સદેશનો મહામંત્રી યૌગંધરાયણ છે !” અને સ્વામી ! આ દેવી કોણ છે ? એક તરફી પરિચય ન શોભે !” યૌગંધરાયણે હાથીને વધુ વેગમાં હાંકતાં પૂછ્યું, અવંતીના મારા નરકાગારને સ્વર્ગ સમાન બનાવનાર આ દેવી અવંતીનાં રાજકુમારી વાસવદત્તા !” “ધન્ય સ્વામી ! ધન્ય સ્વામી ! પોતાના મંત્રીની શેખીને અને રાણી માતા મૃગાવતીની મશ્કરીને આપે સાચી કરી બતાવી : ઘર ફાડવું તો મોટાનું ફાડ્યું. જુગ જુગ જીવો મારાં રાજા-રાણી !” “મંત્રીરાજ ! હજી લગ્નવિધિ બાકી છે.” ક્ષત્રિયનાં તો ગાંધર્વ લગ્ન હોય !” અવંતીની બજાર પૂરી થઈ હતી; ને હવે એના શાખાનગર વીંધતો હાથી આગળ વધતો હતો પણ એટલી વારમાં તો પાછળ પોકારો પડતા સંભળાયા : અરે, વત્સનો રાજા રાજ કુમારીનું હરણ કરીને નાઠો છે. જીવતો કે મૂએલો પકડો એને !!” | મહારાજ , હવે જ ખરી કસોટી છે; આપની ગજવિદ્યાની પરીક્ષા થવા દો” મંત્રીએ કહ્યું. રાજાએ પોતે હાથીનું મહાવતપણું સ્વીકાર્યું. મંત્રીરાજે ધનુષ્ય પર બાણ ચઢાવ્યાં. થોડે દૂર જતાં માર્ગની બન્ને બાજુ કેટલાક ઘડા નજરે પડ્યા. મંત્રીએ એક એક તીર ફેંકી બધા ઘડા ફોડી નાખ્યા. એમાંથી ઉત્કટ ગંધવાળો કોઈ રસ પ્રસરી રહ્યો. “યૌગંધરાયણ ! આ શું છે ?” મહારાજ , હેમખેમ વત્સદેશ ભેગા થવાની આ મનોવૈજ્ઞાનિક યોજના છે. હમણાં અવંતીની વાર આવી પહોંચી સમજો . એની હાથીસેનાને ખાળવાની આ કરામત છે. આ ઉગ્ર ગંધ પાસે હાથી પરવશ થઈ જાય છે. અનલગિરિને જલદી હાંકો.” અવંતીના શાખાનગર પૂરાં થયાં, ને જંગલની વાટ આવી. હાથી ભારે ઝડપથી જતો હતો. મહારાજ વત્સરાજ પણ પોતાની ગજસંચાલન કળાનું કૌશલ દાખવી રહ્યા હતા. વાસવદત્તાનું દિલ પારેવીની જેમ ધડકી રહ્યું હતું. વત્સના મંત્રીએ જોયું તો દૂર દૂર ધૂળની ડમ્મર ચડતો આવતો હતો, હાકલ-પડકારા નજીક ને નજીક આવતા સંભળાતા હતા. “વેગ કરો સ્વામી ! અલબત્ત, અવંતીના હાથીઓ પેલા રસ પાસે થંભ્યા ખરા, પણ થોડી વારમાં એ આગળ વધ્યા સમજો. કુશળ ગજનિષ્ણાતો સાથે લાગે છે. બની ઘી અને અગ્નિ D 169

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118