Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 103
________________ સામનો કરવો પડે, એના કરતાં ‘ન રહે વાંસ, ન વાગે વાંસળી !' પણ લોક-લજ્જાએ એને જ રા નબળો બનાવ્યો :વૃદ્ધ છે, કેટલાં વરસ કાઢશે ? પણ જન્મ, જરા ને મરણ કંઈ કાંઈના કાબૂમાં થોડા હોય છે કે મગધરાજના કાબૂમાં હોય ! એક વારનો સિંહ સમો દુર્ઘર્ષ રાજા શિયાળ બનીને પણ જીવી રહ્યો. કહે છે, કે અન્તિમ સમયની એની શાન્તિ ઋષિને છાજે તેવી હતી. એ વારંવાર કહેતો : હું વિષયી ભૂલ્યો. પ્રેમના મંદિર ભગવાને વારંવાર કહ્યું કે રાજવીઓ, હવે વિર ને વિકારને તજો, યોગી તે રાજા; રાજા તે યોગી, નહિ તો જગતનો નરકેસરી સંસારનો મોટામાં મોટો નરકેશ્વરી ! કોઈ જીવતાં નરક જોશે, કોઈ મર્યા પછી. ભગવાને મારી સામે દીવો ધરીને માર્ગ સુઝાડ્યો, તોય, રાજસુખના કીચડમાં ભૂંડની જેમ હું મહાલી રહ્યો. મેં એ દિવ્ય પ્રકાશનાં વખાણ જરૂર કર્યા, પણ એનો લાભ ન લીધો. બુઢાપામાંય સ્ત્રીનાં સુંવાળાં અંગોના શોખ રહ્યા. અરે ચેલ્લણા રાણીને પરણવા જતાં સુલસા જેવી સતીના બત્રીસ જોધારમલ દીકરાઓનું મોત નિપજાવ્યું. વિલાસની વેદી પર કેવાં અમૂલખ બલિદાન ! માણસ જેટલો મોટો એટલાં એનાં સુકૃત્ય-દુષ્કૃત્ય પણ મોટાં ! પાપ તો ચક્રવર્તીને પણ ક્યાં છોડે છે ? કેટલાં પાપ વર્ણવું ? ને એમાં રાજ કાજનાં જીવતર જીવનારના પાપનો તો ક્યાં પાર હોય છે ? જુવાનજોધ અભય દીક્ષિત થઈ સ્વાર્થી સંસારના સંબંધો ફગાવી ચાલ્યો ગયો, તોય મેં ઊભા ઊભા જોયા ક્યું. ભગવાને જ મારી શરમ રાખ્યા વગર મારાં કૃત્ય જોઈ કહ્યું : “ચેત, ચેત, નર ચેત !' પણ રાજા થઈને હું માણસ ફીટી ગયો હતો. હું ન સમજ્યો, ને મર્યા પછીના નરકનો જીવતેજીવ સાક્ષાત્કાર કરવાનો સમય આવ્યો ! અહા, પ્રભુની વાણી આજે બરાબર સમજાય છે : “કિસકે રે ચેલે, કિસકે બે પૂત, આતમરામ અકેલે અવધૂત !” - “આ કુણિકને જન્મતાં જ અપશુકનિયાળ માની એની માએ ઉકરડે નાખી દીધેલો. કૂકડાએ એની આંગળી પણ ઠોલી ખાધેલી. મને માયા ઊપજી ને હું એને ઉપાડી લાવ્યો. પાસપરુવાળી આંગળીને મોંમાં રાખી ચૂસી ! આ બધું મેં એના ભલા માટે કર્યું ? ના, ના, અંતરની માયાને સંતૃપ્ત કરવા કર્યું. માયાનો હું મિત્ર બન્યો, પણ માયા મારી મિત્ર ન બની ! આહ, પણ ભગવાનનાં પેલાં વચનો કાં ભૂલું ? સુખ શોખથી ભોગવ્યું તો દુ:ખ પણ એ જ ભાવે ભોગવી લે, રાજા ! તારો બેડો પાર થશે. જાગ્યા ત્યારથી સવાર ગણી લે !” - “મહારાજ અવંતીનાથ, કહે છે કે વૃદ્ધ મગધરાજે પોતાને સંસારના સહુથી મોટા ગુનેગાર લેખીને સહુ કોઈને માફી આપી; પોતાના અપરાધી પુત્રને પણ ક્ષમા આપી અને સુખ-દુ:ખ, માન-અપમાન સર્વ વિષયો પરથી મન વાળી લીધું.” ચર થોભ્યો ને વળી થોડી વારે એણે ચલાવ્યું : 174 | પ્રેમનું મંદિર છતાં લલાટમાં જે લેખની મેખ મરાઈ હોય તે કેમ મિથ્યા થાય ? કહે છે કે એક દહાડો જુવાન રાજા અજાતશત્રુ હાથમાં કુહાડો લઈ દોડતા આવતા દેખાયા. વૃદ્ધ મગધરાજને લાગ્યું કે પુત્ર મારી હત્યા કરવા આવે છે ! એ મહાન પુરુષે વિચાર્યું કે એ મને મારી નાખશે એની તો કંઈ ચિંતા નથી, પણ મારે કારણે એના કપાળે પિતૃહત્યાનું કલંક સદાકાળ ચોંટી જશે. મારું તો જે ભલું-બૂરું થયું તે થયું, પણ એ નવજુવાનની લાંબી જિંદગી શા માટે કલંકિત કરું ? અને વૃદ્ધ મગધરાજે પોતાની પાસે રાખી મૂકેલો હીરો ચૂસીને આત્મહત્યા કરી લીધી ! દેહનાં બંધન છૂટી ગયાં; આત્મા ચાલ્યો ગયો, નવા દેહની જોગવાઈ કરવા ! ગુપ્તચર સંસ્કારી લાગ્યો. એ ભગવાન મહાવીરની ધર્મ-પરિષદોમાં જનારો હતો; માત્ર શુષ્ક રાજ સેવક નહોતો. અજાતશત્રુ કુણિક કુહાડો લઈને ખરેખર પિતૃહત્યા કરવા ગયેલો ?” રાજા પ્રદ્યોતે મુખ્ય પ્રશ્ન ઉપાડ્યો. “કંઈ નિશ્ચિત રીતે કહેવાય નહિ. રાજકારણી પ્રવૃત્તિઓનાં મૂળ શોધવા સુલભ નથી. પણ પ્રજામાં બે પ્રકારની વાતો ચાલે છે : એક પક્ષ કહે છે કે હત્યા કરવો જ ગયેલ. બીજો કહે છે કે એના અંતરમાં પૂજ્ય પિતાને રિબાવ્યાનો ક્ષોભ પેદા થયો, ને હાથમાં કુહાડો લઈને--બેડીઓ તોડવા ધસી ગયો. આ તો સત્વે નિહિત *TLITયામ્ !” અવંતીપતિ ક્ષણભર વિચારમાં પડી ગયા. એમના પ્રચંડ ભાલ પર કરચલીઓના આટાપાટા દોરાઈ રહ્યા. થોડી વારે સહેજ સાવધ થઈને એમણે પૂછ્યું : પ્રજા અજાતશત્રુની વિરુદ્ધમાં હશે, કાં ? રાજ્યમાં અસંતોષ પણ હશે. આ તકનો લાભ લીધો સારો. વારુ, અજાતશત્રુ કુણિકની તૈયારીઓ કેવી છે ?” “અજબ છે.” એના આ દુષ્કૃત્યને લીધે પ્રજામાં અસંતોષ નથી ?” જરાય નહિ ! એ તો આ જગની જીવતાં લગીની માયા ! બળવાન માછલું નબળાં માછલાંને ખાઈ જાય, એ તો સંસારનો જાણે નિત્યક્રમ બન્યો છે ! આજે એ વાતને દુઃસ્વપ્ન લેખી કોઈ સંભારતું પણ નથી !' “સારું, તું ફરીથી મગધમાં પહોંચી જા, અને સમાચાર મેળવતો રહે !” ચરપુરુષ પ્રણામ કરી વિદાય થયો. અવંતીપતિ કેટલીય વાર મંત્રણાગૃહમાં એકલા એકલા આંટા મારતા રહ્યા. અવંતીનાથને મગધરાજનું મોત સુધારનારું ‘આતમરામ અકેલે અવધૂત” સૂત્ર યાદ આવી રહ્યું; પણ મન સાથે એનો કોઈ મેળ બેસતો નહોતો. વેર, બદલો, પ્રતિશોધ ! આતમરામ અકેલે અવધૂત D 175

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118