________________
પૂર વધું વહ્યું હશે.
આ તત્ત્વજ્ઞાનની પ્રતીતિ મહામંત્રી યુગંધરને તેમના પુત્રે કરી હતી. મગધના રણમેદાન પર શત્રુની ચર્ચા જોવા ગયેલો આ કુશળ જુવાન બધી માહિતી લઈને આવ્યો હતો. વત્સરાજ ઉદયન, રાણી મૃગાવતી અને મહામંત્રી યુગંધરની હાજરીમાં આ જુવાન મંત્રીપુત્રે પોતાની કથા આરંભી :
અવંતીપતિ પ્રદ્યોત અને મગધરાજ શ્રેણિક બિંબિસાર વચ્ચે જે યુદ્ધ લડાયું, એને હું યુદ્ધ નથી કહેતો, પણ માત્ર બળ અને બુદ્ધિનો ઝઘડો કહું છું.”
મંત્રીપુત્રની વાતની નવીન પ્રકારની રજૂઆતે સહુને આશ્ચર્યમાં નાખી દીધા. વાત સાંભળવાની તમામની ઇંતેજારી વધી ગઈ. મંત્રીપુત્રે પોતાની વાત આગળ ચલાવી :
વાત એવી બની, કે મગધમાં અવંતીપતિની ચઢાઈના જેવા સમાચાર મળ્યા કે તરત જ મહારાજા શ્રેણિકે પોતાની મંત્રણાસભા બોલાવી. કેટલીક ગુપ્ત વિચારણા બાદ, સહુએ આ યુદ્ધના સંચાલનની તમામ જવાબદારી બુદ્ધિનિધાન મહામંત્રી અભયકુમારને સુપરત કરી.
અવંતીપતિ કંઈ સામાન્ય લડવૈયો નહોતો. યુદ્ધ તો ખરેખર ભયંકર થવાનું. એના પ્રચંડ સૈન્યબળ પાસે ભલભલા રાજા મોંમાં તરણું લઈ અધીનત્વ સ્વીકારી સલામતી શોધતા, મહામંત્રી અભયકુમારે મધના સૈન્યને સજજ થવા આજ્ઞા આપી, પણ બીજી કંઈ વિશેષ તૈયારીઓ ન કરી. દૂત પર દૂત યુદ્ધભૂમિ પરથી આવતા. તેઓ કંઈ કંઈ સમાચાર લાવતા.
“વાવંટોળને વેગે અવંતીનું લશ્કર આવી રહ્યું છે. હવે તો કાલે પાટનગરના દુર્ગને ઘેરી લેશે. છતાં મહામંત્રી કાળઝાળ દુશ્મનને આવતો થંભાવવા રણમેદાન પર મગધની સેનાને કાં દોરતા નથી ? મગધના યોદ્ધાઓ કંઈ સામાન્ય નહોતા; છતાં તેઓ સેનાપતિમાં શ્રદ્ધાળુ હતા. મગધની પ્રજાને પણ પોતાના બુધિનિધાન મંત્રીમાં શ્રદ્ધા હતી; એ માનતી કે આ ધર્મવીર ને કર્મવીર મંત્રી એવો કોઈ ચમત્કાર કરશે કે શત્રુનું સૈન્ય વગર લચે ભાંગી પડશે.”
શ્રદ્ધાની પણ કસોટી થાય એવી કટોકટી ઊભી થઈ. કાળભૈરવ જેવા અવંતીપતિએ રાજગૃહને ઘેરી લીધું. એની સાગર સમી સેના દૂર દૂર સુધી પથરાઈ ગઈ. હાથીઓ હુંકાર કરવા લાગ્યા. અશ્વો ખૂંખારવા લાગ્યા.
રાજગૃહની સળગતી ખાઈ ઓળંગવાની ને વહેતી કાળાં જળની ખાઈ તરવાની યોજનાઓ પણ ઘડવા લાગી. રાજા પ્રદ્યોતે પોતાના ચૌદ ચૌદ ખંડિયા સામંત રાજાઓને જુદી જુદી કામગીરી પર નિયુક્ત કરી દીધા.
“મગધને રોળવાની આટઆટલી તૈયારી છતાં મહામંત્રી અભયકુમારના પેટનું પાણી પણ હાલતું નથી. છેલ્લા ચારેક દિવસથી વહેલી પ્રભાતે રાજદુર્ગ પર
108 E પ્રેમનું મંદિર
કેટલાક ધનુર્ધરો સાથે તેઓ દેખાય છે. હવામાં બે-ચાર તીર એક કાગળના કટકા સાથે ચાલ્યાં જતાં દેખાય છે. બસ, પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ આટલી, બાકી કંઈ પ્રવૃત્તિ દૃષ્ટિગોચર થતી નથી ! છતાં પ્રજા નચિંત છે, કારણ કે પોતાના પ્રાણ એક જવાબદાર વ્યક્તિના સલામતે હાથમાં મૂક્યાની એને ધરપત છે.”
“શ્રદ્ધા મોટી વસ્તુ છે. કેટલાક દિવસો બાદ અવંતીપતિની સેના મોટા ઘોંઘાટ સાથે ઘેરો ઉઠાવીને પાછી ફરી. રાજા પ્રદ્યોત તો એવા વેગથી પાછો ફર્યો કે ન પૂછો વાત ! અને રાજધાનીમાં પહોંચીને એણે ચૌદ ચૌદ ખંડિયા સામંત રાજાઓને કેદમાં પૂર્યા. એમને થયું પણ અમારો કંઈ વાંકગુનો ! બિચારા સામંત રાજાઓ તો ઇનામને બદલે કારાગૃહ મળેલું જોઈ આભા બની ગયા.”,
| બીજે દિવસે એમને ન્યાયસભામાં ઊભા કરવામાં આવ્યા, ત્યારે બધો ભેદ ખૂલ્યો. રાજા પ્રદ્યોતે કહ્યું : “રણમેદાન પર આવીને શત્રુ સાથે ભળી જવાનો ભયંકર દેશદ્રોહ તમે કર્યો છે. એની સજા તો દેહાંત દંડની જ હોઈ શકે.*
પણ મહારાજ અવંતીપતિ પાસે એનું કોઈ પ્રમાણે તો હશે ખરું ને ?” ખંડિયા રાજાઓએ પૂછ્યું.
જરૂર, જુઓ આ તમારો છૂપો પત્રવ્યવહાર. ને તમારા તંબુ નીચેથી નીકળેલું આ જરજવાહર !”
અવંતીપતિના ઇશારા સાથે એ બધું ત્યાં હાજર કરવામાં આવ્યું. ઘડીભર ચૌદ સામંત રાજાઓ એ જોઈ રહ્યા. તેઓ વાતનો ભેદ તરત પામી ગયા. મગધના મહામંત્રી અભયકુમાર બુદ્ધિનિધાન હતા. ભારે બનાવટ કરવામાં આવી હતી. એ પત્રો મગધના મહામંત્રી અભયે જ લખેલા હતા. એમાં જે સામંત રાજાઓ મગધને જિતાવી દે તેને ઇનામ આપવાની વાત હતી. આ પત્રોમાં કોને અવંતીનો કયો ભાગ આપવો. ને કોને મગધનો કયો ભાગ આપવો ને કોને રોકડ જરજવાહર કેટલું આપવું તેનો સ્પષ્ટ ઉલ્લેખ પણ હતો. કેટલાકને તો તે પહોંચાડી દીધાની વાત પણ એમાં હતી.”
રાજા પ્રદ્યોત પણ દુનિયાનો ખાધેલો માણસ હતો. આવા પત્રલેખના પ્રપંચો ચાલ્યા કરતા હોય છે. રાજાએ ખાતરી કરવા જેને જેને જરજવાહર પહોંચાડ્યાની વાત હતી, તેને ત્યાં તપાસ કરી, તો જેને પહોંચાડ્યું હતું તેના તંબૂ નીચે ખોદતાં એ મળી પણ આવ્યું હતું. રજૂ થયેલું જરજવાહર એનો પ્રત્યક્ષ પુરાવો હતો. કહો, આથી વધુ સાબિતી શું જોઈએ ?”
પણ મહારાજ , આ તો તરકટ છે. મહામંત્રી અભયકુમાર બુદ્ધિનિધાન કહેવાય છે. હજાર લશ્કરોનું બળ એક એના મસ્તિષ્કમાં ભર્યું છે.” “હું બધું જાણું છું. ભગવાન મહાવીરની પરિષદામાં મારી જેમ એ પણ
બળ અને બુદ્ધિનો ઝઘડો | 109