________________
18
સારમાણસાઈનું દુઃખ
ભરતકુલભૂષણ વત્સરાજ ઉદયન કૌશાંબીના સિંહાસને બિરાજ્યા છે. એમણે તો ગાદીએ આવતાં જ ભારે ઠાઠ જમાવ્યો છે. માતા મૃગાવતી ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘમાં ભિક્ષુણી બન્યાં છે. મહામંત્રી યુગધર પણ કાયાનું કલ્યાણ કરવા અરણ્યમાં ચાલ્યા ગયા છે. સૂર્યનું સ્થાન અગ્નિ લે તેમ, મંત્રીપુત્ર યૌગંધરાયણ વત્સદેશના મંત્રી બન્યા છે..
| બાલરાજા ને બાલમંત્રીને જોઈ રાજા પ્રઘાત મનમાં મલકાતો હતો, કે આવાં છોકરાંઓથી તે રાજ કાજના મામલા ઉકેલાયા છે કદી ! આજ નહિ તો કાલે, તેઓને મારું શરણ લીધે જ છૂટકો છે ! વળી આ તરફ હું છું, બીજી તરફ મગધનું બળિયું રાજ છે, એટલે પણ મને નમ્યા સિવાય અને મને ભજ્યા સિવાય એમનો બીજો આરો કે ઓવારો નથી. વગર જીત્યે એ જિતાયેલો જ છે. વગર હણ્ય એ હણાયેલો જ છે !
પણ રાજા પ્રદ્યોતને વિચિત્ર અનુભવો થવા લાગ્યા. એની ગણતરી ખોટી પડતી લાગી. જે દૂત આવતો એ વત્સરાજનાં વખાણ કરતો અને કહેતો કે ત્યાં નબળાને અને સબળાને સરખો ન્યાય ને સરખું શાસન મળે છે.
રાજા ઉદયન પરદુઃખભંજન રાજવીનો અવતાર બન્યો છે; રાતે અંધારપછેડો ઓઢી પ્રજાની ચર્ચા જોવા નીકળે છે.
આીઓ એનાં પરાક્રમનાં ગીત જોડીને મહોલ્લે મહોલ્લે ગાય છે. દંતકથાઓમાં તો એ દેવ બન્યો છે. એક વારની વાત છે. રાજા રાત્રિચર્ચાએ નીકળ્યો હશે. કૌશાંબીના ગઢની દક્ષિણ બાજુથી કોઈ સ્ત્રીનો રુદનસ્વર આવતો સંભળાયો. વત્સરાજ એકલા જ હતા. સિંહને અને ક્ષત્રિયને વળી સાથ કેવા ? એકલા જ તપાસ માટે એ એ દિશામાં ચાલી નીકળ્યા.
અંધારી ઘોર રાત. બિહામણી વાટ. માર્ગમાં દડાની જેમ ખોપરીઓ રઝળે. રાની પશુ ને પક્ષી ભૈરવી બોલી બોલે, પણ ડરે એ બીજો, પાષાણ હૈયાને વીંધે તેવું કોઈ સ્ત્રીનું રુદન સંભળાઈ રહ્યું હતું. વત્સરાજ તો એ સ્વરની દિશામાં ચાલતા ચાલતા એક મોટી ગુફા પાસે આવી પહોંચ્યા. નરમાંસની ગંધ એમને અકળાવી રહી. મન થયું કે લાવ પાછો ફરી જાઉં ! હશે કોઈ અઘોરીનું અઘોર કર્મનું ધામ !
પણ રુદનના સ્વરો હૃદયદ્રાવક હતા. એક રાજા તરીકે એમની શી ફરજ હતી ? જો સાહસથી પગ પાછો ભરે તો કત્રિય શાનો ? પ્રજાના સુખદુઃખ વખતે ભાગી છૂટે એ રાજા પ્રજાનો પ્રેમી શાનો ? વત્સરાજે નાકે ડૂચો દઈ અંદર પ્રવેશ કરતાંની સાથે આખી પરિસ્થિતિ પલટાતી લાગી. સુંદર એવી ગુફા હતી. અંદર મીઠી મીઠી હવા વાતી હતી. સુંદર સુગંધિત વેલફૂલોની કુંજ હતી. એમાં સોળે શણગાર સજેલી એક સુંદર સ્ત્રી બેઠી બેઠી ૨ડતી હતી. છીપમાંથી મોતી ગરે એમ એની સુંદર સુંદર આંખોમાંથી અશ્રુ ગરતાં હતાં.
વત્સરાજને જોઈને એ સુંદરી જરા થડકી ગઈ. પછી એણે કહ્યું: “કાળા માથાના માનવી, તું કોણ છે ?”
“તું કોણ છે ?” વત્સરાજે સામો પ્રશ્ન કર્યો. “હું રાયસની પુત્રી અંગારવતી !" “રડે છે શા માટે ?”
“મારા બાપનાં બૂરાં કૃત્યો નીરખીને, અરે, એ જાનવરોને મારે એ તો ઠીક, પણ માણસનેય મારીને ખાઈ જાય છે ! એના દિલમાં દયા નથી, પ્રેમ નથી, માનવતા નથી. મેં વિરોધ કર્યો તો મને પણ અહીં કેદ કરી રાખે છે, ને સતાવે છે. તમે કોણ છો ?”
“હું પૃથ્વી પરથી પાપીઓનો ભાર ઓછો કરનાર એક શૂરવીર ક્ષત્રિય છે. આજે એ રાક્ષસનાં સોએ સો વર્ષ પૂરાં થયાં સમજો !”
ના, ના, વીર પુરુષ ! એ એવો બલિષ્ઠ છે, કે તું એને હરાવી શકીશ નહિ. તારું રૂપ ને તારી સુંદર મુદ્રા કહી આપે છે, કે તું કોઈ ભદ્ર પુરુષ છે. જલદી ચાલ્યો જા અહીંથી ! તારા જીવિતને પ્રિય લેખતો હોય તો આ કાળગુફામાંથી જલદી ભાગી છૂટે !
કેસરીસિંહ નાનો હોય છે, છતાં મદમસ્ત હાથીનાં ગંડસ્થલ ચીરી નાખે છે. ભદ્ર સુંદરી, હું અહીંથી પાછો ફરું તો મને જન્મ આપનારી ક્ષત્રિયાણીનું દૂધ લાજે . ક્ષત્રિયને જીવિતનો મોહ ન હોય, કર્તવ્યનો ચાહ હોય.”
રાયસપુત્રી અંગારવતી વત્સરાજને પાછો ફરવાને સમજાવી રહી હતી, ત્યાં
સારમાણસાઈનું દુઃખ 125