________________
“વારુ, રાણીજી ! ચલાવો તમારું કવિત્વ. પણ જોજો, રાજદરબારના કવિઓનાં પેટ પર રખેને પાટુ મારતા. એ બિચારા તો કવિત્વના જોર પર જ જીવન જીવે છે. બીજી કશી આવડત એમને હોતી નથી. ચંદ્રને મુખચંદ્ર અને તરણાનો ડુંગર કરવો એનું નામ જ એમનું કવિત્વ. બાકી તો ઈશ્વર સિવાય બીજા કોની કવિતા કરવા જેવી છે ? સમજ્યાં, કવિરાણી ?”
રાક્ષસપુત્રી અંગારવતી હાથમાં રહેલા લીલા-કમળથી મહારાજને મારી રહી. રણાંગણમાં તીરણ ભાલાના પ્રહારથી જરા પણ આકુળવ્યાકુળ ન થનાર મહારાજ ઉદયન આ લીલા-કમળના મારથી ત્રાહ્યતોબા પોકારી ઊઠ્યા. એમણે રાણીજીને કહ્યું : “માફ કરી દેવી ! હવે તમારી મશ્કરી નહિ કરીએ. ગમે તેવા કઠોર શાસનવાળો ચક્રવર્તી પણ ગુનેગારને પ્રથમ અપરાધની ક્ષમા બક્ષે છે. અમારો આ અપરાધ પહેલો જ છે, એટલું વત્સદેશનાં સમ્રાજ્ઞી લક્ષમાં લે, એવી નમ્ર અરજ છે.”
રાજાના રાજ્યની વાત છોડો. અહીં તો રાણીજીનું રાજ ચાલે છે, શિક્ષા અવશ્ય થશે.”
ત્યારે ફરમાવો અપરાધીને શિક્ષા ! ગુનેગાર નતમસ્તકે હાજર છે.” ઉદયને મસ્તક નમાવી કહ્યું.
- “આજ સાંજ થતાં થતાં અહીં તમારે ઉપસ્થિત થઈ જવું. વત્સદેશનાં સમ્રાજ્ઞીની વેણી આ બકુલ પુષ્પથી ગૂંથવી ને એમાં પારિજાતકની કલગી પરોવવી અને પછી એમને બે હાથમાં ઊંચકીને ફૂલહિંડોળ પર ઝૂલે ઝુલાવવાં. શિક્ષા કડક છે, હોં ! અપરાધી પ્રત્યે દયા અમે સમજ્યાં નથી !” ને રાણી અંગારવતી બોલતાં હસી પડ્યાં. જાણે ચંપા પરથી ચંપકપુષ્પની કળીઓ ઝરી.
“પણ દયા એ તો રાજવીનો ખાસ ગુણ છે. માનનીય રાણીજીએ અપરાધી ઉપર રહમ કરવા એક ઋતુગીત ગાવું, જેથી અપરાધીનો અપરાધ સાર્થક બને.”
વિનંતી સ્વીકારવામાં આવે છે.” ને રાણીજીએ મહારાજના હાથને પોતાના બે હાથે વચ્ચે જકડી લઈ એમને બાગમાં દોર્યા.
સંસારમાં સર્વત્ર જાણે મદનનું સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં જ્યાં મદન પોતાની આણ વર્તાવે છે, ત્યાં ત્યાં રસિક સ્ત્રી ચક્રવર્તીપદ ભોગવે છે. પુરુષ ભલે કઠોર ભૂમિકાભર્યા પ્રદેશોમાં પોતાની આણ વર્તાવતા હોય, પણ સુકુમાર ગૃહજીવનની સમ્રાજ્ઞી તો સ્ત્રી જ છે. આવા આવા વિચારોમાં રસિયા વત્સરાજ ઉદયન એટવાતા હતા, ત્યાં દાસીએ આવીને નિવેદન કર્યું :
“મહારાજ , વનપાલક આવ્યો છે; આવશ્યક સંદેશ સાથે ઉપસ્થિત થયો છે.” જલદી મોકલી આપ, દાસી !” વત્સરાજ ઉદયને કહ્યું.
તરત જ વનપાલક આવીને પ્રણામ કરીને ઊભો રહ્યો. વત્સરાજની આજ્ઞા થતાં એણે કહ્યું : “પૃથ્વીપતિ, આપણા ઉપવનોમાં કોઈ વિચિત્ર હાથી આવ્યો છે. એને શસ્ત્ર કંઈ કરી શકતાં નથી. ચાલાકીમાં એ કોઈથી છેતરાય એવો નથી. હાથણીઓથી ન લોભાય એવો એ નઠોર બ્રહ્મચારી છે. એની ક્રીડાઓથી ઉપવનોનું સત્યાનાશ નીકળી ગયું છે. રાજસૈનિકોની કંઈ કારી ફાવતી નથી.”
“દિલને ઉત્સાહ આપે એવા સમાચાર છે. ઘણા દિવસે આવા હાથી સાથે ગેલ કરવાનો પ્રસંગ મળ્યો છે. વત્સરાજને વશ ન થાય એવો હાથી તે વળી કોણે જોયો છે ?”
“મહારાજ , સામાન્ય હાથી જેવો આ હાથી નથી લાગતો. ચેતીને ચાલવા જેવું છે.” વનપાલકે કહ્યું.
“ક્ષત્રિયો ચેતીને ચાલશે તો વૈશ્ય અને એની વચ્ચે ભેદ શો રહેશે ? સાહસ એ તો ક્ષત્રિયોનો સ્વભાવ છે.” ઉદયને કહ્યું.
પણ મહારાજ ! તમે કહેતા હતા કે ભગવાન મહાવીરે રાજાને સુખી થવું હોય તો સાત વસ્તુથી દૂર રહેવાનું કહ્યું છે : એમાં મદ્ય, માંસ ઉપરાંત મૃગયા પણ છે ને ! મૃગયા એટલે શિકાર. હવે એ છોડવો ઘટે. સાધ્વી માતાને આ વાતની જાણ થશે તો તેમને દુઃખ નહિ થાય ?” રાણીએ વચમાં નવી વાત ઉમેરી.
“રાણી, એ તો નિરપરાધી મૃગ જેવાં જીવોને મારવા માટે નિષેધ છે; આ તો અપરાધીને દંડ દેવાનો છે. આ મૃગયા ન કહેવાય; આ તો રાજધર્મનું પાલન કહેવાય, આતતાયીને રાજ દંડ કહેવાય.”
“ચતુર માણસોને શબ્દોના અનેક અર્થ કરતાં આવડે છે. સારું, સિધાવો ને સફળ થાઓ, પણ પેલી સાંજની સજા વિશે વિસ્મરણ થવું ન ઘટે.” રાણીએ કટાક્ષ કરતાં કહ્યું.
રાણીજી, વત્સરાજ ઉદયન એકવચની છે.”
અંગારવતી અંદરના ખંડમાં જઈને ધનુષ્ય-બાણ તથા બખ્તર લઈ આવી ને બોલી : “આજ તો હું પોતે આપને મુગટ પહેરાવીશ ને બખ્તર પણ હું જ સજાવીશ. નાથ ! એટલી સેવા કરવાની દાસીને અનુજ્ઞા મળવી જોઈએ.”
“અરે, સમ્રાજ્ઞીને વળી આ દીન-ભાવ કેવો ? ઘડી પહેલાંનાં સમ્રાજ્ઞીની આ કેવી રંકવૃત્તિ !!? -
‘સ-નાથ સ્ત્રી પાસે સમ્રાજ્ઞીનો રુઆબ હોય છે. નાથ વિનાની એકલી નારી કીડીથી પણ કમજોર બની રહે છે.” રાણીએ બખ્તર તથા ધનુષ્ય-બાણ પહેરાવતાં કહ્યું.
ઘડી પહેલાં રસિક સ્ત્રીના ચરણસેવક થઈને રસવિનોદ માણી રહેલા મહારાજ ઉદયન વત્સરાજ જોતજોતામાં ઉપવનમાં પહોચી ગયા અને તાતાં તીરો વેરતા
140 | પ્રેમનું મંદિર
વત્સરાજ અને વનરાજ | 141