________________
બંધાયેલું છે. સઘળી રચના કર્માનુસારી છે. પેલાં મૃત્યુ પામનારાં ૫૦૧માંથી પેલો સોની તથા સોનીએ મારેલી સ્ત્રી બંને એક બ્રાહ્મણને ત્યાં ભાઈ-બહેન તરીકે પેદા થયાં, સોની બહેન થયો, ને સ્ત્રી ભાઈ થઈ. સતી થનારી પેલી ૪૯૯ સ્ત્રીઓ એક ભીલપલ્લીમાં ભીલ તરીકે જન્મી, ને લૂંટનો ધંધો કરવા લાગી.
બ્રાહ્મણના ઘેર પુત્રી તરીકે જન્મેલો સોનીનો જીવ ભારે કામી હતો. જન્મતાંની સાથે જ દીકરી ભારે કજિયાળી નીવડી. ગમે તેટલું કરો તોય છાની ન રહે, સહુ થાક્યાં. એ વખતે એ એની બેનને રમાડવા લાગ્યો. ભાઈએ બેનના શરીર પર હાથ ફેરવવા માંડ્યો, ને ફેરવતાં ફેરવતાં જેવો એના અધોભાગ પર હાથ આવ્યો કે બેન ચટ રહીને છાની રહી ગઈ.
- “બામણ અને બામણી ઘણાં ખુશી થયાં. બંને ભાઈ-બેન આ રીતે મોટાં થવા લાગ્યાં. પણ એક વાર બ્રાહ્મણ દંપતીને ભાઈને બેનના ગુપ્ત શરીરને આ રીતે સ્પર્શ કરતો જોઈ ક્રોધ ચઢયો ને કુલક્ષણી દીકરાને ઘરમાંથી હાંકી કાઢવો.
“જન્મથી જ કામક્રોધની એનામાં ભરતી હતી. એ જઈને પેલા ૪૯૯ ચોરોમાં ભળી ગયો. થોડા વખતમાં તો એ એમનો આગેવાન થઈ પડ્યો.”
એક દિવસની વાત છે. પાંચસો ચોરોએ ચંપાનગરી લૂંટી. આ વખતે પેલી રૂપ-યૌવન ભરી બ્રાહ્મણ-બાળા (પૂર્વ ભવનો સોની) કોઈ પ્રેમીની પાસે જતી હશે. પેલા ચોરો એને ઉપાડી ગયા અને પોતાની પાસે રાખી એની સાથે ભોગ ભોગવવા લાગ્યા. આમ દિવસો વીતી ગયા.
“એક દિવસ કૂર લૂંટારુઓના હૃદયમાં દયાનું ઝરણ ફૂટ્યું. તેઓને વિચાર આવ્યો કે આપણે પાંચસો પુરુષો ને આ એક જ સ્ત્રી; નિરર્થક મરી જ શે તો સ્ત્રીહત્યા લાગશે !
તેઓ ફરી લુંટમાં ગયા ત્યારે બીજી એક સ્ત્રીનું અપહરણ કરી લાવ્યા.”
તમને સાંભળીને આશ્ચર્ય લાગશે, પણ પેલી પાંચસૌ સાથે ભોગ ભોગવનારી સ્ત્રીને પોતાની આ શોક્ય ખટકી ! એણે એક વાર લાગ મળતાં એને પકડીને કૂવામાં નાખીને મારી નાખી ! ભોગનું કેવું પરિણામ !”
પ્રભુ થોભ્યા. ત્યાં અચાનક એક પલ્લીપતિ જેવો જુવાન ઊભો થઈને પ્રશ્ન કરી રહ્યો : - “પ્રભુ, શું આ સ્ત્રી તે જ પેલી બ્રાહ્મણબાળા ?”
હા, ભાઈ ! તે જ .” પ્રભુએ જવાબ વાળ્યો.
તો પ્રભુ ! હું ભગિનીભોગી થયો. પેલા બ્રાહ્મણનો બાળક તેને હું જ ! ૪૯૯ ચોરોનો જમાદાર ! મેં બેનને ભોગવી. પ્રભુ મને આશ્રય આપો ! મને પાપીને તારો !”
120 | પ્રેમનું મંદિર
‘ભાઈ તું ૪૯૯ ચોરોનો જમાદાર હશે, પણ અહીં બેઠેલ કેટલાય ઊજળા લાગતા જીવો ચોરોના પ્રચ્છન્ન સરદાર છે. કામરૂપી ચોર, ક્રોધરૂપી ચોર, માથા ને મોહરૂપી ચોર એમના અંતરમાં બેઠા છે, પણ તેઓની વચ્ચે ને તારી વચ્ચે ફેર માત્ર એટલો છે કે તેઓએ કપડાં શાહુકારનાં પહેર્યા છે, બાહ્ય વર્તન સજ્જન જેવું રાખ્યું છે, એટલે છન્નચોર ઝટ પકડાતા નથી. શરમ ન કરીશ, ભાઈ ! પશ્ચાત્તાપ એ પુણ્યના પ્રાસાદમાં પ્રવેશવાનું પહેલું પગથિયું છે. જો માણસ પોતાના પૂર્વજન્મો જોઈ શકે તો સંસાર પરની કેટલી આસક્તિ છાંડી દે ! આસક્તિ માણસ પાસે શું શું અકાર્ય નથી કરાવતી ! માટે ધર્મને સમજવો; અને સમજીને સંઘરવો નહિ પણ અનુસરવો. પાપને પાપ તરીકે સ્વીકારવામાં શરમ નથી. પાપને પુણ્ય તરીકે સ્વીકારવામાં જ શરમ છે.”
ભગવાનની આ વાણી સહુનાં અંતરમાં બુઝાયેલી આતમજ્યોતને જગાવી રહી. સહુ પોતાનાં અંતર ખોજી રહ્યાં.
રાણી મૃગાવતી આપોઆપ પોતાના જીવનની આલોચના કરી રહ્યાં. હાથે કરીને પોતાનું જીવન પોતે કેવું કૃત્રિમ, બનાવટી કરી મૂક્યું હતું ! વાણી, વિચાર ને વર્તન એ ત્રણે એકબીજા સાથે કેવી છેતરપિંડી આચરી રહ્યાં હતાં ! વરના વિચારમાં પોતે શું શું નહોતું કર્યું ? રાણીની શુદ્ધ બુદ્ધિ જાગી ગઈ. આજ એણે જીવનની સોનેરી સંધિ નીરખી. એ પરિષદામાં ખડી થઈ ગઈ, ને નત મસ્તકે બોલી :
હે તરણતારણ દેવ ! પહેલી ગુનેગાર તો હું છું. એક તરફ મેં તમારો પ્રેમ ને ક્ષમાનો ધર્મ અપનાવ્યો, બીજી તરફ વેરધર્મની પ્રતિષ્ઠા કરી રહી. માણસે ચોર, બન્યો છે. ચોર તો કાળી રાતે ચોરી કરે, આણે તો ધોળે દહાડે ચોરી શરૂ કરી છે. મોં પર વચન જુદું, અંતરમાં રટણ જુદું, વર્તન તો વળી સાવ જુદું. હું માનતી કે દુ:ખને કોઈ દેવતા મોકલે છે, પણ ના. દુઃખ ક્યાંયથી આવતાં નથી, અમે જ પેદા
ક્ય છે. અમારાં પોતાનાં જ એ સંતાન છે. જુઓ ને, કદરૂપાંથી કંટાળો આવે છે. રૂપવાન અમને ગાંઠતા નથી. કહેવાઈએ રાજા અને રાણી, પણ સાચું પૂછો તો ગરીબ જેટલું સુખ પણ અમારે નસીબ નથી ! હું પહેલી ગુનેગાર છું. અત્યાર સુધી સ્ત્રીચરિત્રથી જેને ઠગતી રહી છું, એવા રાજા પ્રદ્યોતને હું આજ ભરી પરિષદામાં ખુમાવું છું, આશા છે કે મારા અપરાધની તેઓ ક્ષમા આપશે.”
મૃગાવતીએ રાજા ચંડપ્રદ્યોત સામે હાથ જોડ્યા. રાજા ચંડપ્રદ્યોત વિચાર કરી રહ્યો :
ક્ષમાં અને પ્રેમ મહાવીરના ઉપદેશનો મર્મ, ક્ષમા વણમાગી આપવાની હોય તો ત્યાં માગી કેમ ન અપાય ? એ ક્ષમાના આરાધનના પ્રતાપે તો વીતભયનગરના રાજા ઉદયન પાસેથી હું છૂટી શક્યો હતો, જીવન મેળવી શક્યો હતો. આજ
પ્રેમનું મંદિર : મહાવીર [ 121