Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 74
________________ ઊગરવાના કોઈ ઉપાય જડતા નહોતા. ખેલ હાથી અને મગરનો થયો હતો. હાથી એવા કાદવમાં ખૂંચ્યો હતો કે એનાથી પીછેહઠ શક્ય નહોતી. ને મગરે એવા દાંત ભિડાવી દીધા હતા કે હવે છોડવા ચાહે તોય છોડ્યા છૂટતા નથી ! આ ગજબંધ મૃત્યુ વિના કોણ છોડાવે ? અભિમાની હંમેશાં પોતાના માનને જુએ છે, સમાધાનને નહિ. સ્વમાનથી સામે ઘા દઈને ને સામી છાતીએ ઘા ઝીલીને મરવાનો સહુએ સંકલ્પ ર્યો ! આમ શત્રુરૂપી દવમાં આખું કૌશાંબી ભરખાઈ રહ્યું હતું, ત્યાં એકાએક શાન્તિના સમીર વાયા. દિશાઓમાં જાણે નવમેઘ આવ્યા હોય એવા, શ્રમણ ભગવાન મહાવીર કૌશાંબીના ઉદ્યાનમાં પધાર્યા. અગ્નિભરી મરભૂમિમાં જાણે શાન્તિની સરિતા એકાએક રેલી રહી. - રાણી મૃગાવતીને દ્વારપાલે આ વૃત્તાંત નિવેદિત કર્યો. મુંઝાઈ બેઠેલી રાણી પ્રફુલ્લિત થઈ ઊઠી. એણે નિરાધારના નાથને ઉદ્ધારવા આવતા દીઠા. પોતાનું અભિમાન, છળ, બુદ્ધિ, બળ બધું થાકી ચૂક્યું હતું, ત્યાં અનાથોના નાથ આંગણે પધાર્યા. એણે મહામંત્રીને આજ્ઞા કરી : દુર્ગનાં દ્વાર ખોલાવો. ભગવાનનાં દર્શને જઈએ.' પણ રાણીજી , બહાર તો કાળમુખો શત્રુ બેઠો છે !'' ભલે બેઠો. વસુધા પર સુધાની સરિતા વહેતી હોય, પછી હળાહળની પણ શી પરવા ? જેની ચરણરજથી રોગ નાશ પામે, જેના કૃપાકટાક્ષથી ગ્રહો કુટિલતા તજે , જેની દૃષ્ટિમાત્રથી વાઘ ને બકરી મૈત્રી સાથે એ આ પ્રેમમંદિર પ્રભુ છે. આપણે દંભી, સ્વાર્થી ને કુટિલ બની પવિત્ર પ્રેમમય જીવનની અમોઘ શક્તિ ભૂલી ગયા છીએ. પરમ તારણહારનાં પગલાંમાં કાં તો આપણો નાશ થાય છે, કાં આપણો ઉદ્ધાર ! એક રીતમાં આપણો કંઈ ખોવાનું નથી.” “પણ રાણીજી, આપણને પણ અક્કલ-બુદ્ધિ છે. એ માનવબુદ્ધિ કંઈ વાપરવાની ખરી કે નહિ ? કે પછી બસ, આંધળા થઈને ઝંપલાવી દેવાનું ?” - “મહામંત્રીજી, તમે દુનિયાના રાજ શાસનના દોર ચલાવ્યા છે. હું તો સ્ત્રી છું. પણ એક વાત શીખી છે કે જ્યાં માનવબુદ્ધિ મૂંઝાઈને ઊભી રહે, આપણા ડહાપણની સીમા આવીને ખડી રહે, ત્યાં વિશ્વાસને પાત્ર પૂજનીય વ્યક્તિમાં આપણી સર્વ આકાંક્ષાઓ, નિર્ણયો, આગ્રહો સમર્પિત કરી દેવાં ! મંત્રીજી, રાજા પ્રદ્યોત પોતાને ભગવાનનો ભક્ત કહાવે છે !વખત કસોટીનો છે. કાં એની ભક્તિ સાચી ઠરે છે, કાં એની ભક્તિની ફજેતી થાય છે !” મહામંત્રી કંઈ ન બોલ્યા. કહેવાનું મન તો ઘણું થયું કે નિશાળમાં એક ગુરુના હાથ નીચે સો નિશાળિયા હોય, એથી શું બધાને સમાન વિદ્યા વરશે ? વળી આ 116 પ્રેમનું મંદિર વાત ગઈ કાલે કાં યાદ ન આવી ? આ તો વાર્યાનું જ્ઞાન નથી, હાર્યાનું જ્ઞાન છે. છતાં ભલે, ભૂંડા બહાને મરવું એના કરતાં સારા બહાને મરવું સારું. મહામંત્રી યુગધરે સેનાને કેસરિયાં માટે તૈયાર રહેવા આદેશ આપ્યો. સ્ત્રીબાળને ગુપ્ત રસ્તે બહાર ચાલ્યા જવા હુકમ કર્યો ન કર્યો ને કૌશાંબીના દુર્ગના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. એ દ્વારમાં થઈને રાણી મૃગાવતી સાદાં વસ્ત્રો સજી ભગવાનના દર્શને જવા નીકળ્યાં. શ્વાસોશ્વાસ થંભાવીને માનવી નીરખી રહે એવી આ ઘડી હતી. પ્રત્યેક ઘડી જાણે અસ્તિ-નાસ્તિને લઈને વીતતી હતી. હમણાં અવંતીની બળવાન યમસેના નગરમાં ધસી સમજો ! હમણાં ઝાટકા ઊડ્યા સમજો ! ભર્યું ભર્યું નગર હમણાં સ્મશાન બની ગયું માનો ! પણ પળેપળ અજબ શાંતિ સાથે વીતતી ચાલી. બીજી તરફ અશોક વૃક્ષ નીચે બેઠેલા શ્રમણ ભગવાન મહાવીરની અમૃતવાણી વાતાવરણમાં ગુંજી રહી. શરદના ચંદ્ર જેવા ભગવાનના મુખમાંથી સુધા ઝરતી હતી. એમની પરિષદામાં રાણી મૃગાવતી આવીને સ્વસ્થાને બેઠી. એણે માર્ગમાં જ જોયું હતું કે એક હંસનું નાનુંશું બચ્ચું બિલાડી સાથે ગેલ કરી રહ્યું હતું. એમણે મંત્રીરાજને ઇશારાથી બતાવ્યું કે જુઓ, અલૌકિક વિભૂતિઓના નિર્મળ જીવનનો આ પ્રભાવ ! આપણે તો જન્મથી જ જુદે, વંચના ભર્યું ને દંભી જીવન જીવ્યા; પળેપળ પ્રપંચથી વિતાવી. કામ, ક્રોધ, અહંકારને પેટના પુત્રની જેમ પાળ્યા, ને દયાં, પ્રેમ, અહિંસાને ઓરમાન દીકરા જેવા જાણ્યાં, સાચા જીવનપ્રભાવની આપણને કશી ગમ ન રહી.. શ્રમણ ભગવાન મહાવીરનાં ચાતકશ નયન એક વાર રાણી મૃગાવતી ઉપર ને બીજી વાર સામે જ બેઠેલ રાજા પ્રદ્યોત પર ફરી ગયાં. એ દિવ્ય પ્રકાશમાં રાણીએ ઊંચે જોયું તો સામે જ રાજા ચંડપ્રઘાત ! અરે, કાળનું કેવું પરિબળ ! યમરાજ જેવો રાજા નમ્ર બનીને ભક્તિવંત ગૃહસ્થના લેબાસમાં આવ્યો હતો. લોકો એને ચંડ કહેતા, પણ અહીં તો એ પરમ શાંતિનો અવતાર થઈને બેઠો હતો ! ભગવાનની વાણી એના અંતરને સ્પર્શતી હોય એમ એના ચહેરા પરથી દેખાતું હતું. માનવી પણ પરિસ્થિતિનો ગુલામ છે ને ! આસોપાલવનાં પાન ધીમી હવામાં સહેજ ખખડડ્યાં. ભગવાનની વાણીમાં એવો જ સ્વાભાવિક પલટો આવ્યો, ભરી પરિષદમાં કોઈને એ વાતની જાણ ન થઈ, પણ રાણી મૃગાવતી અને રાજા પ્રદ્યોતનું અંતર હોંકારા ભણવા લાગ્યું. પ્રેમના મંદિરશા પ્રભુ બોલ્યા : હે મહાનુભાવો, વય ને યૌવન પાણીવેગે ચાલ્યાં જાય છે. ચાળણીમાં પાણી પ્રેમનું મંદિર : મહાવીર ] li7

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118