Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 56
________________ ચિતારો પણ દત્તચિત્ત હતો. એ વિચારતો હતો કે મારે પણ પ્રદ્યોત જેવા રાજવીની જરૂર છે. રાત આગળ વધી હતી. ક્ષિપ્રાનાં જળ ચૂપચાપ ચાલ્યાં જતાં હતાં, ને વણઝારાની પોઠોના વૃષભોની ઘંટડીઓ મધુર રીતે રણકી રહી હતી – જાણે નિશાસુંદરી પોતાના કોઈ પ્રીતમની આરતી ઉતારી રહી હતી. શિષ્ય ઉત્સુકતામાં કહ્યું : ‘ગુરુદેવ ! વાત આગળ વધારો. કામ-ક્રોધનાં તોફાન !' ગુરુએ કહ્યું : ‘રાત ઘણી આગળ વધી ગઈ છે.' “ચિંતા ન કરશો, ગુરુદેવ !’ સાધુની રાત્રિ તો દિવસ જેવી હોય છે.’ શિષ્યે કહ્યું. ગુરુએ વાત આગળ ચલાવી : “પાકશાળાનો વડો અધિકારી રાજા પ્રદ્યોતને પૂછવા ગયો. કોઈ દિવસ નહિ ને આજ થતી પૂછપરછના કારણ વિશે રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું. પાઠશાળાના વડાએ બધી વાત વિગતથી કહી સંભળાવી. પ્રપંચમાં રાચી રહેલા પ્રદ્યાતે મનમાં વિચાર્યું કે ૨ખેને ખોરાકમાં ઝેર આપવાની આ નવી તરકીબ હોય, માટે મારે પણ આજે ઉપવાસ કરવો હિતાવહ છે.” “એણે કહ્યું : ‘અરે, હું પણ નિગ્રંથ ભગવાન મહાવીરના ધર્મનો અનુયાયી છું. મારી તો આ દુર્દશામાં મતિ જ મૂંઝાઈ ગઈ છે. વ્રતની વાત પણ યાદ ન રહી ! જા, તારા રાજાને કહેજે કે મારે પણ આજે નિર્જળો ઉપવાસ છે." “પાકશાળાના વડાએ અથથી તે ઇતિ સુધી બધી વાત વિસ્તારીને રાજાને કહી. રાજા ઉદયન એકદમ વિચારમાં પડ્યો : “અરે, આ પ્રદ્યોત તો મારો સહધર્મી થયો. આજ તો મારે સાંવત્સરિક ક્ષમાપના કરવાની છે. પ્રેમીની સાથે ક્ષમાપનાની શી કસોટી ? ખરી ક્ષમાપના તો વેરી સાથે શોભે ! એને ખમાવું નહિ તો – ક્ષમા લઉં અને ક્ષમા દઉં નહિ તો – મારી પર્વ – આરાધના કેમ પરિપૂર્ણ થાય ?' રાજા ઉદયને એકદમ મંત્રીઓને બોલાવ્યા, ને વિચારણા કરવા માંડી. ‘મહારાજ, સહધર્મી ભલે હોય, પણ શત્રુ તો છે ને !' મંત્રીરાજે કહ્યું. “તેથી શું ? શત્રુ ભલે હોય, પણ સહધર્મી છે ને !” રાજાએ શબ્દો ઉલટાવીને જવાબ આપ્યો. “રાજન, એ તો ભગવાન મહાવીરની પરિષદામાં બેસે છે એટલું જ. બાકી તો બધી વાતે પૂરો છે. ધર્મને અને એને શું લાગેવળગે ? આરો યથા ચંવનમારવાહી । એ તો ચંદનના ભારાને ઊંચકનારો ગધેડો માત્ર છે ! એને એની સુવાસની કશી સમજ નથી !" 80 D પ્રેમનું મંદિર “ભલે ગમે તેવો હોય, પણ ભગવાને પોતાની પરિષદામાં બેસવાની એને એકે દિવસ ના પાડી ? ન જાણે માનવીનું સૂતું અંતર કઈ પળે જાગે ! ચાલો, એનો ધર્મ એ જાણે; આપણો ધર્મ આપણે પાળીએ. આજ એને મુક્ત કરીએ. સહધર્મી દાવે ક્ષમાપના કરીએ-કરાવીએ.” “શું વાઘને પાંજરેથી છોડી દેવો છે ?” રાજાએ સામેથી પ્રશ્ન કર્યો, ‘તો શું, આપણે બનાવટી ક્ષમાપના કરવી છે ? સગવડિયો ધર્મ પાળવો છે ?' “પ્રભુ, કાલે એ લોહીતરસ્યો વાઘ ફરી વિખવાદ જગાવશે. ન કરે નારાયણ ને એક વાર પણ આપણે હાર્યા તો આપણું સત્યાનાશ વાળતાં એ પાછું નહિ જુએ !” “આપણે ક્યાં કાયર બની ગયા છીએ ? માત્ર શત્રુને શિક્ષા કરવામાં જ વીરત્વ સમાઈ જતું નથી; ક્ષમા આપવી એ પણ વીરનું જ લક્ષણ અને ભૂષણ છે.” ને એ ભાદ્ર શુકલા પંચમીનો ચંદ્ર આકાશમાં ચમકે એ પહેલાં રાજા ઉદયને સ્વહસ્તે પ્રદ્યોતની બેડીઓ દૂર કરી. પ્રદ્યોત પણ સામેથી રાજા ઉદયનને ભેટ્યો ને જલદી જલદી છાવણીને વીંધી અવંતી તરફ ચાલી નીકળ્યો. એક દિવસ રાજર્ષિ ઉદયને પોતાના મંત્રીઓના મનની શાન્તિ માટે ભગવાનને પ્રશ્ન પૂછ્યો : “ભગવાન, ગમે તેટલો ધોઈએ તોય કોલસો ધોળો થાય ? વિષધરને સો વાર દૂધ પિવરાવીએ તોય શું નિર્વિષ થાય ?” “જરૂર થાય, પ્રયત્નવાન અપ્રમત્ત પુરુષની કદી હાર નથી. એવા પવિત્ર યત્નથી સામાનું કલ્યાણ થાય. અને કદાચ એનું કલ્યાણ ન થાય તો પણ કરનારનું તો અકલ્યાણ કદી થતું નથી !" અહીં ગુરુદેવે પોતાની વાત થંભાવી. ક્ષિપ્રા નદીના તટ પર રાત્રિ સમસમ કરતી વહી જતી હતી. શિષ્ય ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્યો : “જ્ઞાનના ધવલગિરિ, તપના મેરુપર્વત, ચારિત્રના સુવર્ણમેરુ એવા પ્રભુએ એ પ્રદ્યોતને હજી પણ પોતાની પરિષદમાં સ્થાન આપ્યું છે. ?” “અવશ્ય !” “ને હવે એ સુધર્યો છે ?” “ના વત્સ ! આજે તો એ વધુ ઉગ્ર બન્યો છે. એણે સૈન્યનું ભારે જૂથ જમાવ્યું છે; સાથે ભગવાનના ઉપદેશમાં પણ જવાનું ચાલુ રાખ્યું છે. પેલી દેવપ્રતિમાનાં દર્શને પણ એ જાય છે. છતાં કાલે વળી એના કામ-ક્રોધને જોઈતું ભક્ષ્ય મળે તો અવંતીપતિ પ્રદ્યોત – 81

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118