________________
14
હવે જાણે પેલો ચિતારો રાજાની નજર સમક્ષ હાજર થયો. એની આંગળીએથી ધડધડ લોહી વહે જતું હતું. અને જાણે એ કહેતો હતો : ‘રાજા, તેં તારા અંગૂઠાને ખંડિત કરી મને જિંદગી માટે નકામો બનાવ્યો, પણ હું તને મારીશ નહિ, જિવાડીશ, પણ તું મર્યાની જેમ જીવીશ ! વેરનું વેર કેમ ચૂકવાય, એ આજે સમજાશે. તેં તારા ગજથી દુનિયાને માપી. દુનિયાના માપથી તારી પોતાની જાતને માપવાની કદી ઇચ્છા ન કરી ! આજ તારી પોતાની જાતનું માપ કાઢી લેવાની ઘડી આવી પહોંચી છે !
વત્સરાજના મોં પર મૃત્યુની ભીષણ વેદના પ્રસરી રહી. ભયનું ગાંડપણ એને ઝનૂની બનાવી રહ્યું. ભગવાનની વાણી છે કે બધા જીવ જીવવાને ચાહે છે; કોઈ મરવા ઇચ્છતું નથી. સાચું છે, પણ આ ડહાપણ રાંડ્યા પછીનું છે. અરે મૃગાવતી, તું પણ મરવાની આનાકાની કરે છે ? તનેય જીવતર વહાલું છે ? મનેય જીવતર વહાલું છે ? મૃગાવતી, તું સતી છે, હું કામી છું. તું મારે માટે મરી ફીટ.
આવ, આવ, સુંદર નારી મૃગાવતી ! તારી બંકી ગરદન, જેના પર મારા ભુજ પાસ વીંટાતા, અરે, જેમાં પહેરવા માટે હું હાર ગૂંથતો, એ ગરદન મને પકડવા દે ! મૂંઝાઈશ મા ! માત્ર હું તને ગળે ચીપ દઈશ. તારો પ્રાણ પળમાં ચાલ્યો જશે. પછી તારા શબને કામી પ્રદ્યોત શું કરશે ? સુંદરી, તું વિશ્વાસ રાખજે કે તારા કોઈ પણ લાલિત્યભર્યા અવયવને લેશ પણ હાનિ પહોંચાડીશ નહિ !
વત્સરાજે પોતાના હાથે પોતાના ગળાને પકડવું, જરા જોરથી દબાવ્યું, વધુ જોરથી દબાવ્યું !
સતીરાણી
સતી રાણી મૃગાવતી હાથમાં વિષનો પ્યાલો લઈને આવતાં હતાં. દિવસોથી પતિદેવનાં દર્શન નહોતાં થયાં. રાજાજીના મનમાં રાણી તરફ ઘણા દિવસોથી ઉદાસીનભાવ આવ્યો હતો. ઘણી વાર એ ગણગણતા, ‘રૂપવતીભાર્યા શત્રુ !'
અરે, જે રૂપની તસવીરો ઉતરાવતાં કે જેનાં વર્ણન કરતાં રાજાજી થાકતા નહિ, એ રૂપ તરફ આટલી બેપરવાઈ ! દેહ પર આટલું રૂપ લહેરાતું હતું, છતાં પતિદેવ કેમ મીટ પણ માંડતા નથી ? પહેલાં તો માન્યું કે યુદ્ધની જંજાળમાં કદાચ રાજાજી મને ભૂલી ગયા હશે, પણ ધીરે ધીરે સતીને બધી વાતની સમજણ પડી ગઈ.
રે, યુદ્ધના આ પડછાયા કૌશાંબીને પોતાને કારણે વીંટાયા હતા ! રાજાજીએ ચિતારાના ચિત્રને જોઈને શંકા કરી, કે કદાચ રાણીજી અસતી થયાં હોય. હાય રે ! આવા વહેમભર્યા કે કલંકભર્યા જીવનથી જીવવું એનાં કરતાં મૃત્યુ કંઈ વિશેષ દુ:ખદ નથી ! આખરે રાણીએ નિર્ણય કર્યો કે ચિતા જેવા હૈયા કરતાં, સતીની ચિતા સારી !
આજ એ છેલ્લાં દર્શન લેવા ચાલ્યાં આવતાં હતાં. પતિદેવના ચરણ પાસે ખડા રહી એ છેલ્લા જુહાર કરી લેવા માગતાં હતાં. જીવતા પતિએ રાણી મૃગાવતી સતી થવાનો નિરધાર કરી ચૂક્યાં હતાં. વેશ પણ એવો સજ્યો હતો. પાની સુધી ઢળતા કેશ છૂટા મૂક્યા હતા. ભાલમાં કેસરની મોટી આડ કરી હતી. સર્વ શણગાર સજીને આર્યાવર્તની પદ્મિની આજ અપ્સરાઓને પણ ઝાંખી પાડે એવી બની હતી ! વસંતપરાગની મોહિની દેહ પર વિરાજી રહી હતી.
પાછળ મંત્રીરાજ યુગંધર મૌનભાવે, ભર્યું હૈયે, ભારે પગલે ચાલતા હતા.
સતીએ દુર્ગ-ખંડનાં દ્વાર ઠોક્યાં, પણ કંઈ જવાબ ન મળ્યો. મંત્રીરાજે મહેનત કરી, પણ નિષ્ફળ ગઈ ! એકાંતખંડનો પહેરેગીર એટલું જ બોલ્યો : “મહારાજ કાલ
92 D પ્રેમનું મંદિર