________________
રાજા પ્રદ્યોતના દૂતો આવતા; શસ્ત્રસામગ્રી ને ખાદ્યસામગ્રી લઈને આવતા. માણસ ગમે તેટલો વીર્યશાળી બને, પણ એનો દેહ તો પાંચા માંસનો ને સહેજે કીડીના ડંખથી ભેદી શકાય તેવી ચામડીનો જ રહે છે. જગવિજેતા બનનાર માનવી એમાં કંઈ પરિવર્તન આણી શક્યો નથી. સિંહ જેવો એ. મૃત્યુ પાસે ઘેટા જેવો બની જતો કોઈ પણ ઉપાયે અટકી શક્યો નથી. નહિ તો... પણ જવા દો એ વાત. છતાં અનુભવથી એટલી વાત તો જરૂર કહી શકાય કે શક્તિથી ભર્યાભર્યા માનવીઓની દુર્ધર્ષ શક્તિના પુંજ નીચે પણ એક અજાણી અશક્તિ દબાયેલી હોય છે. શક્તિનો પુંજ સત્યાનાશ વર્તાવી મૂકે ત્યાર પેલી નાનીશી નગણ્ય અશક્તિ પ્રબળ થઈને એને નીચેથી અગ્નિ ચાંપીને ઉડાડી દે છે. રાતનો રાજા ઘુવડ દિવસે ન નિહાળવાની અશક્તિવાળો છે. વિષધર સર્પ પગ વિનાનો પંગુ છે. વનનો વાઘ અગ્નિથી બીએ છે.
રાજા પ્રદ્યોતનું પણ એમ જ થયું. કંચન અને કામિનીનો રસિયો એ જીવડો એ બે વાત પાસે નમી પડતો. રાણી મૃગાવતીના રૂપમાં એ પોતાની મુસદ્દીવટ ખોઈ બેઠો ! યુગંધર મંત્રી પણ કોઈ વાર પ્રેમાલાપના, કોઈ વાર વિરહાલાપના, કોઈ વાર વસંતોત્સવના તો કોઈ વાર કૌમુદીવિહારના રસભર્યા પત્રો લખતા. રાણી નીચે હસ્તાક્ષર કરતાં. રાજા પ્રદ્યોત કાગળ વાંચી વાંચીને સાહિત્ય, સંગત ને સૌંદર્યકલાની ત્રિવેણી સમી રાણી પર મનોમન મુગ્ધ થઈ જતો.
રાજા પ્રદ્યોત ઘેરો ઉપાડીને પાછો તો હઠ્યો હતો, પણ એને થતું હતું કે આવડા મોટા સૈન્યને શું નિરર્થક એકત્ર કર્યું ને હવે એમ ને એમ અર્થહીન રીતે વિખેરી નાખવું ? સૈન્યશક્તિ પાસે છે તો એનો ઉપયોગ કાં ન કરવો ? આ વિચારથી ચંડપ્રદ્યોતે પોતાના જેવા બળિયા રાજા મધરાજ શ્રેણિક પર ચડાઈ જાહેર કરી.
આ સમાચારે વત્સદેશમાં શાંતિ પ્રવર્તાવી : બે બિળયા બાખડ્યા છે, તો યુદ્ધમાં ઠીક ઠીક વખત વહી જશે.
મંત્રીરાજ યુગંધરે રાણી મૃગાવતી વતી એક પત્ર લખી અવન્તીપતિને ધન્યવાદ આપતાં જણાવ્યું કે મગધપતિને રણરંગના એવા સ્વાદ ચખાડજો કે એ ખો ભૂલી
જાય.
આ તરફ જેના ઉપર વત્સદેશનો સંપૂર્ણ આધાર હતો, એ કુમાર ઉદયન પણ ધીરે ધીરે તૈયાર થતો જતો હતો. મંત્રીરાજ યુગંધરે પોતાના પુત્રને પણ એની સાથે યોજ્યો હતો. બંને સમવયસ્ક, સુશિક્ષિત, સુશીલ, કવિ અને રસિયા હતા ને જાણકાર 100 D પ્રેમનું મંદિર
બન્યા હતા. મૃગાવતી પોતાના બાળરાજાને તીક્ષ્ણ નહોરવાળો મૃગરાજ બનતો નિહાળીને અને મંત્રીરાજ પોતાના પુત્રને પોતાના જેવો જ પરાક્રમી બનતો દેખીને, માણસ અરીસામાં પોતાનું સુંદર પ્રતિબિંબ નિહાળી હરખાય એમ, હરખાતાં હતાં.
છેલ્લા દિવસોમાં બાળ રાજા અને બાળમંત્રી બંને વનના વિહારી બન્યા હતા. દિવસો સુધી એ જંગલી હાથીથી ભર્યાં વનોમાં ઘૂમ્યા કરતા. ઉદયન બંસી બજાવતો ને મંત્રીપુત્ર સાંભળ્યા કરતો. આ બંસી ધીરે ધીરે લોકોના આકર્ષણનો વિષય બનતી ચાલી. જંગલોના નાકે ને પહાડની તળેટીમાં વસેલાં ગામડાંનાં રિસેક નર-નારીઓ આ બંસીસ્વર વિશે અનેક કિંવદન્તીઓ જોડવા લાગ્યાં હતાં.
મહાભારત કાળમાં શ્રીકૃષ્ણની બંસીનો સ્વર મધુર, મોહક, કામણગારો હતો. એવા મોહક સ્વરો ફરીથી સંભળાયા હતા – યુગોની પછી ! એ સ્વરોના આકર્ષણ ગાયો ખીલા છોડીને જંગલ તરફ દોડી જતી, ગોવાળો પશુની દેખરેખ ભૂલી આત્મવિલોપન અનુભવતા ને મહિયારણો તો કોમળ અધર પર ગોરી ગોરી આંગળી મૂકી કોઈ સુખદ સ્વપ્નભોગમાં સરી જતી. હવામાં સ્વરો ઘૂમતા ને કોઈને કામકાજમાં ચિત્ત જ ન લાગતું. રોતાં બાળ છાનાં રહેતાં. ભાંભરતાં ઢોર ખીલા પર ઊંચું મોં કરી સ્વરદિશા તરફ નિહાળી રહેતાં લોક તો કહેતાં : ‘અરે, ‘આ સંતપ્ત પૃથ્વીને શાન્ત કરવા ભગવાન શ્રીકૃષ્ણે ફરીને અવતાર ધર્યો લાગે છે ! આ બંસીના સ્વરો બીજા કોઈના ન હોય, આટલો પ્રાણ અન્ય કોઈના નાદમાં ગાજતો ન હોય.’
એવામાં એક ચમત્કાર બન્યો : જંગલના નાકા પરના એક ગામ પર વનહાથીઓના વૃંદે એક વાર ધસારો કર્યો. મહુડાંની ઋતુ હશે. પેટપૂર મહુ-ફળ આરોગીને મસ્તીએ ચડેલા હાથીઓએ રમત માટે એ ગામડું પસંદ કર્યું ! સબળની રમતમાં નિર્બળનું મોત ખડું હતું ! ગામનાં નર-નારીઓ કાળો કલ્પાંત કરતાં નાઠાં. પણ હાથીઓને તો માનવ-દડા વડે ખેલ ખેલવો હતો. ઝાડ ને પહાડપથ્થરની રમતો તો રોજ રમ્યા, પણ આવો પોચો પોચો માનવદડો ક્યારે મળે ? હાથ પડ્યાં સ્ત્રી, બાળક કે પુરુષોને સૂંઢથી ઉલાળી ઉલાળીને ફંગોળવા માંડ્યાં. સત્યાનાશની સર્વનાશની ભયંકર પળ આવીને ખડી થઈ. આ બળના પુંજ ઉપર માનવી બુદ્ધિનાં છળબલ ચલાવીને જે રીતે કાબૂ રાખતો, એ પ્રયોગ આજ નિરર્થક નીવડ્યો. અનાથ ગ્રામજનો માટે ઉપર આભ ને નીચે ધરતી સિવાય બીજો આશરો ન રહ્યો.
એકાએક હવામાં પેલી મોહક બંસીના સૂર સંભળાયા. અરે, ધન્યભાગ્ય ! મરતી વેળાએ પણ મીઠા સ્વરો સાંભળતાં સાંભળતાં મરવાનું સદ્ભાગ્ય મળ્યું. વાતાવરણને ઘેરા બનાવતા સ્વરો બધે ગુંજવા લાગ્યા. પવન, પાણી, પહાડ, સ્ત્રીપુરુષ, વાતાવરણ સહુ એ સ્વરથી સભર બની ગયાં. વત્સરાજ ઉદયન C 101