________________
પછી ગમે તેટલો શોક કરીએ તોય એ વૃથા છે ! હવે તો નવા પાણીની જોગવાઈ
કરો !”
રાતથી એકાંતમાં છે. બધાને મુલાકાતથી પાછા ફેરવ્યા છે. આખી રાત મહારાજાએ જોરજોરથી બોલ્યા કર્યું છે. બારીઓ ખખડાવ્યા કરી છે; પાછલી રાતે કંઈક જંપ્યા લાગે છે !”
મંત્રીરાજનો વહેમ વધતો ચાલ્યો. જોકે છેલ્લા દિવસોમાં રાજાજી નાહિંમત ને નિરાશ જણાતા હતા. એ વારંવાર કહેતા કે, મંત્રીરાજ, આભ ફાટ્યું ત્યાં થીગડાં કેમ દેવાશે ? પણ મંત્રીરાજે ધીરજ બંધાવી હતી. એ ધીરજનો બંધ આજે તૂટી ગયો હોય તો...”
શંકિત માણસની શંકા દુનિયાને ખાય છે, ને છેવટે પોતાની જાતને ખાય છે. મંત્રીરાજે બારણાં પર જોરથી પાટુ માર્યું ! વજી જેવાં કમાડ મંત્રીરાજના પાદપ્રહારથી જર્જરિત દીવાલની જેમ ખડી પડ્યાં !
રે, આવું પુરુષાતન કેવું વેડફાય છે ! જે પુરુષાતનથી સંસાર નિર્ભર થવો જોઈએ, પૃથ્વી પ્રેમનું મંદિર બનવું જોઈએ, એનાથી આજે સંસાર ભયભીત બન્યો છે. અને પૃથ્વી પનો દાવાનલ બની છે. જેનાથી સ્ત્રીઓ સુરક્ષિત થવી જોઈએ, એનાથી એ સાશંક બની છે !
રાણી મૃગાવતીને ભગવાન મહાવીરની એ વાણી યાદ આવી. એણે એક વાર પૂછેલું કે જીવનું સબળપણું સારું કે દુર્બળપણું ! ઉદ્યમીપણું સારું કે આળસુપણું ! ભગવાને સ્પષ્ટ ભાખેલું કે ધર્મ જીવોનું ઉદ્યમીપણું ને સબળપણું સારું ! અધર્મીનું દુર્બળપણે ને અનુદ્યમીપણું સારું. મનથી રાણી ભગવાન મહાવીરને સ્મરીને વંદી રહી, પણ અચાનક જે દૃશ્ય એની નજરે પડ્યું, એણે એને ઘેલી બનાવી મૂકી.
ખંડના મધ્યભાગમાં રાજા શતાનિક હાથ-પગ પ્રસારીને પડ્યા હતા. મળમૂત્રથી એમનાં વસ્ત્રો ખરડાયેલાં હતાં. મોં ફાટેલું હતું, ને આંખોના ડોળા ભયાનક રીતે ઉઘાડા હતા. ક્ષણભરમાં એ વાતની ખાતરી થઈ ગઈ કે રાજાનો એ જીવતો દેહ નહોતો, મરેલું શબ પડ્યું હતું !
રાણી પોતાના પતિદેવની આ હાલત જોઈ ન શક્યાં. એ દોડ્યાં, પડ્યાં ને બેભાન બની ગયાં.
રાજ કુમાર ઉદયન થોડીવારમાં દોડતો આવ્યો. એ હૃદય પીગળાવી નાખે તેવું ૨ડવા લાગ્યો. પુત્રના રુદને માતાની મૂછને વાળી. એ જાગતાંની સાથે હૈયાફાટ ૨ડવા લાગી.
મંત્રીરાજ ભારે ચિત્તે રાજાજીના અત્યેષ્ટિસંસ્કારની ઘટતી વ્યવસ્થા કરી રહ્યા. અત્યારનો ગભરાટ વત્સદેશનો સર્વનાશ નોતરે એવો હતો. નિરાશ સૈન્ય નાસીપાસ બની જાય તેમ હતું. એમણે રાણીજીને કહ્યું : “ઝરામાંથી પાણી વહી ગયું, માતાજી !
“મંત્રીરાજ , હું તો હવે સતી થઈશ. રાજાજીના શબના દેહ સાથે મારી પણ વ્યવસ્થા કરશો.*
રાણીમા, તમે સતી થશો, પછી આ કુમારનું શું ? આ નિરાધાર પ્રજાનું શું ? શું ચકલાનો માળો બાજને ચૂંથવા સોંપી દેવો છે ?” મંત્રીરાજે પોતાનું ડહાપણ દર્શાવ્યું. ભારે અનિષ્ટ યુદ્ધપ્રસંગમાંથી એ પ્રજાને બચાવવા ચાહતા હતા.
હું જીવીને ઊલટી ઉપાધિરૂપ બનીશ. મારે માટે આજ સુધી મરવું જરૂરી હતું, આજે તો એ ધર્મરૂપ બન્યું છે.”
“સતીમા, મારે કહેવું જોઈએ કે તો આપ પરિસ્થિતિ સમજ્યાં નથી. ગઈ કાલે કદાચ આપનું મૃત્યુ જરૂર હતું. આજે આપનું જીવન જરૂરી બન્યું છે. સતીમા, ચિતાના અંગારા તો ક્ષણભર પ્રજાળીને હંમેશાંની શાન્તિ આપશે, પણ કર્તવ્યચિતાના આ અંગારા આપને જીવતાં રાખીને ભુજ શે. કસોટી આજે જીવવામાં છે, કરવામાં નહીં. કુમાર ઉદયનના નસીબમાંથી શું હંમેશને માટે રાજગાદી મિટાવી દેવી છે ? વત્સરાજના વેરનો બદલો લેનાર કોઈને શું તૈયાર કરવો નથી ? મહારાજનું છતે પુત્ર નખ્ખોદ વાળવું છે ?”
રાણી મૃગાવતી થંભી ગયાં. એમને મંત્રીની વાણીમાં સત્ય ભાસ્યું. પણ રે પોતાના ખાતર તો આ સંગ્રામ મંડાયો છે ! રાણીએ કહ્યું : “મંત્રીરાજ ! મારા જીવવાથી શું ફાયદો છે, તે સમજાતું નથી. હું જીવતી હોઈશ ત્યાં સુધી અવંતીપતિ પાછો નહીં ફરે ! એ બેમાંથી એક જ રીતે પાછો ફરે : કાં તો મને લઈને, કાં મારી ખાખ જોઈને.”
રાણીજી, જરા રાજરમતને અનુસરો. બળથી તો માત્ર એકાદ જણને હરાવી શકાય, પણ બુદ્ધિથી હજારોને હંફાવી શકાય. મુત્સદ્દીવટથી કામ લો, કાલે સહુ સારાં વાનાં થશે.”
“રાજરમત હું શું જાણું ?”
“બધું જાણી શકો છો. અમે છીએ ને ! મંત્રીઓ પછી શું કામના ? રાણીજી મારું કહ્યું કરો. તમે પ્રેમભય વચનોથી રાજા પ્રદ્યોતને કહેવરાવો, કે રાજાજી ગુજરી ગયા છે. કુમાર ઉદયન હજી નાનો છે. નગરના કોટકાંગરા જર્જરિત થયા છે. બધું જરા ઠીક કરી લેવા દો, રાજા ! પછી હું આપમેળે તમારી પાસે ચાલી આવીશ.”
મંત્રીરાજ , તમે આ શું કહો છો ? મારે મોંએ આ વચન ? અરે, હું તો એનું માં જોવામાં પણ પાપ માનું છું !”
94
પ્રેમનું મંદિર
સતીરાણી B 95