Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 54
________________ ને હીરા ગરે, ચાલ તો હંસની યાદ આપે. બોલે તો પદ્મિનીની પ્રભા પાડે. રે શિષ્ય ! શું કહું વાત તને, જગતમાં બીજાને છાપરે ચઢાવનાર લોક ક્યાં ઓછાં છે ? સહુ કહેવા લાગ્યાં : ‘અરે, કુબજા ! તું તો કોઈ રાજાની રાણી થાય તો જ આ રૂપ અરઘે 'લક્ષ્મી હાથમાં આવે ને શેઠાઈના શોખ થાય, અધિકાર હાથમાં આવે ને અવનિપતિ થવાના કોડ જાગે, એમ સૌંદર્ય પણ એવું માન-લાલસાવાળું હોય છે ! દાસીએ રાજરાણી થવાના કોડ કર્યા. રાજા ઉદયન પર એની દૃષ્ટિ કરી, પણ એ તો જળકમળનું જીવન જીવતો હતો. સંસારની વાસનાના બંધ એ છોડી રહ્યો હતો. દાસી ત્યાંથી નિરાશ બની પાછી ફરી. એવામાં એને સંદેશ મળ્યો કે અવંતીપતિ પ્રદ્યોત સૌંદર્યનો ભારે શોખીન છે. દાસીએ પોતાનું ચિત્ર એને મોકલ્યું. ચંડપ્રદ્યોત પણ હંમેશાં આવી શોધમાં જ રહેતો હતો. સૌંદર્યનું નામ સાંભળ્યું કે એનો સંયમ સરી જતો અને આ તો વળી સ્વેચ્છાથી સામે પગલે વરવા આવતું સૌંદર્ય ! એની ના કેમ પડાય ? પ્રદ્યોતે વિચાર્યું કે સ્ત્રીરત્ન તો ઉકરડે પડવું હોય તોય લાવવું ઘટે. રાજા અને દાસી, બંને વચ્ચે સંકેત રચાયા. ઉદયનના દરબારમાંથી દાસીને કેમ કરીને હરી જવી ? સ્ત્રીનાં હરણ અને ગાંધર્વ લગ્ન એ તો ક્ષત્રિયનો ધર્મ ગણાતો. પણ મહાબલી ઉદયનના મહેલમાં કોણ પ્રવેશે ? યમના મમાં કોણ માથું ઘાલે ? આખરે રાજા પ્રદ્યોત ખુદ યુદ્ધે ચડ્યો. એ પોતાના પરાક્રમી હાથી અનલગિરિ પર સંકેત કરેલા સમયે આવ્યો, ને રાજમહેલના ગવાક્ષમાં રાહ જોઈને ઊભેલી દાસીને ફૂલની જેમ તોળી લીધી. દાસીના હાથમાં એક સુવર્ણ મંજૂષા હતી, રાજા પ્રદ્યોતે માન્યું કે દાસીએ કંઈ સોનું, રૂપું કે જરઝવેરાત સાથે લીધું હશે. સ્ત્રી આખરમાં માયોનો અવતાર ને ! રાજા પ્રદ્યોતે દાસીને પોતાના જ પાશમાં દબાવતાં કહ્યું : “સુંદરી, ક્ષત્રિયો સુંદરીઓના હરણમાં શરમ માનતા નથી, પણ સુવર્ણની ચોરીમાં શરમ માને છે. અવંતીના ભંડારો સુવર્ણ અને રૌયથી છલકાતા પડ્યા છે !' “રાજનું, એ તો મને સુવિદિત જ છે. પણ આ સુવર્ણ-મંજૂષામાં સંસારની સર્વ દોલત ખર્ચતાં પણ ન મળે તેવી વસ્તુ છે. એની અંદર દેવાધિ - દેવની પ્રતિમા છે, જેના પ્રતાપે મને આ નવો અવતાર મળ્યો છે. એ પ્રતિમાની હું રોજ પૂજા કરું, છું. એના વિના હું એક પગલું પણ આગળ નહિ મૂકું” દાસીના શબ્દોમાં અફર નિરાધાર ગુંજતો હતો. રાજા પ્રદ્યોતે વધુ વિરોધ ન નોંધાવ્યો; વિરોધ કરવા જેવું પણ કશું નહોતું. રૂપસુંદરીને એ લેવા આવ્યો હતો; રૂપસુંદરીને લઈને એ પાછો ફર્યો.” “પણ આ સમાચાર રાજર્ષિ ઉદયનને મળ્યા ત્યારે એનું ચિત્ત યુભિત થઈ ગયું. અરે , મારા મહેલમાં પ્રવેશ કરવાની હિંમત અને મારા પૂજનીય દેવની ચોરી ? સાથે સાથે દાસીનું પણ હરણ ? રે, રાજા ચંડપ્રદ્યોતે મારા ધર્મ અને મારા રાજની આબરૂ માથે હાથ નાખ્યો. “રાજધર્મ રાજાને કહેતો હતો કે રાજા કદી નિરર્થક હિંસા ન કરે. પણ જ્યાં સુધી રાજપદ ધારણ કરે ત્યાં સુધી દંડશક્તિ જાળવે. અપરાધીને દંડ ન થઈ શકે, એ રાજાનું રાજપદ નકામું. રાજા ઉદયને નિરાધાર કર્યો કે એ અવળચંડ રાજાને દંડ દેવો ઘટે. એનો રાજ દેડ હાકલ કરવા લાગ્યો કે દે નગારે ઘાવ ! રોળી નાખ ઉજ્જૈનીને ! કેદ કરીને ગરદન માર એના રાજાને ! પણ સાથે સાથે એ નીતિપરાયણ રાજવીને પૂરતો ખ્યાલ હતો કે આવેશમાં આવીને યુદ્ધ ખેલવામાં ન્યાયને બદલે અન્યાય પણ થઈ જાય છે. અનેક નિર્દોષોનાં રક્ત રેડાય છે; જનવસ્તી ઉજજડ બને છે; સમજાવટથી, શાંતિથી ક્ષમાથી કામ સરે ત્યાં સુધી સારું. એટલે એણે દૂત મોકલી શાંતિથી ઉકેલ લાવવાનો સંકલ્પ કર્યો અને દૂત મોકલીને એણે ઉજ્જૈનીપતિને કહેવરાવ્યું : “રાજા, દેવપ્રતિમા અને દાસીને પાછાં ફેરવ. યુદ્ધમાં કંઈ સાર નહિ કાઢે.” દૂર રવાના થયો. પણ એ વેળા મહેલની અન્ય દાસીઓએ કહ્યું : “મહારાજ , એ કુન્જા દાસીનાં જ આ કારસ્તાન છે. એને જ રાજ રાણી થવાની ઝંખના હતી, એણે જ આ કામી રાજાને નોતર્યો હતો, એ દાસીને જ ભર્યકર શિક્ષા થવી ઘટે.’ વાત એવી છે ?” રાજા વિચારમાં પડ્યો ને પછી થોડીવારે બોલ્યો : ‘જો દાસી રાજી થઈને ગઈ હોય તો ભલે ગઈ. માણસને પોતાના ભલા-બૂરાનો હક છે. એ હવે પાછી નથી જોઈતી. અરે, છે કોઈ ! બોલાવો બીજા દૂતને !” થોડી વારમાં બીજો રાજ દૂત હાજર થયોરાજા ઉદયને એને સંદેશ આપતાં કહ્યું: ‘જા, ઉજ્જૈની જઈને એના રાજાને કહેજે કે દાસીને રહેવું હોય તો ભલે તમારે ત્યાં રહે. એના પર અમે બળજબરી ચલાવવા માગતા નથી. પણ અમારી પૂજનીય દેવપ્રતિમા પાછી વાળો !” આ વખતે રાજમંત્રી વચ્ચે બોલી ઊઠ્યા : “રાજનું આ સંદેશ રાજધર્મને શોભતો નથી. શુરવીર રાજાએ પોતાની માગણીને એક વાર જાહેર કર્યા પછી કદી અલ્પ કરવી ન જોઈએ; એ શક્તિનું ચિહ્ન ગણાય છે. એક વાર તો દાસીને અહીં જ પકડી લાવીએ. પછી મુક્ત કરવી ઘટે તો કરજો.” મંત્રીરાજ, માત્ર રાજગર્વને ખાતર આપણે અકારણ યુદ્ધને ઉત્તેજન આપીએ એ ધર્મયુક્ત કાર્ય ન લેખાય. યુદ્ધ તો ટાળી શકાય તેમ હોય ત્યાં સુધી જરૂર ટાળવું જોઈએ. જનકલ્યાણ યુદ્ધમાં નથી, પણ સંધિમાં છે.” યુગંધર મંત્રીને આ વાત ન રુચિ. એને લાગ્યું કે મહાવીર વર્ધમાનનો ભક્ત અવંતીપતિ પ્રઘોત 77 76 B પ્રેમનું મંદિર

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118