________________
પ્રશ્નો ગુંજારવ કરી રહે છે. કોઈ કહે છે :
“પ્રભુ, ખૂબ ભોગ ભોગવીને આદમી આખરે કોઈ દિવસ પણ ધરાઈ જાય ખરો કે નહીં ?” - “ભાઈ, જલથી સમુદ્ર કદી સંતુષ્ટ થાય છે ?”
પ્રભુ, આપના ઉપદેશની અસર કોઈની ઉપર ન પણ થાય એમ બને ખરું ને ?'
“અવશ્ય ગમે તેવો કુશળ ચિત્રકાર પણ સારી ભીંત વગર સુંદર ચિત્ર ન દોરી શકે.”
મહાપ્રભુ, જે પુણ્યશાલી ન હોય તે પાપી કહેવાય ને ?"
ભાઈ, કેટલાક જીવો આ કાંઠે પણ નથી, પેલા કાંઠે પણ નથી; એમને એકાંત ભાવે પાપી કે પુણ્યશાલી ન કહી શકીએ.”
“ એવા તરફ કેવો ભાવ રાખવો જોઈએ ?”
પ્રેમભાવ, આપણે સામાની નિર્બળતાઓ જાણીએ, છતાં એના તરફ પ્રેમ ધરાવીએ એનું જ નામ ધર્મનેહ, માણસનું મન નિર્બળ છે, પણ હૃદય મહાન વસ્તુ છે. મન અને હૃદય વચ્ચે સંદા સંગ્રામ ચાલે છે. હૃદય જીતે ત્યારે માણસના જીવનમાં અજબ પલટો આવે છે. રાજાઓ માટે એક નાનોશો નિયમ આપું. રાજાઓ જો એટલું જ કરે કે, પોતાના સુખભોગો, જેનાથી અન્ય જીવને દુઃખ પહોંચે છે, તે છાંડી દે, નિર્દોષ સુખ વાંછે, તો એમનો બેડો પાર થઈ જાય.”
ગુરુ દેવ થોભ્યા. શિષ્ય તો આ ગુરુપ્રસાદ મેળવવામાં લયલીન બન્યો હતો. પણ થોડે જ દૂર ઊંઘવાનો ઢોંગ કરીને પડેલો, પણ કાન માંડીને કથા સાંભળી રહેલો, ચિતારો આ મુનિની ધર્મકથા પર ચિડાતો હતો. એ આગળ આવતી રાજ કથા માટે આકાંક્ષાવાન હતો.
ગુરુએ કથા આગળ ચલાવી. રાત્રિ નીરવ રીતે આગળ ધપી રહી હતી.
“ભગવાન મહાવીરે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘જેઓના માત્ર કાન જ મારો ઉપદેશ સાંભળવા તૈયાર હોય – પછી ભલે એમનાં મન-દેહ એનો અમલ કરવા માટે તૈયાર ન હોય, અરે, મારા ઉપદેશના અર્થમાંથી અનર્થ પરિણત કરનાર હોય - એને પણ હું મારી ઉપદેશસભા માટે અનધિકારી ન લખું. આત્માની ખૂબી ઔર છે. ન માલૂમ એ ક્યારે, કઈ પળે જાગી જાય છે ! આત્મામાં શ્રદ્ધા રાખતાં શીખો !”
પણ રે શિષ્ય ! ભગવાનના કથન પરથી શ્રદ્ધાને ડોલાવી નાખે તેવો બનાવ તરત જ બની ગયો. મહાકાળ જેવા અવંતીપતિ પ્રદ્યોતને ખબર પડી કે ઉદયન રાજાને ત્યાં એક હસ્તિની સ્ત્રીનાં લક્ષણોવાળી દાસી છે, એક સર્વાર્થસિદ્ધ પ્રતિમા છે.
74 પ્રેમનું મંદિર
બસ, રાજા પ્રદ્યોતે રાજર્ષિ ઉદયનનું જ ઘર માર્યું. એના જ રાજમહેલમાંથી, અનલગિરિ નામના ભયંકર હાથી પર ચઢી આવીને, રાજર્ષિ ઉદયનની એક સુંદર દાસીને અને એના દેવમંદિરની મહાપવિત્ર એવી ચંદનકાષ્ઠની પ્રતિમાને એ ચોરી ગયો.
રે શિષ્ય ! આ દાસી ને પ્રતિમા બજારમાં મળે છે તેવાં સામાન્ય હોત, તો તો રાજર્ષિ ઉદયન કંઈ વિરોધ ન દાખવત. પણ આ દેવપ્રતિમા ત્રિભુવનમાં અપ્રાપ્ય હતી. અને એક મહાન શિલ્પીએ સ્વર્ગમાં થતાં ચંદનકાષ્ઠથીx નિર્મિત કરી હતી, ને ખુદ દેવોએ આવીને એની પ્રિય પત્ની પ્રભાવતીને અર્પણ કરી હતી.
આ સંસારમાં બે પ્રકારના જીવો છે, એમાં ધરમી થોડા, પ્રામાણિક થોડા, સિંહ થોડા, હંસ થોડા, સાધુ થોડા, સુજાણ થોડા, ગંભીર થોડા, દાતાર થોડા, ઉદાર થોડા, અપકાર પર ઉપકાર કરનાર થોડા, સાંધા ધર્મી થોડા, સંયમી થોડા ને વાત રાખનાર થોડા હોય છે. એ થોડા લોકોમાંનાં આ રાજા-રાણી હતાં. રાણી પ્રભાવતી ને રાજા ઉદયન એ પ્રતિમાની રોજ પૂજા કરતાં. રાણી પ્રભાવતીને એ પ્રતિમા પ્રાણથી પણ વિશેષ પ્રિય હતી. પણ અચાનક એ સતી રાણી પ્રભાવતી મૃત્યુ પામી. મૃત્યુવેળાએ એણે રાજાને એ પ્રતિમા પૂજવાનો ને એની કુન્જા દાસીને એનું જતન કરવાનો આદેશ આપ્યો. પત્નીપ્રેમી રાજવી આ પ્રતિમાને નિહાળી પોતાનો હૈયાશોક ઓછો કરતો, ને ધીરે ધીરે એ સંસારી મોહને પણ દૂર કરતો ચાલ્યો. દુનિયામાં એ જળ કમળની જેમ રહેવા લાગ્યો.
આ પ્રતિમાનું પૂજન કરનાર કુન્જા દાસી તન મનથી દેવમંદિરની રક્ષા કરવા લાગી. એવામાં ગાંધાર દેશથી એક ગૃહસ્થ આ દેવી મૂર્તિનાં દર્શને આવ્યો. આવ્યો તો ખરો, પણ આવતાંની સાથે પ્રવાસના શ્રમથી ને હવા-પાણીના એકાએક પરિવર્તનથી બીમાર પડી ગયો. પોતાના પ્રભુના ભક્તની આવી દુર્દશા જોઈ કુન્જા દાસીને દયા આવી ને એણે ખૂબ સેવાસુશ્રુષા કરી. ગૃહ સાજા થતાં એ દાસીનો ઉપકાર વાળવા પોતાની પાસે રહેલી ‘સુવર્ણગુટિકા’ ભેટ આપી. એમાં માનવીનું રૂપ જાગ્રત કરવાનો ગુણ હતો. એ ક ગોળી, બે ગોળી ને ત્રીજી ગોળી ખાતાં ને કુબજા દાસીના દેહ પર રાજરાણીનાં રૂ૫ ઢોળાવા લાગ્યાં. આખી દેહયષ્ટિ પર લાવણ્ય દમકી રહ્યું. એના રતિસ્વરૂપ યૌવન પર રાજ કુમારો વારી જવા લાગ્યા. રૂપ તે કેવું ! દેવકિન્નરી જેવું ! ટૂંકા બરછટ વાળની જગ્યાએ નવ મેઘથી નવ વૃક્ષ પલવે તેમ, સવા વાંભનો ચોટલો લહેરિયાં લેવા લાગ્યો. ચીબું નાક પોપટની ચાંચ જેવું અણીદાર અને સુરેખ બની ગયું. શ્યામવર્ણી ત્વચા ગોરા ગોરાં રૂપ કાઢવા લાગી.
સુવર્ણગુટિકાના પ્રતાપે એની કાયા જાસવંતી જેવી બની. દાંત દાડમકળી જેવા થયા; જાડા હોઠ પરવાળની શોભા ધરી બેઠા. એ શ્વાસ લે ને સુગંધી ઝરે, હસે * આ વાર્તા માટે ‘વીરધર્મની વાતો' ભાગ બીજાની ‘શિલ્પી” નામની કથા જુઓ.
અવંતીપતિ પ્રઘાત ! 75