________________
ઉઘાડીને જોયું :
- જોયું તો ક્રોધથી ધમધમતાં મૂલા શેઠાણી ઊભાં હતાં, ને ભૈરવી એનો ચોટલો જોરથી ખેંચી રહી હતી. યમદૂત જેવા બે કદાવર ગુલામો હાથમાં દંડ લઈને ત્યાં ખેડા હતા.
શેઠાણીનો અવાજ ગાજ્યો : “પકડો એ રાંડને ! ઘસડીને નાખો ચોકમાં, ને હજામને બોલાવીને આ ઘડીએ જ એનું માથું મુંડાવી નાખો !”
માતા, માતા, આ શું ?"
કોણ તારી માતા ?” શેઠાણીને બદલે ભૈરવીએ જવાબ આપ્યો, “રાંડ, જેનું ખાય છે તેનું ખોદવા બેઠી છે ”
તમારું કહેવું હું કંઈ નથી સમજતી.”
તું કેમ સમજે ? અમે અમારી સગી આંખે બધું નાટક નિહાળ્યું. આજ તારાં ચરિતર જોવા અમે સવારનાં ઘરમાં જ છુપાઈ બેઠાં હતાં.” શેઠાણીએ કહ્યું.
હું કોઈ કામ છૂપું કરતી નથી; છૂપું કામ કરવામાં હું પાપ સમજું છું.” - “જો પંડિતાણી ! એટલે જ રાંડે આજ લાલ કસુંબલ વસ્ત્ર પહેર્યું છે (લાલ વસ્ત્ર અનુરાગનું ચિહ્ન છે), ને છૂટા કેશ રાખી શેઠ જેવા પુણ્યાત્મા પાસે કેશપાશ બંધાવ્યો છે. અરે, પુરુષ તો ભ્રમર છે. એમાં તું મળી, પછી પૂછવું શું ? કામક્રીડાની જાણનારી તારા જેવી જ આ નાટક ભજવી શકે !
“અરે માતાજી ! હું સાવ નિર્દોષ છું, આ તો તમે શીતળ જળને માથે જાણે એવો આરોપ મૂકો છો કે તે આગ લગાડી ! જેની માતાએ શીલને માટે પોતાના પ્રાણે દીધા, એની હું પુત્રી છું."
સોનાની છરી ભેટે ખોસાય, કંઈ પેટમાં ન મરાય. હું વધુ કશું સાંભળવા તૈયાર નથી. હજી તો સેજ પર સૂવું હતું મારી શોક્યને !” શેઠાણીએ ગર્જના કરી.
- ચંદના સ્પષ્ટ કરવા મથી, પણ ગેરસમજ એટલી મોટી હતી કે દલીલનાં વચન વ્યર્થ હતાં. ભીષણ આગમાં છંટાતું પાણી પણ તેલની ગરજ સારે છે.
ઓ પ્રભુ ! આ શબ્દો સંભળાવવા કરતાં મારા કાનમાં ખીલા ઠોક્યા હોત તો સારું.” ચંદના ૨ડી પડી. એને પોતાની બેહાલી કરતાં શેઠની બદનામી વધુ સાલી રહી હતી.
એ પણ થશે. ગુલામનું મોત ને શેરીના કૂતરાનું મોત સરખું હોય છે !” મોતનો તો મને ડર નથી, પણ...” એટલી વારમાં દાસ હજામને બોલાવી લાવ્યો. એને જોતાં જ શેઠાણીએ બૂમ પાડીને કહ્યું : “મૂડી નાખ એ કાળમુખી
22 D પ્રેમનું મંદિર
ચંદ્રમુખીના કેશ ! ન રહેગા બાંસ, ન બજે ગી બાંસુરી ! જોઈએ, પછી કેવાંક નખરાં કરે છે !”
બે ગુલામોએ ચંદનાને મુશ્કેટાટ પકડી રાખી, અને એનો સુંદર કેશકલાપ ક્ષણવારમાં – આત્મા વિનાનો દેહ જેવો – દૂર જઈને પડ્યો. કેટલો સુંદર, છતાં સ્થાનભ્રષ્ટ થવાથી કેટલો અસુંદર !
ભૈરવી, મારા ઘરની આ નવી રાણી જોઈ ? મારી શોક્ય ! મારી સેજની ભાગીદાર ! આપ એ રાંડને કાળી કોટડી ! નાખ એને પગે બેડી અને જડી દે એના હાથે જંજીર !”
શેઠાણી, ગુલામ તે આખરે ગુલામ ! નસીબમાં શેઠાણી થવાનું લખ્યું હોત તો કોઈ શેઠાણી કે રાજરાણીના પેટે જન્મ ન લેત !" ભૈરવીએ ચંદનાને હાથે-પગે બેડી નાખીને અંધારી કોટડી તરફ ઘસડી જતાં કહ્યું.
આખરે નિષ્ફળ ગયેલી ભૈરવી સફળ થઈ.
રો-કકળ કરતી ચંદના પોતાનું આટલું ભયંકર અપમાન જોઈને નિશ્ચષ્ટ-શાંત બની ગઈ હતી. હવે પુરુષાર્થ એની સીમા ઓળંગી ચૂક્યો હતો; અને પ્રારબ્ધની ભેટ પ્રેમથી સ્વીકારવાની હતી. એનાં આપ્યાં સુખ-દુ:ખ તો શાંતિથી સહેવાં ઘટે. એના મુખ પરથી ક્ષણવાર માટે સરી ગયેલું ગૌરવ પાછું ફરીને આવીને ત્યાં બેસી ગયું.
“કોઈએ શેઠને ચંદનાનો પત્તો દીધો છે, તો ખબ૨દાર છો, જીવતાં ઘાંચીની ઘાલીએ ઘાલીને તેલ કાઢીશ ! હું મારે પિયર જાઉં છું .” મૂલા શેઠાણીએ ઘરનાં દાસદાસીને કડક ફરમાન કર્યું. ને ક્રોધથી ધમધમતાં એ, ભૈરવીને ઘર ભળાવીને, પોતાને પિયર ચાલ્યાં ગયાં.
દૃષ્ટિ તેવી સૃષ્ટિ g 23