Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ છે. નિત નિત નવનવાં ભોજનો બનવા લાગ્યાં. પ્રજાજનો, સામંતો, શ્રેષ્ઠીજ નો દોડી દોડીને એમને પોતાને ત્યાં નોતરી લાવવા લાગ્યા; પણ યોગીનો સંકોચાયેલો હાથ ભિક્ષા માટે લાંબો ન થયો તે ન થયો. અભુત તું રે યોગી ! એજ બ લાગે છે તારી વાંછના ! વખત ઝડપથી પસાર થવા લાગ્યો. શિશિર અને પાનખર પસાર થઈ ગઈ. વસંત આવી; એ પણ ગઈ અને જગતને અકળાવતી ગ્રીષ્મ પણ આવી. આમતરુઓ પર કેરીઓ પાકી ગલ થઈ ગઈ, ને નગરવાસીઓ પૃથ્વી પરના એ અમૃતને આરોગવા લાગ્યાં. શ્રીખંડ ને શીતળ પેયો ઘર ઘરમાં તૈયાર રહેવા લાગ્યાં. પણ આ ભૂખ્યા મહાયોગીની એક દિવસ નહિ, બે દિવસ નહિ, એક અઠવાડિયું નહિ, બે અઠવાડિયાં નહિ, પાંચ પાંચ માસ લગી ભિક્ષા પૂરી ન થઈ ! - કૌશાંબીના વિખ્યાત મહાઅમાત્ય સુગુપ્તના ઘરમાં નંદાદેવી નામે સુલક્ષણી પત્ની છે. મહાયોગીની એ પરમ-પૂજારિણી છે. સહુનાં દેખતાં એણે બીડું ઝડપ્યું કે આવતી કાલે એ મહાયોગીને અવશ્ય ભિક્ષા આપશે. અજબ હતી એની તૈયારીઓ. પાન અને પિંડની સાત પ્રકારની એષણાઓ (પવિત્રતા) વિચારીને એણે બધી સજાવટ કરી હતી. બીજે દિવસે મહાયોગી પધાર્યા. નંદાદેવીએ વિનયથી આમંત્રણ આપ્યું. યોગીરાજ એક નજર ભિક્ષાન તરફ નાખીને તરત પાછા વળી ગયા. નંદાદેવીનું અભિમાન ચૂર્ણચૂર્ણ થઈ ગયું. એ ખાધા-પીધા વગર પલંગ પર જઈને પડી. સાંજ પડી તોય એણે ન કેશ સમાર્યા, ન સ્નાન કર્યું. પતિને આવવાની વેળા થઈ તોય ન એણે વેણીમાં ફૂલ નાખ્યાં. પૃથ્વી પર અંધારાં વીંટાયાં તોય ન એણે દીપક જલાવ્યા. સાંજે અમાત્ય સુગુપ્ત ઘેર આવ્યા, ત્યારે એમણે કહ્યું, “રે માનુની ! આજે તું માનભંગ કાં થઈ ?” માનુનીએ કહ્યું, “ધિક્કાર છે આવા અમાત્યપદથી કે જેના અન્નનો એક કણ પણ મહાયોગી સ્વીકારતા નથી ! અને શરમ છે આપના ચાતુર્યને કે એ મહાયોગીને શું ખપે છે, એની ખાતરી પણ કરી શકતા નથી ! મને તો આમાં વત્સ દેશનું ભાવિ અમંગળ ભાસે છે.” - “સાધારણ ઘટનાઓમાં પણ મંગલ કે અમંગલનું નિર્માણ ભાળનારી તમને સ્ત્રીઓને હજાર વાર નમસ્કાર છે !” મહાઅમાત્ય વાત ઉડાડી દેવા માગતા હતા. “આ સામાન્ય ઘટના ? એક પવિત્ર અતિથિ આંગણેથી ભૂખ્યો જાય, એને તમે સાધારણ ઘટના માનો છો ? જે ઘરનો એક કણ પણ યોગી-અતિથિના પાત્રમાં ન પડે એ ઘર તે ઘર કે સ્મશાન ? તમારી બધાની મતિ ફરી ગઈ છે ! તમારા રાજાને આવી વેળાએ શુંગારભવન નિર્માણ કરવાનું સૂઝયું છે. તમારી રાણીને છબી 30 D પ્રેમનું મંદિર પડાવવાની આકાંક્ષા જાગી છે. રૂપ અને યૌવન તો એમને ત્યાં જ આવ્યાં હશે, કાં ? દરેક વસ્તુને મર્યાદા હોય. જે વસ્તુને તમે વધુ માયાથી વળગશો, એ તમને વધુ સંતાપ આપશે. જે ચીજો માયિક છે, એ ગમે તેવી સારી હોય તો પણ તેમાં વધુ આસક્તિ સારી નહિ.” નંદાદેવી થોડીવાર થોભ્યાં ને વળી બોલ્યાં : “તમારાં રાજા-રાણી ઘેલાં નથી તો શું છે ? અરે, તમે ચંપાનો વિજય કરી આવ્યા, ત્યાંના રાજા દધિવાહનને માર્યો, લૂંટ ને જુલમ કર્યા, એમાં રાણી મૃગાવતીની સગી બહેન રાણી ધારિણી શીલ બચાવવા આપઘાત કરીને મરી અને એની કુંવરી વસુમતી દાસ-બજારમાં વેચાઈ ! આ જાણ્યું ત્યારથી મને તો ભીતિ લાગે છે; ભાર ભાર લાગે છે. ઉત્કટ પાપનાં ફળ સદ્ય હોય છે. આ દાસ-દાસીઓ ! તમારા પશુબળ નીચે પાયમાલ થયેલા ગુલામો ! આ તમારા અન્યના સંતાપથી સંગ્રહાયેલી સંપત્તિઓ ! મને તો જ્યાં જોઉં છું ત્યાં અન્યાય ને અધર્મ લાગે છે ! મહાયોગી આવું અન્ન કેમ આરોગે ? નાથ, મને તો આ તમારા કોટકાંગરા તમારા જ વૈભવના ભારથી ડગુમગુ થઈ ગયા લાગે છે !” “નંદા, તમે સ્ત્રીઓ રજનું ગજ કરવામાં ચતુર હો છો. એ તો સહુનાં કરમની વાતો. લેખમાં મેખ કોણ મારી શકે ? સહુનાં સુખદુઃખ સહુ સહુનાં કરમના કારણે. લે જો, આ મહારાણી મૃગાવતીની પ્રતિહારી વિજયા તને રાજમહાલયમાં તેડવા આવી છે. રાજાજી શૃંગારભવન નિર્માણ કરી રહ્યા છે. શેષ કાર્યમાં ફક્ત મહારાણીજીની સર્વાગ છબી બાકી હતી. આજે જ રાણીજી હંસલક્ષણ વસ્ત્ર પહેરી ચિતારાની સામે બેસવાનાં છે. તમને બોલાવ્યાં છે.” “વિજયા, આવ બહેન !” નંદાએ વિજયાને પોતાની પાસે બોલાવી. વિજયા અંતઃપુરની મુખ્ય પ્રતિહારી હતી. એ વિવેકી, વિનયી, ધર્મશીલ ને રૂપવતી હતી. અંતઃપુરની આ દાસીઓ કદી લગ્ન ન કરતી વેળા-કવેળાએ જાગેલી રાજાઓની કામલિપ્સા તૃપ્ત કરવા સિવાય, સંસારમાં એ સદા શીલવંતી રહેતી. રજાઓ પણ આવી દાસીઓ દ્વારા થયેલા દાસીપુત્રોને રાજપુત્રોની જેમ જાળવતા. એટલે વિજયા દાસી હોવા છતાં રાણી જેટલા માનની અધિકારિણી હતી. નંદાએ એનું બહુમાન કરતાં કહ્યું : “વિજયા, પેલા મહાયોગીની વાત તો તું જાણે છે ને ? આજ મહિનાઓથી એ ભૂખ્યા છે. આંગણે આવેલો આવો અતિથિ આપણા અન્નનો એક કણ પણ ન લે, એનો અર્થ તું સમજે છે ? હું તો એમાં રાજા અને પ્રજા માટે અમંગળ એંધાણ જોઉં છું. રાણીજીને કહેજે કે રૂ૫ તો પતંગ જેવું છે; આ દેહ પર બહુ ગર્વ કરવો યોગ્ય નથી; કોઈ વાર આપણું રૂપ આપણને જ ખાઈ જશે. વિકારોનું પોષણ વિવેકનો નાશ કરે છે. માટે રાણીજી ચેતી જાય. આ પૃથ્વી જેઓનાં સુકતથી ટકી રહી છે, એ યોગીઓનાં સન્માન માટે સજ્જ થાઓ ! અભિગ્રહ 1 31

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118