________________
એમના હાથ આજે લંબાતા દેખાયા.
ધન્ય ઘડી ! ધન્ય ભાગ્ય ! આખરે મહાયોગીનો અભિગ્રહ પૂરો થયો. હર્ષની કિકિયારી ચારે તરફથી ગાજી ઊઠી, પણ એ અડધે જ દબાઈ ગઈ.
મહાયોગીએ થંભાવેલા પગ ફરી ઉપાડ્યા, લંબાવેલા હાથ પાછા ખેંચી લીધા ! અરે, ભિક્ષા લીધા વિના એમણે આગળ કદમ બઢાવવાની તૈયારી કરી. બધાના શ્વાસ અડધે રહી ગયા. ત્યાં એક કોમળ રુદનના હૃદયદ્રાવક સ્વર સંભળાયા.
મહાયોગીના ઊપડેલા પગ પુનઃ થંભી ગયા, ખેંચાયેલા હાથ ફરી લંબાયા. એમણે હાથમાં ભિક્ષાન લીધું, ને છ માસિક તપનું પારણું કર્યું. ધન્ય ચંદના ! ધન્ય મહાયોગી ! બધેથી જયજયકાર ગાજી રહ્યો.
વાની સાથે વાત પ્રસરતી ચાલી, “અરે, મહાયોગીએ એક દાસીના હાથના બાકુળાથી પોતાનો અભિગ્રહ પૂર્ણ કર્યો !”
“દાસી પણ નહિ, ત્રણ ટકાની ગુલામડી ! જેના ચારિત્ર્યનું, જેની ખાનદાનીનું, જેની નાગરિકતાનું ઠેકાણું નથી એવી ગુલામડી ! ધનાવહ શેઠે દાસબજારમાંથી આણેલી એક છોકરીના હાથેથી અન્ન સ્વીકાર્યું ! અલ્યા, ગુલામ કરતાંય આપણે હેઠ, નીચ, અધમ ! જાતપાત વગરના ગુલામના હાથનું અન્ન તે અડાય ! શું કળિ આવ્યો છે !” બીજાએ કહ્યું,
“દાસીના હાથના બાકળા ? એક નીચ ગુલામડીના હાથમાં અન્નથી ઉજ્જવળ તપનું પારણું ?" કેટલાકે ટીકા કરી.
હા, હા, શું ગુલામ મનુષ્ય નથી ? અરે, ગુલામોમાં જેટલી માનવતા છે એટલી તમારામાં ક્યાં રહી છે ? ગુલામના ચારિત્ર્યની વાત કરો છો કે તમારું ચારિત્ર્ય તો જુઓ ! એના નાગરિકત્વની વાત કરો છો, ને તમારા પગ નીચેનું બળતું તો જુઓ. મહાયોગીને મન શું ઊંચ કે શું નીચ ? એ દીવાલો ને વાડા તો આપણે બધાએ આપણા સ્વાર્થ કાજે ખડા કરેલા છે. બોલો, ‘જય હો મહાયોગી જ્ઞાતપુત્ર મહાવીરનો !' અરે, ચાલો ચાલો, અન્ન લેનાર ને અન્ન દેનાર બન્નેનાં દર્શન કરીએ.” માનવી ટોળાબંધ એકઠું થઈ રહ્યું હતું.
ભારે રૂડો જોગ જામ્યો હતો. પેલી દાસી ચંદના બે હાથ જોડીને ખડી હતી. પગના બંધ ધનાવહ શેઠથી તુટ્યા નહોતા અને જેને તોડવા શેઠ લુહારને તેડવા ગયા હતા, તે બંધ આપોઆપ તૂટી ગયા હતા. દાસત્વની તૂટેલી સાંકળો જાણે માનવતાના ખંડેર સમાં માનવીઓને મૂંગો બોધપાઠ આપી રહી હતી :
- “દાસત્વના હિમાયતીઓ ! સહુ ચેતતા રહેજો. આજે તમે એકને દાસ બનાવશો, કાલે બીજો તમને દાસ બનાવશે. અહીં તો કરશો તેવું પામશો. વારા પછી
વારો છે. આજ તારો, કાલ મારો છે. સમય કે શક્તિનો ગેરલાભ ન ઉઠાવશો. સારી કે ખોટી ઊભી કરેલી પરંપરા આખરે તમારે જ ભોગવવી પડશે.”
ચંદનાના મુખ પર દિવ્ય તેજ ઝળહળી રહ્યું હતું. આજ એ મુદ્ર ગુલામડી નહોતી રહી; કૌશાંબીના દરેક મનુષ્ય કરતાં મહાન ઠરી હતી. દાસ પણ મહાન છે, મનુષ્યત્વના સર્વ હક્ક એને છે; એની આજે આડકતરી પણ સ્પષ્ટ જાહેરાત દુભિનાદ સાથે થઈ ચૂકી હતી.
ચંદના બે હાથની અંજલિ રચી રહી હતી : “પ્રભુ, મુજ જનમદુઃખિયારીને આજ આપ જનસાથી મળ્યા. આંખો મીંચાય છે. જલવાદળી વરસે છે. અરે, મારા સૂના અંતરમાં આવીને કોઈ વસ્યું છે, પ્રભુ ! મારું જીવન જ રુદનમય હતું. રોઈરોઈને મારાં અશ્રુ થીજી ગયાં હતાં. ભવ આખો કાઢવાનો હતો. રોઉં તો પાર ક્યાં આવે ? કર્મ અને પુરુષાર્થનાં હૃદ્ધોને સદા યાદ કર્યા કરતી. તમને આવતા જોયા. મેં જાણે શરીરને ત્યાં પ્રાણને આવતો ભાગ્યો ને અંતર મલકી રહ્યું. પણ પછી તો દુર્ભાગીના સુખની જેમ આપને જતા જોયા ને મુજથી ન રહેવાયું. સૂર્યપ્રકાશના સ્પર્શે ઠરેલા હિમમાંથી ઝરણું વહી નીકળે, એમ મારા થીજેલા અંતરમાંથી આંસુ વહી નીકળ્યાં. ધન્ય ભાગ્ય આજ મારું ગણું ! સંસારમાં હવે ચંદના હીન નહિ, દીન નહિ ! તમારાં દર્શને એ ભવોભવ તરી ગઈ. મારો આત્મા અજેય બની ગયો. કાયાના ભલે કણ કણ થાય, જુલામગારો ભલે એને છંદ-ગૂંદે, મને કોઈ ઊની આંચ પણ નહીં પહોંચાડી શકે . હું તો ન્યાલ થઈ ગઈ.”
પ્રભુ તો દિવ્ય મૌન ધારીને, અંતરના પડદા મૌન વાણીથી છેદી રહ્યા હતા. માનવતાના પરાગ સમું એમનું જીવનમાધુર્ય વાતાવરણમાં મધુરતા પ્રસારી રહ્યું હતું. જાણે કદી ત્યાં શોક નહોતો, સંતાપ નહોતો.
ધનાવહ શેઠનું વિશાળ પ્રાંગણ માનવમેદનીથી ભરાઈ ગયું હતું. જનસમુદાય પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી ગેલમાં આવી ગયો હતો. કોઈ ભાતભાતનાં વાજિંત્ર બજાવતાં હતાં, કોઈ પુખ, અક્ષત, સુવર્ણજવ, મણિમૌક્તિક ઉડાડતાં હતાં. ઘડી પહેલાં જ્યાં નરકની ગંધ પ્રસરેલી હતી, ત્યાં સ્વર્ગની શોભા પ્રગટી રહી. લોકો કહેતાં : “અરે, પૃથ્વી એ તો પૃથ્વી જ છે. સ્વર્ગ ને નરક ખેડાં કરનારાં તો આપણે જ છીએ.”
રાજા અને રાણી પણ આવી પહોંચ્યાં હતાં. એમના અંતરનો આનંદ આજ અંતરમાં સમાતો નહોતો. શહેરને શિરેથી શાપ ટળ્યાનો એમને સંતોષ હતો. એમણે જે જોયું તે દેશ્ય અપૂર્વ હતું. પ્રભુ તેજકિરણો વહાવતા સ્થિર ખેડા હતા. ચંદના ભક્તિઝરણ વહાવતી પૃથ્વી પર મસ્તક નમાવીને પડી હતી. વાહ રે વાહ ! કર્યું જ્ઞાન આ ભક્તિને જીતી શકે ? એ ઘેલી કંઈ કંઈ લવી રહી હતી. બાણે એના દિલના આગમાં કવિતાનાં સુમન ખીલ્યાં હતા :
મહાયોગી 41
40 પ્રેમનું મંદિર