Book Title: Prekshadhyana Yogik Kriyao Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ સંપાદકીય) આચાર્ય શ્રી તુલસીજી અને યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી દ્વારા પ્રણીત પ્રેક્ષાધ્યાનથી ગુજરાત હવે સુપેરે પરિચિત છે. પ્રક્ષાધ્યાન એકેડમી દ્વારા પ્રેક્ષાધ્યાનના વિવિધ પાસાઓને વણી લેતાં નાનાં - મોટાં અનેક પુસ્તકો અદ્યાવધિ ગુજરાતીમાં રૂપાન્તરિત થઈ પ્રકાશિત થઈ ચૂકયાં છે. પ્રસ્તુત પુસ્તિકા તેમાં એક સુંદર ઉમેરો કરે છે. આ પુસ્તિકા આચાર્યશ્રીના અંતેવાસી મુનિ શ્રી કિશનલાલજી વિરચિત 'પ્રેક્ષાધ્યાન - યૌગિક ક્રિયાનું ગુજરાતી રૂપાન્તર છે. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય ઘણું ઊંચું છે - તેના સાધકને પોતાની જાતનો પરિચય કરાવવાનું - આત્મસાક્ષાત્કાર કરાવવાનું. આત્મસાક્ષાત્કાર તે કરી શકે જેનાં શરીર અને મન બન્ને સ્વસ્થ હોય. પ્રેક્ષાધ્યાન શરીર અને મન બન્નેને સ્વસ્થ કરવાનું અમોધ સાધન છે. આચાર્યશ્રી અને યુવાચાર્યશ્રીએ પ્રેક્ષાધ્યાનની સાધનામાં શરીરને સમજવાના અને સ્વસ્થ કરવાના માર્ગો દર્શાવ્યા છે. - જેમાં યૌગિક ક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. મુનિ કિશનલાલજીએ અહીં પ્રક્ષાધ્યાન સાથે સંલગ્ન સરળ યૌગિક ક્રિયાઓ સ્વાનુભવના બળે સમજાવી છે. આ યૌગિક ક્રિયાઓ સરળ છે, અલ્પ - આયાસસાધ્ય છે અને સૌથી મોટી વાત એ છે કે અલ્પ સમયાવધિમાં આબાલ-વૃદ્ધ દ્વારા કરી શકાય તેવી છે. અનેક વ્યવહારિક અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પૂ. મહાપ્રજ્ઞજીના પ્રેક્ષાધ્યાન અંગેના મૂલ્યવાન પુસ્તકોની અનુવાદ – શ્રેણીનો પ્રબંધભાર નિષ્ઠાપૂર્વક સંભાળવા માટે શ્રી શુભકરણજી સુરાણા અભિનંદનને પાત્ર છે. પ્રસ્તુત પુસ્તિકાના અનુવાદ માટે કુ. જયાબેન સતિયાનો અહીં સહર્ષ આભાર માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66