Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ આઠમી ક્રિયા : છઠ્ઠી ક્રિયાની માફક શરીર આગળની તરફ ઝુકાવો. શ્વાસ બહાર કાઢીને બાહ્ય કુંભક કરો (બહાર શ્વાસ કાઢી બહાર શ્વાસ રોકો). પેટને ખૂબ તીવ્રતાથી સંચાલિત કરો. નવમી ક્રિયા : નેવું ડિગ્રીમાં શરીરને વાળી બાહ્ય કુંભકની સ્થિતિમાં પેટને ખૂબ તીવ્રતાથી સંચાલિત કરો. દસમી ક્રિયા : બંને પગને ખુરશીની માફક વાળો. બંને પગની વચ્ચે દોઢ ફૂટનું અંતર રાખો. હથેળીઓ ઘૂંટણ પર મૂકો. શ્વાસ બહાર કાઢો. પેટને પીઠની તરફ ખેંચીને ઉડ્ડિયાન કરો. આ અભ્યાસની પરિપક્વતા પછી નૌલી ક્રિયા થવા માંડશે. લાભ : શ્વાસની ક્રિયા સાહજિક થવા લાગે છે, કબજીયાત દૂર થાય છે, ફેફસાં સ્વસ્થ થાય છે, રક્તનું શુધ્ધિકરણ થાય છે, પેટના રોગોથી મુક્તિ મળે છે, પાચનક્રિયા વ્યવસ્થિત થાય છે, અપાન-વાયુની શુધ્ધિ થાય છે, પ્રાણ સક્રિય બને છે, તેમ જ બધી જ ગ્રંથીઓ પ્રભાવિત થાય છે જેથી તેમનો સ્ત્રાવ વ્યવસ્થિત થવા લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66