Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ યોગ-પદ્ધતિઓના પ્રયોગો અને પ્રશિક્ષણમાં પણ સહભાગી છે. યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના માર્ગદર્શન નીચે યોજાતી પ્રક્ષાધ્યાન શિબિરો, પ્રેક્ષા-પ્રશિક્ષણ શિબિરો તથા જીવન-વિજ્ઞાન- પ્રશિક્ષણ શિબિરોમાં આસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ, ધ્યાન વગેરેના પ્રશિક્ષણની જવાબદારી તેઓ ખૂબ કુશળતાપૂર્વક સંભાળી રહ્યા છે. યુગ-પ્રધાન આચાર્યશ્રી તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ પરિણામ છે કે આજે હજારો લોકો આ આધ્યાત્મિક સાધનાના માર્ગે ચાલી સમસ્યાઓથી મુક્ત શાંત જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષા પધ્ધતિના રૂપમાં માનવજાતિને આ બે મહાન અધ્યાત્મ-મનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સર્વાગીણ સાધના-પધ્ધતિ સર્વજનહિતાય, સર્વજન-સુખાય સિધ્ધ થશે. * શારીરિક ક્રિયાઓને સ્પષ્ટતાથી સમજવા માટે અને પ્રયોગ કરવાને માટે તેને સંબંધિત ચિત્રો પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તેને માટે શ્રી કૈલાસ મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સાધક શ્રી રસિક મહેતાના પરિશ્રમથી આ ઉપયોગી તેમ જ સુંદર પ્રકાશન નીડમ્ ને આટલું જલદી પ્રાપ્ત થઈ શક્યું છે. આશા છે કે પુષ્પોની પરંપરામાં આ પ્રકાશન પણ પાઠકોની રુચિને અનુરૂપ લાગશે. શંકરલાલ મેહતા નિર્દેશક, તુલસી અધ્યાત્મ નીડમ્ જૈન વિશ્વ ભારતી, લાડનૂ Jain Education International For Private Mersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66