________________
થાય છે. પ્રેક્ષા-ધ્યાન શિબિરોમાં આસન-પ્રાણાયામના પ્રયોગ કરાવતી વખતે એવો અનુભવ થયો કે વૃદ્ધ યા અસ્વસ્થ વ્યક્તિઓ કે જે સંપૂર્ણપણે આસન કરવા શક્તિમાન નથી તેઓ યૌગિક શારીરિક ક્રિયાઓ સરળતાથી કરી શકે છે તથા તેમને તે દ્વારા પોતાના અંગોમાં શકિત અને સક્રિયતાના વિકાસનો અનુભવ કરાવી શકાય છે. યૌગિક શારીરિક ક્રિયાઓ સાધના અને ધ્યાનની દ્રષ્ટિથી મહત્ત્વપૂર્ણ છે. શ્વાસ-પ્રશ્વાસનું સંતુલન સાધનાની ભૂમિકા છે. મેરુદંડની ક્રિયાઓ શકિતને ઊર્ધ્વગામી બનાવવામાં તથા સ્વાથ્યમાં સહયોગી બને છે.
સાધનાના વિકાસ માટે મેરુદંડ સ્વસ્થ, લચીલો અને સક્રિય હોવો ઘણો જરૂરી છે. યૌગિક શારીરિક ક્રિયાઓ આખાએ શરીરને સક્રિય અને તેજસ્વી બનાવવામાં મદદરૂપ થાય છે. શરીરના પ્રત્યેક અંગને તેનાથી દૃઢતા તેમ જ શકિત મળે છે.
પ્રેક્ષાધ્યાનના અભ્યાસી સાધક - સાધિકાઓ આ યૌગિક શારીરિક ક્રિયાઓથી પોતાને લાભાન્વિત કરશે. મુનિ ધર્મેન્દ્રકુમારજી અને નીડમ્ ના સંયોજક ધર્મચંદ્ર જૈનના સૂચનોએ આની ઉપયોગિતાને વધારી દીધી છે. આશા છે કે પ્રેક્ષા-ધ્યાનના સાધકો યૌગિક ક્રિયાઓના અભ્યાસથી સાધનામાં શક્તિશાળી બનશે.
મુનિ કિશનલાલ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org