Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ સ્વકથ્ય પ્રેક્ષાધ્યાન સાધનાની સરળ અને વૈજ્ઞાનિક વિધિ છે. તેમાં પ્રાચીન દાર્શનિક પધ્ધતિઓની જટિલતા ઓગાળી કઢાઇ છે, તો આધુનિક વિજ્ઞાનની નવીનતમ ઉપલબ્ધિઓનો વિનિમય પણ છે. સાધનાનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સંશોધનને અવકાશ ન હોય. પૂર્ણતાએ પહોંચવા માટેની સંભાવના હર હંમેશ ઊભી રહે છે. પ્રેક્ષાધ્યાન પધ્ધતિનો એ સ્પષ્ટ સરળ દષ્ટિકોણ છે કે પ્રાચીન જ્ઞાનનો સંપૂર્ણ ઉપયોગ કરતાં કરતાં આધુનિક નવીન શોધોથી જે જીવન-વિકાસમાં સહયોગ મળે તો તેનો ઉપયોગ ઉપાદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે. - યોગ પરંપરા નથી, પરંતુ એક પ્રકારની વિધિ છે, જેને યોગીઓએ લાંબી સાધના અને અનુભવોથી શોધેલ છે. પ્રેક્ષાસાધનામાં કાયોત્સર્ગ, ધ્યાન, અનુપ્રેક્ષા, ભાવના અને સ્વાધ્યાયની સાથે આસન-પ્રાણાયામને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પ્રેક્ષાધ્યાન-પદ્ધતિનું મંતવ્ય છે કે સાધનાના વિકાસ માટે શરીરને સ્વસ્થ હોવું અનિવાર્ય છે. સ્વસ્થ શરીર સિવાય સાધનાની અભિવ્યક્તિ શરીર પર કેવી રીતે ઉતરી શકે ? જૈન પરંપરામાં આસનોને “સ્થાન” કહેવામાં આવે છે. ભગવાન મહાવીર પોતે ધ્યાનમાં જુદાં જુદાં પ્રકારનાં આસનોનો ઉપયોગ કરતા હતા. કેવલજ્ઞાન કે વિશેષ ઉપલબ્ધિ માટે 'વજઋષભ-નારાચ-સંહનન” હોવું ખૂબ જ જરૂરી છે. શરીરના સંહનનથી શરીરની સુદઢતાને કારણે ધ્યાન વગેરે દીર્ઘકાલીન સાધના યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. - શારીરિક યૌગિક ક્રિયાઓ દરેક વ્યક્તિ કરી શકે છે. આ ક્રિયાઓથી શરીરના પ્રત્યેક અંગને સક્રિયતા અને શક્તિ પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66