________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૧૭ આહા હા ! એ કારણપ્રભુ!
એક સ્થાનકવાસી વકીલ હતા. કાઠિયાવાડમાં એને દિગંબર (શાસ્ત્રોનો ) પહેલવહેલો વાસ. એના દીકરાએ એ પ્રશ્ન કર્યો કે: તમે આત્માને કારણપરમાત્મા કહો છો. તો કારણ હોય તો એનું કાર્ય આવવું જોઈએ. પણ કાર્ય તો આવતું નથી! કીધું: પ્રભુ! કોને? (કે.) જેને એ કારણપરમાત્મા છે એવી પ્રતીતિ હોય એને કારણપરમાત્માનું કાર્ય-સમ્યગ્દર્શન થયા વિના રહે નહીં ! પણ હજી કારણપરમાત્મા છે એની પ્રતીતિની ખબર નથી. ત્યાં શાસ્ત્રથી-પાઠથી ધારી લેવું છે?
વાત સમજાય છે? વાત તો એવી છે, ભગવાન! બહુ સૂક્ષ્મ, બાપુ! અહીં “કારણપરમાત્મા” લખ્યું છે ને..! ઘણી વાર આવશે. આખા “નિયમસાર' માં તો કારણપરમાત્માનાં જ ગાણાં ગાયાં છે.
આહા... હા ! એની સાથે “કારણ (શુદ્ધ) પર્યાય” આવી છે ને...! “નિયમસાર” માં જ ૧૫મી ગાથા. એક કારણ (શુદ્ધ) પર્યાય છે ધ્રુવ. ધ્રુવ.. હોં! જેમ વસ્તુ ધ્રુવ છે, જેમ ગુણ ધ્રુવ છે; તેમ એક કારણ પર્યાય પણ ધ્રુવ છે. ૨૦OOની સાલમાં ઘણો વિસ્તાર કર્યો હતો. ૧ થી ૧૯ ગાથા સુધીનાં વ્યાખ્યાન (પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયેલાં છે). “કારણ (શુદ્ધ) પર્યાય સૂક્ષ્મ છે. જેમ ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ-ચાર દ્રવ્ય છે, એમાં તો પરિણામિકભાવની પર્યાય એકસરખી છે. શું કહ્યું સમજાણું? (એ જે) ચાર દ્રવ્ય છે (એના) દ્રવ્ય-ગુણ તો એકસરખા જ છે; પણ એની પર્યાય પણ એકસરખી (છે). ઓછી-વિપરીત એકય છે જ નહીં. -પારિણામિકભાવની પર્યાય સદાય એકરૂપ (છે). ત્યારે તો એ દ્રવ્ય-ગુણ-પર્યાયનો દ્રવ્ય પૂર્ણ થાય છે. તો આત્મામાં દ્રવ્ય અને ગુણ પૂર્ણ છે; પણ જે પર્યાય રાગાદિની છે એ રાગાદિ તો ઓછા-વધારે થાય છે. રાગનો અભાવ થઈને સમકિત થાય છે. અને સમકિતની–મોક્ષમાર્ગની પર્યાયનો પણ અભાવ થઈને મોક્ષ થાય છે. તો પર્યાય એકરૂપ ન રહી. (જ્યારે ધર્માદિ ) ચાર (દ્રવ્યમાં) પર્યાય એકરૂપ છે. તો આમાં (આત્મામાં) પારિણામિકની (પર્યાય) એકરૂપ હોવી જોઈએ કે નહીં? તો એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (પર્યાય) સિવાય, અંદર (એક) કારણ (શુદ્ધ) પર્યાય (છે). એ બધો વિસ્તાર ૧૫મી ગાથાના (વ્યાખ્યાનમાં) કર્યો છે. દ્રવ્ય એવું ત્રિકાળી ધ્રુવ, એવું ત્રિકાળી સામાન્ય, એવી પર્યાય વિશેષ. વિશેષ (એટલે) ઉત્પાદ-વ્યય નહીં. ઉત્પાદ-વ્યય વિનાની “કારણપર્યાય ધ્રુવ સંદેશ અનાદિઅનંત છે. જેમ પેલા ચાર દ્રવ્યમાં એક પારિણામિક પર્યાય અનાદિ અનંત એકસરખી છે એવી અહીંયાં ધ્રુવ-કારણ (શુદ્ધ) પર્યાય અનાદિઅનંત એકરૂપ છે. આહા... હા ! મેં ૨૦OOની સાલમાં એનો નકશો પણ બનાવરાવ્યો હતો. પણ (એ વિષે એક મોટા પંડિતને) કહ્યું તો તે સમજ્યા નહીં. વર્ણીજીને કહ્યું તો એણે કીધું કે “કારણ (શુદ્ધ) પર્યાય” એવું છે નહીં. પછી હું અચકાણો કે, મોટા પંડિતો ય સમજતા નથી તો બીજા તો) સમજશે નહીં. (એથી) નકશો બહાર નથી પાડ્યો. એ (વિષય) સૂક્ષ્મ છે, ભાઈ ! દ્રવ્યનો ભાવ, એ કારણ (શુદ્ધ) પર્યાય; એ પારિણામિકભાવમાં જાય છે. એ (ઔદયિકાદિ) ચાર ભાવમાં આવતો નથી. એ ઉત્પાદ-વ્યય વિનાની પર્યાય “કારણ (શુદ્ધ) પર્યાય છે. આવો માર્ગ છે! એ અહીં કહે છે.
અહીંયાં એ (દ્રવ્ય) ભાવને પારિણામિકભાવમાં લેવો છે. તો એ કારણ (શુદ્ધ) પર્યાય, દ્રવ્ય અને ગુણ-ત્રણેને “કારણ પરમાત્મા’ કહેવામાં આવે છે. એ કારણપરમાત્મા, (ઔદયિકાદિ) ચાર ભાવોના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com