________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૭ આહા... હા ! પદ્મપ્રભમલધારિદેવ મુનિરાજ ભાવલિંગી સંત! ભાવલિંગનું લક્ષણ શું? – તીવ્ર આનંદનું સ્વસંવેદન જેની મહોરછાપ છે. એ ભાવલિંગ મુનિનું છે. દ્રવ્યલિંગ-પંચ મહાવ્રત; નગ્નપણું તો હોય છે. હોય તો એવું જ હોય, બીજું હોતું નથી. પણ (ભાવલિંગ વિના દ્રવ્યલિંગ) એ વસ્તુની સ્થિતિ નથી. સમજાણું કાંઈ ?
અહીંયાં (અને) “પરમાત્મપ્રકાશ” માં પણ કહ્યું છે: “ભાવલિંગ” એ (પણ) આત્મા નથી ! ત્રિકાળી (આત્માની) વાત લેવી છે ને...!
અહીં કહે છે કેઃ “(જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ) પરદ્રવ્ય હોવાને લીધે ”—એમ કારણ આપ્યું. “ખરેખર ઉપાદેય નથી.” આહા. હા!
હજી તો અહીં (લોકોને) સમ્યગ્દર્શન વિનાની વ્યવહાર-રાગની ક્રિયાને ઉપાદેય મનાવવી છે! પ્રભુ! એ (વીતરાગમાર્ગનો) વિરોધ છે. તારી વીતરાગતા, એમાંથી (રાગમાંથી) ઉત્પન્ન થશે નહીં. આહા. હા! તું વીતરાગસ્વરૂપી છો. (તારું) સ્વરૂપ વીતરાગ છે. તો એમાંથી વીતરાગતા ઉત્પન્ન થશે. (૮) જિનસ્વરૂપી છો. તો પરિણતિમાં જિનસ્વરૂપ-જિનપર્યાય પ્રગટ થાય છે. બહારથી કોઈ ચીજ આવતી નથી!
પણ અહીંયાં તો ત્યાં સુધી કહ્યું કેઃ જિનસ્વરૂપ જે ત્રિકાળ છે; એનો અનુભવ થયો, એ પણ પર્યાય છે; એનો આશ્રય કરવા લાયક નથી; એ કારણે (એવી “શુદ્ધપર્યાય” પણ ) ઉપાદેય નથી ! આહા... હા !
સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે, ભગવાન! કોઈ સંસ્કૃત ને વ્યાકરણ જેવી આકરી તો નથી. ચાર ચોપડી ભણેલો હોય તો પણ ખ્યાલ આવી જાય. એમાં કાંઈ વ્યાકરણ ને સંસ્કૃત (ભણેલાની) જરૂર નથી. આહા... હા! અંતરના સંસ્કારની (ઊંડી જિજ્ઞાસાની) જરૂર છે.
હવે કહે છે: “સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે.” (એ કોણ?) -મુનિ પોતે! પોતે મુનિ છે ને..! એટલે મુનિથી વાત લીધી છે. “મુનિ' કેવા હોય? અથવા મુનિ કહે છે (ક) અમે કેવા છીએ? કે: “સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ '. શિખામણિ અર્થાત્ ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિકલગીનું રત્ન. વૈરાગ્ય-પરથી ઉદાસ ઉદાસ... ઉદાસ (છે). ઉદાસીન (છે). ઉઆસન, ઉદ્+આસીન. જેનું આસન ધ્રુવમાં (છે). (જેની ધ્રુવમાં) દૃષ્ટિ પડી છે!
આહા.... હા! સમ્યગ્દષ્ટિ પણ પરથી ઉદાસ છે. પણ (એને) હજી ત્રણ કપાય (ચોકડી) નું અસ્તિત્વ છે, અને મુનિને તો ત્રણ કષાય (ચોકડી) નો અભાવ છે. એક સંજ્વલન કષાય (ચોકડી) નું અસ્તિત્વ છે. પણ (એ) તો એનાથી પણ ઉદાસ છે.
“સહજ-સ્વાભાવિક વૈરાગ્ય' કોને હોય છે? કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોય છે, તેને સ્વાભાવિક વૈરાગ્ય હોય છે! આમ (હઠથી–બહારથી) વૈરાગ્ય કરીને બૈરી, છોકરાં, કુટુંબ છોડી દીધાં માટે વૈરાગ્ય છે, એમ નથી. (“સમયસાર') પુણ્ય-પાપના અધિકારમાં તો એમ કહ્યું કે: અમે વૈરાગ્ય કોને કહીએ છીએ? કે-પુણ્ય અને પાપથી વિરક્ત હોય, એ નાસ્તિ; અને સ્વભાવમાં રક્ત હોય, એ અસ્તિક-એને વૈરાગ્ય કહીએ છીએ. સમજાણું કાંઈ? આહા... હા ! આવી વાત છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com