________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનનો ભાવ એવો છે કે તે એક ક્ષણવાર પણ સ્થિર રહેતું નથી. તે ક્ષણે ક્ષણે અનેક પ્રકારના સારા યા નરસા વિચારો કર્યા કરે છે, તે મન ધ્વજાના વસ્ત્ર જેવું, હાથીના કાન જેવું અને શરદ્દરૂતુના વાદળ જેવું ચંચળ છે. તે મનને આપણે જેવી ગતિ આપીએ તેવી તે લે છે. તો તેવા મનને એકદમ નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કરે એ કામ ઘણું કઠણ છે અને શરૂઆતમાં તો અશકય જેવું છે માટે પ્રથમ મનને શુભ વિચારમાં લાવવું. આ કામ અશુભ વિચારેને દાબવાથી થઈ શકશે નહિ, કારણકે જેમ જેમ અમુક ખરાબ વિચારને કાઢવો છે, એમ વિચારીએ, તેમ તેમ તે ખરાબ વિચારને આપણે પુષ્ટિ આપીએ છીએ, માટે અશુભ વિચારિને દૂર કરવાનો પ્રયત્ન છોડી દઈ, મનને સારા વિચાર અને સારી ભાવનાઓથી ભરવું, આ પુસ્તકમાં ઘણું ઉત્તમ કે સારી ભાવનાઓથી ભરેલા છે. તે વાંચક વર્ગ તેવા કેને યાદ કરી, વારંવાર તેનું રટન કરવું અને આ રીતે મનને શુભ ભાવનાઓથી ભરવું. આ રીતે મન અશુભમાંથી શુભમાં આવશે. શુભ વિચારમાં લાવ્યા પછી તેને વશ કરવું, એકાગ્ર કરવું, એ કામ ઘણું સહેલું થાય છે, પણ પ્રથમ કામ તે મનને સર્વથી શુભ ભાવનામય બનાવવું અને એવી શુભ ભાવનાઓ હૃદયમાં પુષ્ટ થાય તે માટે આ ગ્રન્થમાં આપેલા ઉત્તમ બ્લોક કંઠાગ્રકરે, વારંવાર તેનું ચિંતન કરવું. જેમ જેમ શુભ વિચારો અને ભાવનાઓનું બળ વધશે, તેમ તેમ અશુભ વિચારો પોતાની મેળે ચાલ્યા જશે. જોસભેર ચાલતા ચક્ર તરફ કઈ પણ વસ્તુ ફેંકવામાં આવે તો તે ચક્ર તે વસ્તુને દૂર ફેંકી દે છે, તેવી રીતે શુભ વિચારનું ચક્ર તે તરફ આવતા અશુભ વિચારને વરાથી ફેંકી દેશે. અને સર્વ કાર્યોનો પિતા વિચાર
For Private And Personal Use Only