________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવના જીવન પર અસર કરનારી હોવી જોઈએ. ત્યારે ભાવનાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે કોઈપણ સ્થાયી, ઉચ્ચ અને જીવનને અસર કરનાર વિચાર. આવી વ્યાખ્યા જેને લાગુ પડી શકે તેવી અનેક ભાવનાઓ આ પ્રકરણમાં આપેલી છે. સવાલ વાંચકવર્ગ આગળ એટલે જ રહે છે કે તે ભાવનાઓને અમલમાં કેમ મૂકવી, આપણું જીવનવ્યવહારમાં તે ભાવનાઓને કેમ જવી. કામ કઠીન છે, પણ તે કર્યા સિવાય આપણે ખરે વિકાસ થે અસંભવિત છે. દાખલા તરીકે ધર્મસર્વસ્વાધિકારમાં પ્રથમજ એ શ્લેક આપેલે છે કે
श्रुयतां धर्मसर्वस्वं, श्रुत्वा च अवधार्यताम् । __ आत्मनः प्रतिकूलानि, परेभ्यो न समाचरेत् ॥
ધર્મનો સાર સાંભળો અને સાંભળીને હૃદયમાં રાખે, જે પોતાને પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું. આપણને કઈ છેતરે, ગાળો દે, મારે, અપમાન કરે અથવા નિંદા કરે છે તે શું આપણને ગમે ? તે શું આપણને પ્રતિકૂળ નથી ? જરૂર પ્રતિકૂળ છે, તો પછી ઉપરના સૂત્રને ધ્યાનમાં રાખી આપણે બીજા સાથેના આપણા વતનમાં આપણે તેને છેતરો નહિ, મારે નહિ, ગાળો દેવી નહિ, મારો નહિ, તેનું અપમાન યા નિંદા કરવી નહિ. તેવીજ રીતે તેનાથી વિપરિત સૂત્ર પણ ખરૂ છે કે “Do unto others as you would then to do unto you.. ” oflorail 27 રીતે તમારા પ્રત્યે વર્ત, એમ ઈચ્છતા હે, તેવી રીતે બીજાઓ પ્રત્યે તમે વર્તો. બીજાઓ તમને મીઠાં વચનથી બોલાવે, તમારી પ્રત્યે દયાભાવ રાખે, તમારા ગુણોની પ્રશંસા કરે, તમારા ઉપર સ્નેહભાવ રાખે. તમારુ કલ્યાણ છે. આ બધી બાબતે તમે ઈચ્છો
For Private And Personal Use Only