________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܘܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તેા પછી તમારા બીજા સાથેના સંબંધમાં તમારે પણ તેજ પ્રમાણે વર્તવું જોઇએ. તમારે બીજાઓને મીઠાં વચનેાથી ખોલાવવા જોઇએ, તેમના પ્રત્યે દયાભાવ રાખવા જોઇએ, તેમના ગુણાતી પ્રશંસા કરવી જોઇએ, તેમનાપર સ્નેહભાવ રાખવા જોઇએ અને તેમનું કલ્યાણ ઇચ્છવુ જોઇએ. આતા આપણે એક શ્લોકનું ટુંક વિવેચન કર્યું. જે ઉપરથી આપણે કેમ વિચાર કરવા તેને કાંઇક ખ્યાલ આવી શકશે.
આ શ્લોકમાં આપેલા સદ્દગુણામાંથી એકાદ સદ્ગુણ લેવો, પ્રાતઃ કાળમાં તે પર શાંત ચિત્તથી બેસી વિચાર કરવા અને તે અમલમાં કેમ મૂકી શકાય તેનું ચિંતવન કરવું, પછી તે દિવસના જીવન વ્યવહારમાં તે સદ્દગુણને યાજવા પ્રયત્ન કરવા, તે સદ્દગુણ પ્રમાણે વર્તાવા મહેનત કરવી ઘણા સમયના ઉલટા અભ્યાસથી શરૂઆતમાં ભૂલા થઇ જવા સંભવ છે, પણ તેથી ગભરાવું નહિ. રાત પડે દિવસના કાર્યનુ અવલેાકન ( પ્રતિક્રમણ ) કરવુ અને કૈટલે અશે તે સગુણ પ્રમાણે જીવન ગાળવામાં આવ્યું છે. અને કેટલે અંગે ભૂલ થઇ છે તેનું નિરીક્ષણ કરે. ફરીથી એવી ભૂલ ન થાય તેવા મન સાથે નિશ્ચય કરવા, ખીજે દિવસે પણ તે સદ્ગુણા યેાવા પ્રયત્ન કરવો, વળી સાંજરે તેનું નિરીક્ષણ કરવું. ક્ખા પ્રમાણે કરવાથી શરૂઆતમાં કદાચ ભૂલા વિશેષ થશે, પણ ધીમે ધીમે ભૂલે ઓછી થતી જશે અતે તે સદ્ગુણ આપણા જીવનમાં દૃઢ થતા જશે. આવી રીતે ધીમે ધીમે માનક અને નિયમિત રીતે બાંધેલા સદ્દગુણુ એ આપણી સાથે રહેશે. માટે આ પ્રકરણામાં પાખેલી ભાવનાઓને ભાવતારૂપે નહિ રહેવા દેતાં તે પ્રમાણે જીવન ગાળવા પ્રયત્ન કરવા.
For Private And Personal Use Only