________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિકાર દારૂ વગેરે પાપકાયૅના અનં પણ આ પ્રકરણામાં સ્પષ્ટ અસરકારક રીતે બતાવવામાં આવ્યા છે, ધસવ સ્વાધિકારમાં હિંદુધર્મના જુદા જુદા ગ્રન્થેામાં આવેલા ક્ષેકના આધાર આપી એમ બતાવવામાં આવ્યું છે કે યજ્ઞમાં, રાત્રી ભેાજનમાં હિંસા વગેરે જે પાપા રેનેામાં ખતાવે છે, તેના પુરાવા તેમના શાઓ પણ આપે છે, માટે તે ત્યાગ કરવા યેાગ્ય છે. જેમ વીંછી કે સપનું ઝેર ચડયું હાય અને તે ઉતારવાને તેને તે મત્ર ફરીથી ભણવામાં આવે તે પુનરૂક્તિ દોષ થતા નથી, તેમ આ પ્રકરણોમાં કેટલીક બાબતે ફરી ફરીને કહેવામાં આવી છે, તેમાં પુનઃક્તિ દોષ નથી, કારણકે સંસારનું રાગદ્વેષ અને કાયાદિનું ઝેર એટલું બધું ડેલું છે કે તે ઉતારવાને જેટલું કહેવામાં આવે તે એન્ડ્રુ ગણી શકાય. આ બધી ઉચ્ચ ભાવના છે અને તે ભાવનાઓ પ્રમાણે જીવન ગાળવામાંજ તેને ખરા લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ. હવે ભાવના એ શું? અને તે કેમ જીવનમાં ઉતારી શકાય તેને વિચાર કરીશું.
ભાવના એટલે વિચાર, દરેક વિચારને આપણે આદર્શ કે ઉચ્ચ ભાવના કહી શકીએ નહિ. તે વિચાર ઉચ્ચ હાવા જેઈએ. આપણને આપણી વર્તમાન સ્થિતિમાંથી ઉંચે લઇ જનારા તે વિચાર હાવા જોઇએ. આટલેથી પણ તેની વ્યાખ્યા પૂર્ણ થતી નથી. તે વિચાર સ્થાયી હાવા બેઈએ. આપણા આદર્શ કે ઉચ્ચ ભાવના ક્ષણે ક્ષણે બદલાય તે તે જીવનપર અસર કદી કરી શકે નહિ. માટે તે ભાવના સ્થાયી હાવી જોઇએ. વળી કાઇ ભાવતા ગમે તેવી ઉચ્ચ હોય પણ જો આપણા જીવનપર અસર ન કરે તે તે આપણે કામની નથી. ગમેતેવું સારૂં કાવ્ય બાળકને આનંદ કે બેધ આપી શંકે નહિ, કારણ‰ તે સમજવાની તેનામાં શક્તિ નથી, માટે તે
For Private And Personal Use Only