________________
૧ અનાદત-સંભ્રમરહિત, ચિત્તની ઉત્સુકતા વિના વાંદે. ૨ સ્તબ્ધ-દ્રવ્યથી કે ભાવથી અક્કડપણે વાંદે. ૩ તર્જના-વંદન કરીએ કે ન કરીએ આપને ન તોષ ન રોષ”. એમ કહેતો વાંદે. ૪ હીલિત-“તમને વાંદવાથી શું?’ એમ અવજ્ઞા. ૫. મનઃપ્રદુષ્ટ-(i) વંદનીયના દોષ મનમાં લાવી, અસૂયા અરુચિ સાથે વાંદે કે (i) સ્વ કે પર નિમિત્તે થયેલ મનોષિ પૂર્વક. ૬. ભય-વંદન ન કરૂં તો ગચ્છ બહાર કરે. ૭. ભજન્સ - (i)ગુરુ મને ભજે છે તેમ આગળ પણ ભજે એ માટે વાંદે, (i) “હે ગુરૂજી ! અમે તમને વંદન કરવા ઉભા છીએ' એમ કહી વાંદે ૮ મૈત્રી-“આ મારા મિત્ર છે કે થશે'. ૯ કારણ-વસ્ત્રપાત્રાદિ લાભના કારણે. ૧૦ ગૌરવ- “સાધુઓ જાણે કે આ સામાચારી કુશલ છે', એ હેતુએ. ૧૧ કર-વંદન એ અરિહંત રાજાનો કે ગુરૂનો કરે છે એમ ચિતવે. ૧૨ કરમોચન-લૌકિક કરથી તો છૂટયા પણ આ કર હજી છૂટયો નથી” ૧૩ સ્તન-આમને વાંદવાથી મારી લઘુતા થશે” માટે છૂપો વાંદે. ૧૪ દષ્ટાદ - ઘણાની વચમાં કે ઓથે રહીને વાંદે. ૧૫ શઠ-(૧) વિશ્વાસ ઉપજાવવા વાંદે (૨) માંદગીના બહાને અવિધિથી વાંદે. ૧૬ પ્રત્યેનીક – અનવસરે વંદન કરે. ૧૭ રાષ્ટ - ગુરુ કે પોતે રોષમાં વર્તતા વાંદે. ૧૮ પવિદ્ધ – વંદન ક્રિયા અધુરી છોડી ભાડુતની પેઠે ભાગે. ૧૯ વિપલિકુંચિત - થોડી વંદના કરી વચ્ચે દેશસ્થાદિ કરે. ૨૦ પરિપિંડિત - (૧) ઘણાને એક વંદને વાંદે, (૨) અક્ષર આવને છૂટા ન કરે (૩) બે કેડ પર હાથ થાપી આવર્ત કરે.
Jain Education International
33 For Private & Personal Use Only
www.jainelibrary.org