________________
પુણ્ય પાપ તત્ત્વો
પુણ્ય=શુભ કર્મ. કિંતુ શુભ કર્મ બાંધવાના ઉપાયને પણ પુણ્ય કહે છે, તે નવ પ્રકારે:
પાત્રને (૧-૫) અન્ન-પાણી-સ્થાન-શયન-વસ્ત્રનું દાન, (૬) વંદન, સત્કારાદિ, (૭-૮-૯) મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ, સાધુસાધ્વી એ સુપાત્ર, શ્રાવક શ્રાવિકા એ ભક્તિનું પાત્ર, બીજા દુઃખી જીવો એ અનુકંપાનું પાત્ર.
સંક્ષેપમાં ‘પરિણામે બંધ' એ ન્યાયે શુભ અધ્યવસાય એ પુછ્યું; તેમજ એને પેદા કરનાર શુભ કાયિક વાચિક વ્યાપાર એ પણ પુણ્ય; એથી વિપરીત ૧૮ પાપસ્થાનક એ પાપ. એમાં ક્રોધ વગેરે અપ્રશસ્ત હોય તો પાપ અને પ્રશસ્ત હોય તો પુણ્ય. જિનપૂજાદિ એ પુણ્યક્રિયા. કેમકે એમાં અધ્યવસાય પ્રભુભક્તિનો શુભ છે, પણ પાણી વગેરેની હિંસાનો નથી. આતો કારણરૂપ પુણ્ય-પાપની વાત થઇ. પણ ફલરૂપ પુણ્ય-પાપ એટલે શુભાશુભ કર્મ જે આત્મા બાંધે છે અને જેના વિપાકથી સુખ દુઃખ મેળવે છે તે. આને માટે પહેલાં કુલ કર્મ ગણી પછી એનો શુભ અશુભ વિભાગ કરીએ.
કર્મના મૂળ ભેદ (પ્રકૃતિ) ૮=જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય - આચાર ઘાતિ કર્મ, (આત્માના વિશિષ્ટ ગુણનો ઘાત કરે તે ઘાતિ), વેદનીય, આયુ, નામ અને ગોત્ર (આ ચાર અઘાતિ કર્મ)
૧૦૧
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org