________________
૩ વેદ - વિષયક્રીડાની અભિલાષા. એ સ્ત્રી, પુરુષ, નપુંસક એમ ત્રણ ભેદે. પુરુષ ભોગવવાની ઇચ્છા એ સ્ત્રી વેદ...
૩ દષ્ટિ ૧. મિથ્યા દષ્ટિ-વિપરીત દષ્ટિ. મદિરા પીધેલો માતાને પત્ની સમજે, તેમ મિથ્યાત્વના ઉદયે જીવ સતને અસત અને અસતને સત, ધર્મને અધર્મ, કુધર્મને સદ્ધર્મ વગેરે માને છે. ૨ સમ્યગ્દષ્ટિ-વસ્તુને સાચા સ્વરૂપે મનાવે. ૩ મિશ્રદષ્ટિ કંઈક સાચું, કંઈક ખોટું માને અથવા સત્યતત્ત્વ પ્રત્યે ન રુચિ કે ન અરુચિ.
૪ દર્શન-ચક્ષુથી થતો સામાન્ય ભાસ તે ચક્ષુ દર્શન; બીજી ઇંદ્રિયોથી થાય તે અચક્ષુ દર્શન અવધિ અને કેવળ દર્શન પણ વસ્તુના સામાન્યરૂપનું પ્રત્યક્ષ કરે.
૫ જ્ઞાન-મત, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાન.
૩ અજ્ઞાન-મતિ-શ્રુત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાન (મિથ્યાત્વિનું અવધિ જ્ઞાન). અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન; એ મિથ્યા દષ્ટિને હોય.
૧૨ ઉપયોગ -૪ દર્શન + ૫ જ્ઞાન + ૩ અજ્ઞાન, દર્શન વગેરે શક્તિરૂપે છે, અને ઉપયોગ એ આત્મામાં તેના સ્કરણરૂપે છે.
ઉપપાત ચ્યવન એક સમયમાં તે તે દંડકમાં કેટલા જીવ જન્મ,
મરે.
સ્થિતિ-દંડકના જીવનું આયુષ્ય કિમાધાર-કઈ કઈ દિશામાંથી જીવ આહાર લે? ૩-૪-૫-૬
Jain Education International
For Privatspersonal Use Only
www.jainelibrary.org