________________
42 | સર્વત્ર 22ષભ કૂટ ચોથા ખંડમાં હોય, અને વિજયોમાં સામસામા પર્વતો પરથી નીકળેલી બબ્બે મૂળ નદીઓ ના પ્રપાતની વચ્ચે હોય છે. જેબૂકૂટ એ ઉત્તરકુરમાં આવેલ અનેક પરિવારવાળા મહાન જંબૂવૃક્ષ (જબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદ્દત દેવનું નિવાસ) ની નજીકના સો યોજનના વનની ૮ વિદિશાઓમાં છે. દરેક પર વૈતાઢયની જેમ ૧-૧ સિદ્ધાયતન છે. આ બેઉ જાતના કૂટ જાંબૂનદ સુર્વણમય છે. શાલ્મલિકુટ એ દેવકુરમાં ગરુડવેગ દેવના નિવાસભૂત શાલ્મલિવૃક્ષ પાસેના પહેલા વનમાં છે; તે રૂપ્યમય છે. કરિકુટ એ મેરુની તળેટીના ભદ્રશાલ વનમાં દિશા-વિદિશાના આંતરામાં હાથી આકારે છે. તેના પર દેવના ભવન છે અહીં ચક્રિને જીતવા યોગ્ય તે વિજય-એ અર્થથી ભરત, ઐરાવત અને વિદેહની ૩૨ એમ ૩૪ વિજય જાણવી.
. તીર્થ ૧૦૨-ગંગા સિંધુના સમુદ્ર સંગમ સ્થળે માગધ અને પ્રભાસ, અને વચમાં વરદામ એ૩-૩ તીર્થ ભરત, ઐરાવત અને ૩૨ વિજયોમાં હોઇ, કુલ ૧૦૨ તીર્થ છે. સમુદ્ર કાંઠાથી ૧૨ યોજન દૂર માગધાદિ દેવની રાજધાનીવાળા દ્વીપો છે. ચક્રવર્તી પહેલો ખંડ જીતતાં અઠ્ઠમ કરીને આ દેવની સભામાં ૧૨ યોજન છેટેથી બાણ ફેકે છે. તે પર નવા ચક્રિનું નામ વાંચી દેવ શરણે આવે છે.
શ્રેણીઓ ૧૩૪-૩૪ લાંબા વૈતાઢય પર તળેટીથી ૧૦ યોજન ઊંચે દરેકને બંને બાજુ ૧૦-૧૦ યોજન પહોળા સપાટ પ્રદેશ (મેખલા)
૧ ૬૫. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org