________________
અંતરાય, આવરણ, મોહનીય અને વેદનીયને ભાગે આવે. વેદનીયનાં દળિયાં ખૂબ હોય ત્યારે સ્પષ્ટ સુખ દુઃખનો અનુભવ થાય, તેથી તેને ઘણો ભાગ.
મોક્ષ સકલ કર્મનો ક્ષય થઈ પ્રગટ થતું આત્માનું સર્વથા શુદ્ધ સ્વરૂપ તે મોક્ષ. સુવર્ણ અને માટીનો મૂળથી સંયોગ છતાં ખારાદિપ્રયોગથી જેમ સુવર્ણ સર્વથા શુદ્ધ થઈ શકે છે, તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી અનાદિ કર્મસંયોગનો નાશ થઇ ભવ્ય આત્મા સર્વથા શુદ્ધસિદ્ધ-બુદ્ધ-મુક્ત થઇ શકે છે. મુક્ત થયેલાને ફરી કદી કર્મનો સંયોગ થતો નથી, એટલે હવે અક્ષય-અનંત-અવ્યાબાધ સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય એ ચાર અનંતાની નિત્ય સ્થિતિ હોય છે. એમ તો આઠ કર્મના નાશથી મૂળ આઠ ગુણ પ્રગટ થાય છે.
મોક્ષ તત્ત્વનો અને બીજાં પણ તત્ત્વોનો નવ દ્વારોથી વિચાર (વ્યાખ્યાન) થઈ શકે છે.
૧. સત્પદ પ્રરૂપણા-તે તે પદ(=નામ)વાળી વસ્તુની સત્તાની ગતિ વગેરે માર્ગણાસ્થાનોમાં પ્રરૂપણાકકથન, વિચારણા. ૨. દ્રવ્યપ્રમાણ-એ વસ્તુ પ્રમાણમાં કેટલી છે? ૩. ક્ષેત્ર-કઈ કે કેટલી જગામાં રહી છે? ૪. સ્પર્શના-વસ્તુ સાથે કેટલા આકાશ પ્રદેશનો સ્પર્શ છે? પરમાણુનું ક્ષેત્ર ૧ આકાશ પ્રદેશ, સ્પર્શના ૭ આ. પ્ર. ૫. કાળ-કેટલી એની સ્થિતિ
Jain Education International
For Private Robersonal Use Only
www.jainelibrary.org