________________
પાચન શક્તિ આંતર તૈજસ લઈને છે. આ અને કામણ શરીર પ્રવાહથી , અનાદિકાળથી આત્મા સાથે સંકળાયેલાં છે. ફકત એનાં પુદ્ગલો બદલાયા કરે છે. તપસ્યા આદિથી ઉત્પન્ન તેજો કે શીતલેશ્યાથી તૈજસ પુગલો દ્વારા સામાને બાળી કે ઠારી શકાય છે. ૫ કાર્મણ જગતમાં ઉપયોગી થઈ શકે એવા આઠ પ્રકારના પુદ્ગલ સ્કંધ(વર્ગણા)માંના આઠમા સૌથી સૂક્ષ્મ પરિણામવાળાં કાર્મણ વર્ગણાના પુગલો જીવની સાથે બંધાઇને બનેલ આઠ પ્રકારના કર્મના જથ્થાને કાશ્મણ શરીર કહે છે.
અવગાહનાઃ- શરીરની ઉત્કૃષ્ટ, જધન્ય ઉંચાઇ. સંઘયણ સંસ્થાનનું વર્ણન પાછળ નવ તત્ત્વમાં પુણ્ય, પાપ તત્ત્વમાં
ઇન્દ્રિય-ઇન્દ્રિય એટલે ઇન્દન (સમૃદ્ધિ)શાલી આત્મા, તેની; અર્થાત્ તેને જણાવનારી તે ઈદ્રિય. એ પાંચ છે. દરેકનાં બબ્બે ભેદદ્રવ્યેન્દ્રિય અને ભાવેજિય. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ-નિવૃત્તિ અને ઉપકરણો તેમ ભાવેન્દ્રિયના બે પ્રકાર – લબ્ધિો અને ઉપયોગ. નિવૃત્તિ પણ બે પ્રકારે - બાહ્ય અને આભ્યન્તર૦ જીવોને બાહ્ય નિવૃત્તિ એટલે ઇન્દ્રિયોના બાહ્ય અવયવના આકારની બનાવટ, જૂદી જૂદી જાતની હોય છે, પણ આભ્યન્તર નિવૃત્તિ (અંદરના અવયવની આકૃતિ) એકસરખી હોય છે. માત્ર સ્પર્શનેન્દ્રિયનો અંદરનો આકાર પણ સૌ સૌના શરીરના ઘાટે છે, કેમકે તે ચામડીમાં રહે છે. આભ્યન્તરમાં રસનેંદ્રિય અસ્ત્રાના આકારે,
Jain Education International
For Privatel 19sonal Use Only
www.jainelibrary.org