________________
બેડીની જેમ જીવને શરીરમાં ધરી રાખે છે. નામકર્મ ચિતારાની જે શુભાશુભ રૂપો કરે છે. ગોત્ર પૂજ્ય-અપૂજ્ય ઘડા ઘડતા કુંભારની જેવ ઉંચનીચપણું કરે છે. ભંડારી જેમ રાજાને, તેમ અંતરાય કર્મ જીવ દાનાદિ ન કરવા દે.
સ્થિતિ ઉત્કૃષ્ટી-જ્ઞાનાવરણ, દર્શના૰, વેદનીય અને અંતરાયર્ન ૩૦ કોડાકોડી સાગરોપમ, મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી, કષાય મોહનીહની ૪૦ કોડાકોડી, નામ ગોત્રની ૨૦ કોડાકોડી અને આયુષ્ય કર્મની ૩૩ સાગરોપમ.
જઘન્ય સ્થિતિ-વેદનીયની ૧૨ મુહૂર્ત, નામ-ગોત્રની ૮ મુહૂર્ત, અને બાકીનાની અંતર્મુહૂર્ત. વીતરાગને માત્ર યોગપ્રત્યયિક (ઇર્યાપથિક) કેવળ શાતાનો બંધ હોય. તેની સ્થિતિ ૧ સમયની, અર્થાત્ બંધના પછીનાજ સમયે વેદાઇ તરતજ ક્ષય પામે.
રસ-મતિજ્ઞાનાવરણાદિ ૪ચક્ષુદર્શના ૩ સંજ્વલન કષાય ૪ કુંવેદ ૧ અંતરાય ૫=૧૭ પ્રકૃતિનો ૯મે ગુણઠાણે એકઠાણિયો રસ બંધાય, કેમકે અશુભનો એકઠાણિયો રસ બાંધવાની યોગ્યતા ત્યાં છે. બીજાં અશુભ કર્મ ત્યાં બંધાતાં નથી તેથી તેનો એકઠાણિયો રસ ન હોય. ૯ માંથી નીચે ૨-૩-૪ ઠાણિયો રસ બંધાય
પ્રદેશ-બંધાયેલા કર્મમાંથી સૌથી થોડો દલ સમૂહ આયુષ્યને, નામ-ગોત્રને એથી અધિક અને પરસ્પરમાં સમાન, એથી ક્રમશઃ અધિકાધિક
૧૨૮
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org