________________
રસ (સ્વાદ) વાળો છે, અને (૪) અમુક દળ પ્રમાણ છે; તેમ કર્મમાં સમજવું. તે અનુસારે બંધ ૪ પ્રકારે-પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ.
પ્રકૃતિ=સ્વભાવ. બંધાયેલા કર્મનો કોઈનો જ્ઞાન રોકવાનો, કોઈનો દર્શન આવરવાનો, કોઈનો અક્ષય સુખ રોકી શાતા-અશાતા આપવાનોઈત્યાદિ જે સ્વભાવ નક્કી થાય છે, એ પ્રકૃતિબંધ થયો કહેવાય. જુદા જુદા સ્વભાવને અનુસારે વહેંચાયેલા કર્મને જુદી જુદી કર્મ પ્રકૃતિ કહે
સ્થિતિબંધ એટલે બંધાયેલા કર્મને ટકવાનો કાળ નક્કી થયો તે; જેમકે ૨૦ કોડાકોડી, ૩૦ કોડાકોડી સાગરોપમ. બંધાયેલું કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધીનો કાળ તે અબાધાકાળ કહેવાય. નવીન બંધાયેલા આયુષ કર્મનો, બંધ સમયથી આ જીવનના અંત સુધી, અબાધાકાળ કહેવાય. તે આયુષ્યકર્મના સ્થિતિ કાળ ઉપરાંત સમજવો; જ્યારે બીજા કર્મના પોતાના સ્થિતિકાળમાંનોજ પ્રથમ અમુક કાળ અબાધાકાળ હોય છે. અબાધાકાળ પૂર્ણ થયે તે કર્મના દળિયા ક્રમે ઉદયમાં આવવા માંડે તે જો સંક્રમ વગેરે બીજા ફેરફારને ન પામ્યું હોય તો જ્યાં સુધી છેલ્લે દલિક ઉદયમાં આવી રહે ત્યાં સુધીનો કાળ, એ તે કર્મની સ્થિતિ ગણાય.
રસબંધ-કર્મ પ્રકૃતિઓનો તીવ્ર કે મંદ રસ (અનુભાગ) નક્કી થવો. એના અનુસાર વિપાકમાં તીવ્રતા કે મંદતાનો અનુભવ થાય. અશુભ પ્રકૃતિનો અશુભરસ એકઠાણિયાથી માંડી ચઉઠાણિયા સુધી હોય;
Jain Education International
For Privati ? Sersonal Use Only
www.jainelibrary.org