________________
મુદાયને છોડી જવું. દેહ-કાયોત્સર્ગ; અથવા સજીવ-નિર્જીવનો વિધિ મુજબ યોગ્ય સ્થળે ત્યાગ, તેવી રીતે અધિક કે સદોષ ઉપધિ-વસ્ત્ર-પાત્રનો કે આહારનો ત્યાગ. ભાવથી-કષાયનો, સંસારનો અને કર્મનો ત્યાગ.
બંધ કષાય, મિથ્યાત્વાદિ આશ્રવોને લીધે આત્મા સાથે લોહ-અગ્નિ કે ખીર-નીરની જેમ થતો કર્મનો એકમેક સંબંધ તે બંધ કહેવાય. આ કર્મ
એ જડ પુદ્ગલ છે. અરૂપી એવો પણ આત્મા અનાદિકાળથી કર્મથી લિપ્ત હોઈ રૂપીવત બન્યો છે તેથી નવીન કર્મનો લેપ એને લાગે છે. બ્રાહ્મી કે દારૂ રૂપી છતાં અરૂપી જ્ઞાનને અનુગ્રહ ઉપધાત કરે છે તેમ જડ કર્મ અરૂપી આત્માને અસર કરે છે. કર્મના ઉદયે આત્માના સહજ સ્વભાવ અને ગુણ ઢંકાઇ જાય છે અને વિભાવ દશા અને દોષો પેદા થાય છે. જેમ કે નામ કર્મના ઉદયે આત્માનું અરૂપીપણું આવરાઈ શરીર, કસપણું વગેરે થાય છે. માર્ગ પર રાખેલા ઘીના કુબાના ચીકણા મોઢ પર જેમ રજનો ગાઢ સંબંધ થાય છે તેમ કષાયાદિભાવોમાં વર્તતા આત્માના સર્વ પ્રદેશે સમાન પ્રદેશમાં રહેલા કર્મવર્ગણાના પુદગલો સર્વજીવ કરતાં અનંતગુણ રસાણુવાળાં બનીને બંધાય છે; તે હવે કર્મ કહેવાય. બંધાતી વખતેજ કર્મના જ્ઞાનાવરણ આદિ આઠ, સાત, છે કે એક પ્રકાર પડી જાય છે. ત્યાં જેમ કોઈ સુંઠ વગેરેનો લાડુ (૧) સ્વભાવે વાયુ વગેરેનો નાશક છે (૨) અમુક દિવસ ટકવાની સ્થિતિવાળો છે, (૩) તીખો - મધુર વગેરે
Jain Education International
૧ ૨૫ For Private & Personal Use Only
www.jainelibrary.org