________________
૧૦-૧૦ પ્રકૃતિ ત્રસ-થાવર દશકની-એના ઉદયે નીચે મુજ્બ જીવને પ્રાપ્ત થાય. ૧. ત્રસ-તડકા વગેરેમાંથી સ્વેચ્છાએ ખસી શકેગમનાગમન કરી શકે તે ત્રસ; ન હાલી શકે તે સ્થાવર ૨. બાદર-આંખે દેખી શકાય તેવું શરીર. સૂક્ષ્મ-ઘણાં શરીર ભેગાં થાય તોય ન જોઇ શકાય. ૩. પર્યાપ્ત-સ્વયોગ્ય પર્યાપ્તિ પુરી કરવાને સમર્થ એથી ઉલટું અપર્યાપ્ત. ૪. પ્રત્યેક-જીવ દીઠ જુદું શરીર. સાધારણ-અનંત જીવનું એક શરીર ૫. સ્થિર-મસ્તક, હાડકાં, દાંત વગેરે સ્થિર રહે. અસ્થિરજિહ્વા આદિ. ૬. શુભ-નાભિની ઉપરના અવયવો શુભ; નીચેના અશુભ કોઇને માથેથી અડવામાં એ ખુશ થાય છે, પગ લગાડવામાં ગુસ્સે થાય થાય છે. સ્ત્રીના પગના સ્પર્શથી પણ જે ખુશ થાય છે તે તો પોતાના મોહને લઇને. ૭. સૌભાગ્ય-વગર ઉપકારે પણ સૌને ગમે. દૌર્ભાગ્યઉપકાર કરનારો પણ લોકોને અરુચિકર બને. તીર્થંકર દેવો અભવ્ય આદિને ન ગમે તે તો તે જીવોના મિથ્યાત્વના ઉદયે. ૮. સુસ્વર સારો સ્વર. વિપરીત દુઃસ્વર ૯. આદેય-જેનું વચન યુક્તિ કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહ્ય બને, જેને જોતાં વેંત બીજા આદરમાન આપે. વિપરીત અનાદેય. ૧૦. યશ-કીર્તિ પ્રશંસા પામે. વિપરીત અપયશ. પુણ્ય પ્રકૃતિઓ
(વિશુદ્ધ પરિણામે બંધાય અને શુભ ૨સે ભોગવાય)
મૂળ ચાર અધાતિ કર્મોમાંથી જ પુણ્ય પ્રકૃતિઓ છે. ૧. શાતાવેદનીય
Jain Education International
૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org