________________
પુણ્યની ૪૨ + પાપની ૮૨=૧૨૪. આમાં વર્ણાદિ ૪ શુભ અને અશુભ એમ બે વાર ગણાયા, તેથી ૧૨૪-૪=૧૨૦ કુલ કર્મ પ્રકૃતિ બંધાય. આમાં મિથ્યાત્વ મોહનીય સાથે મિશ્રમોહ અને સમ્યકત્વ મોહનીય ગણતાં કુલ ૧૨૨ કર્મ પ્રકૃતિ ઉદયમાં ગણાય. એમાં પાંચ શરીર સાથે ૫ બંધન અને ૧૫ સંઘાતન, તથા વર્ણાદિ ૪ ને બદલે વર્ણ ૫, રસ ૫, ગંધ ૨, અને સ્પર્શ ૮ એમ ૨૦ ગણતા ૧૬ વધે, એટલે કુલ ૩૬ વધવાથી ૧૨૫=૩૬=૧૫૮ કર્મ પ્રકૃતિ સત્તામાં ગણાય.
આશ્રવ તત્ત્વ જેના લીધે આત્મામાં કર્મ વહી આવે તે, અર્થાત્ આત્માને શુભાશુભ કર્મબંધનું કારણ તે આશ્રવ કહેવાય. તેના ૪૨ ભેદ, - ઈદ્રિય ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, (આ ૧૭ પ્રકારે અસંયમ પણ કહેવાય), અને ૨૫ ક્રિયા.
આનો પરમાત્મા, ગુરૂ, સંઘ, વગેરેની ભક્તિ આદિ ધર્મમાં પ્રશસ્ત ભાવે ઉપયોગ તે શુભ આશ્રવ. તેથી ભિન્ન અર્થકામમાં ઉપયોગ તે અશુભ આશ્રવ.
૫ ઈદ્રિયો પ્રસિદ્ધ છે તેના ઇષ્ટ-અનિષ્ટ વિષયો અંગે રાગ દ્વેષ થઈ કર્મ બંધાય; ત્યાં તે તે ઈદ્રિય આશ્રવ ગણાય. અહિં જો રાગદ્વેષ ન કરે તો ઇન્દ્રિય આશ્રવ મટી જાય.
૪ કષાય-ક્રોધ, માન, માયા, લોભ, એ દરેક અનંતાનુબંધિ
૧૧૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org