________________
આવરણ–આચ્છાદન કરનાર. મોહનીય, આત્માને મુંઝવે, આત્મસ્વરૂપથી ચૂકાવે, સતઅસતના વિવેક વિનાનો બનાવે. અંતરાય જીવને દાનાદિ કરવાની આડે આવે, અટકાવે. સુખદુઃખ રૂપે વેદાય તે વેદનીય. તે ભવમાંથી નીકળવાની આડે આવે તે આયુ. ગતિ શરીર વગેરે પર્યાયો તરફ જીવને નમાડે તે નામ કર્મ. ઉંચનીચ શબ્દથી ઓળખાવે તે ગોત્ર. જે કર્મ ભોગવતા (૧) પાપ બુદ્ધિ થાય તે પાપાનુબંધિ કર્મ, પરિણામે
ભયંકર, અને (૨) શુભ-દાન, દયા, વ્રત, તપ, ત્યાગાદિ કરવાના | વિચારો આવે તે પુણ્યાનુબંધી કર્મ.
૮ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૨૦ જ્ઞાનાવરણ ૫ - મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાના અવધિ, મનઃપર્યવ, અને કેવલ, આત્માના મતિ વગેરે જ્ઞાનને આ અટકાવે છે.
મતિ=ઈદ્રિય કે મનથી થતું જ્ઞાન, શ્રુતકશાસ્ત્ર વગેરેથી થતું શબ્દાનુસારી જ્ઞાન. અવધિ=ઈદ્રિય-મન, કે શાસ્ત્રની સહાય વિના સીધું આત્માને થતુ રૂપી દ્રવ્યોનું પ્રત્યક્ષ. મન:પર્યવ = અઢીદ્વીપમાંના સંજ્ઞી પચંદ્રિયના ચિંત્વનનું પ્રત્યક્ષ. આ મુનિનેજ થાય. કેવળજ્ઞાન=સર્વકાળના સર્વપર્યાય સહિત સર્વદ્રવ્યોનું આત્માને થતું સાક્ષાત્ જ્ઞાન. મતિજ્ઞાન એ અથવિગ્રહ, ઇહા, અપાય, ધારણા-આ૪ ભેદે ચ૦ મનથી=૮, અને વ્યંજનાવગ્રહ સહિત ૫ ભેદે બાકી ૪ ઇન્દ્રિયથી = ૨૦, એમ ૨૮ ભેદે.
દર્શનાવરણ ૯ - ચક્ષુદર્શનાવરણ (ચક્ષુથી દેખી ન શકાય),
૧૦૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org