________________
અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાડાઇવાલી છે આ અંદરની નિર્વત્તિમાં રહેલી સ્વસ્વ વિષય પ્રહણમાં ઉપકારક જે શક્તિ છે તેને ઉપકરણેદ્રિય કહે છે. ભાવેન્દ્રિય ૨ ભેદે-૧. લબ્ધિ (જ્ઞાનવરણના ક્ષયોપશમથી આત્મામાં જન્મેલી શક્તિ), અને ૨. ઉપયોગ ચેતનાનો વ્યાપાર જેનાથી તે તે બોધ થાય. એકૅઢિયાદિ વિભાગ દ્રવ્યન્દ્રિયના હિસાબે છે. બાકી તો પાંચે ભાવેન્દ્રિય વૃક્ષાદિમાં પણ હોય છે.
૩ બલ-બાળકને પોતાના બળે ચાલવાનું હોવા છતાં જેમ લાકડાની ઘોડીના આલંબને ચાલી શકે છે, તેમ પુદ્ગલ સ્વરૂપ મન વચન અને કાયાના અવલંબને આત્મા મનન, ભાષણ કે પ્રવૃત્તિ કરી શકે છે. એ કરવાનું સામર્થ્ય તે યોગ.
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાર્મણને યોગ્ય છે તે વર્ગણાઓ (પુદ્ગલ સ્કંધો) ની જેમ ભાષા, શ્વાસોશ્વાસ અને મનને યોગ્ય તે તે વર્ગણાઓ પર્યાપ્તિ બલે કાયયોગથી જીવ ગ્રહણ કરી અનુક્રમે વચન-કાય-મન યોગથી પરિણમાવી વિસર્જે છે. આમ જીવ ઉપયોગી ૮ વર્ગણાઓ છે.
૧૫ યોગ-૪ મનના + ૪ વચનના + ૭ કાયાના.
સત્ય, અસત્ય, મિશ્ર (કેટલુંક સાચું કેટલુંક જુઠું), વ્યવહાર (સાચુંય નહિ અને જુઠુંય નહિ, જેમકે “ઘડો લાવ)-આ ચાર મનના અને વચનના.
Jain Education International
For Priva
Personal Use Only
www.jainelibrary.org