________________
ભેગું થઇ જાય તો તૂર્ત એક સાથે બળી જાય તેમ નિમિત્ત (ઉપક્રમ) ને લઇને જે આયુષ્યના બાકીના દળીયાં એક સામટા ભોગવાઇ જાય તે; તેથી આયુષ્યના કુલ દળીયાં ભોગવાયાં પણ ભોગવવાનો કાળ ટૂંકો થયો. ૨. અનપવર્તનીય-કાળ જરાય ટૂંકો ન થાય પરંતુ તે આયુષ્યનો અંત બે રીતે ૧. સોપક્રમ, (ગજસુકુમાલાદિને), ૨. નિરુપક્રમ-કુદરતી મૃત્યુવાળો.
નારક, દેવ, અને અસંખ્યાતવર્ષાયુવાળા મનુ તિર્યંચ૰ છેલ્લા છ માસ બાકી રહે પરભવનું આયુષ્ય બાંધે. બાકીના નિરુપક્રમ આયુવાળા વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે, અને સોપક્રમી જીવો ૩-૯-૨૭-૮૧ મો ભાગ બાકી રહે યાવત્ છેવટે અંતર્મુહુર્ત બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે
જીવોનાં સ્થાન
સૂક્ષ્મ એકેન્દ્રિય - સર્વ લોકમાં.
બાદર પૃથ્વીકાય - રત્નપ્રભાદિ પૃથ્વીઓ અને નરકાવાસા, પાતાલકલશા, ભવનો, પર્વતો, જગતી, વેદિકા, વિમાનો, કૃષ્ણરાજી, તથા દ્વીપો સમુદ્રોમાં.
બાદર અપ્કાય - ધનોધિ, સમુદ્રો, દ્રહો, નદીઓ, કુવા વિગેરે ભવનો અને વિમાનની વાવડીઓ, તમસ્કાય, પાતાલકલશાની અંદર,
Jain Education International
૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org