________________
(ઢિપ્રાદેશિક)... યાવત અનંત પ્રાદેશિક સ્કંધો હોય છે. અનંત પ્રાદેશિક જીવોપયોગી પુગલ સ્કંધો (વર્ગણાઓ) ના આઠ વિભાગ-દારિકવૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાર્મણ વર્ગણા. (ઔદારિક શરીર વગેરે બનાવવા યોગ્ય પુદ્ગલો.) જીવને શરીર, ભાષા, પ્રાણ મન, સુખ, દુ:ખ, જીવન, મરણ એ પુદ્ગલના પ્રભાવે છે, પુદ્ગલનો ઉપકાર છે.
વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલ માત્રના સામાન્ય ગુણો છે; જ્યારે શબ્દ, અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા, પ્રતિબિંબ, તડકો વગેરે પુદ્ગલના વિશેષ પર્યાયો છે. શબ્દ પુગલ ન હોત તો કાનના પડદાને મોટો શબ્દ ઉપધાત ન કરત. તેમ છાયા ફોટામાં ન પકડાત. પરિણામ - વર્ણ ૫-કૃષ્ણ, નીલ, રકત, પીત, શુકલ, રસ ૫ - કડવો, તીખો, કષાયલો, ખાટો, મીઠો. ગંધર - સુગંધ, દુર્ગધ. સ્પર્શ ૮ - શીત - ઉષ્ણ, સ્નિગ્ધ – રુક્ષ (લુખો), ગુરૂ-લઘુ, મૃદુ-કર્કશ. પરમાણુમાં વર્ણ, ગંધ, રસ એકેક હોય અને સ્પર્શ બે હોય, શીત ઉષ્ણમાંથી એક અને સ્નિગ્ધરુક્ષમાંથી એક, કોક સ્થાને લઘુ અને મૂદુ પણ માન્યા છે. પાછળની ભાષા, શ્વાસોચ્છવાસ મન અને કાર્મણ એ ચાર વર્ગણાને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, એ ચારજ હોય, એથી એ ચઉસ્પર્શી ગણાય, જ્યારે પ્રથમની ચાર વર્ગણાઓ અષ્ટસ્પર્શી છે.
કૃષ્ણ વગેરે ગુણોમાં તરતમતા હોય છે, જેમકે કોઈ એક ગુણ
Jain Education International
For Private
"ersonal Use Only
www.jainelibrary.org